Home /News /national-international /PM Speech: 5G ભારતીય માટે અવસર, પડકાર, સપના અને સંકલ્પ, તેનો ઉપયોગ ક્રાંતિ માટે કરવોઃ PM

PM Speech: 5G ભારતીય માટે અવસર, પડકાર, સપના અને સંકલ્પ, તેનો ઉપયોગ ક્રાંતિ માટે કરવોઃ PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5જી સર્વિસ લોન્ચ કરી હતી.

PM Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનમાં 5G સર્વિસ લોન્ચ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કહ્યુ હતુ કે, 5જી સર્વિસ દેશના દરવાજે નવા યુગના ટકોરા કરી રહ્યુ છે. 5જી અવસરોના અનંત આકાશની શરૂઆત છે.

    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાનમાં 5G સર્વિસ લોન્ચ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કહ્યુ હતુ કે, 5જી સર્વિસ દેશના દરવાજે નવા યુગના ટકોરા કરી રહ્યુ છે. 5જી અવસરોના અનંત આકાશની શરૂઆત છે. આ પ્રસંગે તેમણે સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત ટનલના મજૂરો સાથે પણ વાતચીત કરી હતી અને ટેક્નોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે તે અંગે માહિતી મેળવી હતી.

    ભારતે ઇતિહાસ રચ્યોઃ વડાપ્રધાન


    વાયરલેસ મેન્યુફેક્ચરિંગમાં ભારતની મહત્ત્વની ભૂમિકા હશે. ભારત બીજા પર ટેક્નોલોજી માટે નિર્ભર હતો અને હવે ‘આત્મનિર્ભર’ બન્યો છે. 5જી સર્વિસના લોન્ચિંગ સાથે આજે નવો ઇતિહાસ રચાઈ ગયો છે. પહેલીવાર ભારત ટેક્નોલોજી ક્ષેત્રે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સુધી પહોંચ્યુ છે. ભારત લીડ કરી રહ્યુ છે.

    આ પણ વાંચોઃ પ્રગતિ મેદાનમાં મોદીએ 5G સર્વિસ લોન્ચ કરી

    ક્રાંતિ લાવવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએઃ મોદી


    5જી સર્વિસ આપણી માટે નવી પ્રેરણા લઈને આવ્યું છે. આપણ તેનો ઉપયોગ કરીને અર્થ વ્યવસ્થાને ઝડપથી વિસ્તારીએ. આપણે પ્રોડક્ટિવિટીમાં રેકોર્ડ બ્રેક વૃદ્ધિ કરીએ. આ 5જી સર્વિસ દરેક ભારતીય માટે અવસર, પડકાર, સપના અને સંકલ્પ લઈને આવી છે. તેનો ઉપયોગ ક્રાંતિ લાવવા માટે કરવો જોઈએ.

    આ પણ વાંચોઃ 5G ડિજિટલ કામધેનુ! દેશનાં દરેક ખૂણે પહોંચશે: મુકેશ અંબાણી

    અમે ચાર પિલ્લર નક્કી કર્યા હતાઃ મોદી


    તેમણે ઉમેર્યુ હતુ કે, ગુજરાતમાં ડિજિટલ નેટવર્ક માટે સ્ટ્રેટેજી નક્કી કરતા હતા ત્યારે મેં કહ્યુ હતુ કે, આપણો એપ્રોચ કટકામાં નહીં, હોલિસ્ટિક હોવો જોઈએ. અમે ચારેય દિશામાં ફોકસ કર્યુ. ત્યારે ચાર પિલ્લર નક્કી કર્યા હતા. તેમાં ડિવાઇસની કિંમત, ડિજિટલ કનેક્ટિવિટી, ડેટાની કિંમત અને ડિજિટલ ફર્સ્ટનો વિચાર.


    ‘ભારતનો ગરીબથી ગરીબ વ્યક્તિ નવી ટેક્નિક વાપરવામાં આગળ’


    એક સમય હતો ત્યારે મોટા-મોટા વિદ્વાનો મજાક ઉડાવતા હતા. તેમને લાગતું હતું કે, ગરીબ લોકો પાસે ક્ષમતા જ નથી. તેમને શક હતો કે, ગરીબ લોકો ડિજિટલનો મતબલ નહીં સમજે પણ મને સામાન્ય માણસની સમજણ પર, વિવેક પર, જિજ્ઞાસુ મન પર હંમેશા ભરોસો રહ્યો છે. ભારતનો ગરીબથી ગરીબ વ્યક્તિ નવી ટેક્નિક વાપરવામાં આગળ રહે છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: 5G, 5G in India, PM Modi speech

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन