Home /News /national-international /

Corona: સારા ભવિષ્ય માટે PM મોદીનો મંત્ર, ‘દુનિયાને નવી કાર્ય સંસ્કૃતિ આપી શકે છે ભારત’

Corona: સારા ભવિષ્ય માટે PM મોદીનો મંત્ર, ‘દુનિયાને નવી કાર્ય સંસ્કૃતિ આપી શકે છે ભારત’

યુરોપીયન દેશો, ઇરાન (Iran), અમેરિકા (India) અને હવે રશિયા (Russia)માં કોરોના સંક્રમણ (Coronavirus) નવા કેસ અને મૃત્યના મોટા આંકડા સામે આવી રહ્યા છે. આ વ્ચચે એક મોટો સવાલ સામે આવ્યો છે કે 130 કરોડની વસ્તી અને અન્ય દેશોના સાપેક્ષમાં વધુ ગીચ વસ્તી ધરાવવા છતાં ભારતમાં (India) મૃત્યુ આંકડો કેવી રીતે ઓછો છે. અને કેવી રીતે તે લોકો મૃત્યુ આંકને આટલા ઓછો રાખવામાં સફળ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ LinkedIn પર લખ્યું, કોવિડ-19 જાતિ કે ધર્મને નથી ઓળખતો

  નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ સતત વધી રહ્યા છે. બાકી દેશોની તુલનામાં કોરોના વાયરસને લઈ ભારતની સ્થિતિ ઘણે અંશે કાબૂમાં છે. દેશમાં ચાલી રહેલા લૉકડાઉનની વચ્ચે વડાપ્રધાન નરેનદ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે લિંક્ડઇન પર એક બ્લોગ લખ્યો જેને તેઓએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે જેવી રીતે વિશ્વ કોવિડ-19 સંક્રમણથી લડી રહ્યું છે, એવા સમયે ભારત ઉર્જાવાન અને નવા પ્રયોગ કરનારા યુવા સ્વાસ્થ્ય અને સમૃદ્ધ ભવિષ્ય માટે માર્ગ ચીંધી શકે છે. પીએમ મોદીએ લખ્યું કે કેટલાક વિચાર લિંક્ડઇન પર રજૂ કર્યા છે જે .યુવાઓ અને પ્રોફેશનલ્સને આકર્ષિત કરશે.

  પીએમ મોદીએ લિંક્ડઇન પર રવિવારે કોવિડ-19ના સમયમાં જીવન શીર્ષકથી પોસ્ટ લખી છે. તેઓએ તેમાં લખ્યું છે કે, કોવિડ-19 હુમલો કરવા માટે જાતિ, ધર્મ, રંગ, સમુદાય, ભાષા કે સીમાને નથી ઓળખતો. તેથી આપણે તેનો સામનો કરવામાં એકતા અને ભાઈચારાને પ્રમુખતા આપવી પડશમે. આપણે સૌ તમાં સાથે છીએ.


  વડાપ્રધાને કહ્યું કે, પહેલાના ઈતિહાસથી અલગ, જયારે દેશ કે સમાજ એક-બીજાની સામે ઊભો હતો, આજે બધા મળીને એક સમાન પડકારનો સામનો કરી રહ્યા છે. ભવિષ્ય એકજૂથતા અને ફ્લેક્સીબલ વલણ હશે.

  તેઓએ લખ્યું કે, ભારતમાંથી ઉદભવેલો મોટો આઇડીયા તમામ દુનિયા માટે પ્રાસંગિક હોવો જોઈએ. તેમાં ભારત ઉપરાંત તમામ માનવતા માટે એક સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા હોવી જોઈએ.

  વડાપ્રધાને આ ઉપરાંત કહ્યું કે, કોરોના મહામારીએ પ્રોફેશનલ કામ કરવાની રીતેને બદલી દીધી છે અને હલામાં ઘરે જ ઓફિસ છે અને ઇન્ટરનેટ નવો મીટિંગ રૂમ.

  આ પણ વાંચો, કોરોનાઃ બાંગ્લાદેશમાં પણ નથી માની રહ્યા કટ્ટરપંથી, મૌલાનાના જનાજામાં 1 લાખ લોકો સામેલ થયા

  તેઓએ લખ્યું કે, હું પણ આ પરિવર્તનોનો સ્વીકાર કરી રહ્યો છું. તે મારા સહયોગી મંત્રી હોય કે પછી અધિકારી કે વિશ્વ નતા, મારી મોટા ભાગની બેઠક હવે વીડિયો કોન્ફરન્સિંગથી જ થઈ રહી છે.

  ભારત વૈશ્વિક કેન્દ્ર બની શકે છે

  પીએમ મોદીએ કહ્યું કે, હાલમાં જરૂર છે એવા વ્યવસાય એન જીવનશૈલી અપનાવવાની કે જેને સરળતાથી અપનાવી શકાય. તેઓએ કહ્યું કે, એવું કરવાનો અર્થ સંકટ સમયમાં આપણી ઓફિસ અને કારોબારનું કામ ઝડપથી થઈ શકે અને લોકોનો જીવ બચી જાય તે સુનિશ્ચિત કરવાનો છે.

  વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે ભારત જેવું યુવા રાષ્ટ્ર જે પોતાની નવી અને ઉત્સાહજનક વિચાર માટે ઓળખાય છે તે એક નવી કાર્ય સંસ્કૃતિ આપવામાં અગ્રણી ભૂમિકા નિભાવી શકે છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, ભૌતિક અને આભાસી ક્ષમતાના યોગ્ય સંયોગથી ભારત કોવિડ-19 બાદના સમયમાં એક જટિલ બહુરાષ્ટ્રીય આપૂર્તિ શ્રૃંખલાનું વૈશ્વિક કેન્દ્ર બની શકે છે.

  આ પણ વાંચો, મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, COVID-19, LinkedIn, Lockdown, World, Youth, નરેન્દ્ર મોદી, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन