માર્ચમાં બાંગ્લાદેશના પ્રવાસે જઈ શકે છે PM મોદી, શેખ હસીના સાથે ઘણા મુદ્દે થશે વાતચીત

News18 Gujarati
Updated: February 29, 2020, 11:19 PM IST
માર્ચમાં બાંગ્લાદેશના પ્રવાસે જઈ શકે છે PM મોદી, શેખ હસીના સાથે ઘણા મુદ્દે થશે વાતચીત
માર્ચમાં બાંગ્લાદેશના પ્રવાસે જઈ શકે છે PM મોદી, શેખ હસીના સાથે ઘણા મુદ્દે થશે વાતચીત

પીએમ મોદી પોતાની ત્રણ દિવસીય યાત્રા માટે 16 માર્ચે બાંગ્લાદેશ પહોંચશે

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16-18 માર્ચના રોજ બાંગ્લાદેશ (Bangladesh)નો પ્રવાસ કરી શકે છે. આ પ્રવાસ પર પ્રધાનમંત્રી બાંગ્લાદેશના પીએમ શેખ હસીના (Shiekh Hasina) સાથે મહત્વપૂર્ણ વાતચીત કરી શકે છે.

ઢાકા ટ્રિબ્યુને ઘણા સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે પ્રધાનમંત્રી મોદી આ પ્રવાસમાં પ્રધાનમંત્રી શેખ હસીના સાથે આધિકારિક વાતચીતમાં ઘણા મામલા પર દ્વિપક્ષીય વાર્તા થઈ શકે છે. પીએમ મોદી પોતાની ત્રણ દિવસીય બાંગ્લાદેશની યાત્રા માટે 16 માર્ચે બાંગ્લાદેશ પહોંચશે. 17 માર્ચે પીએમ મોદી શેખ મુજીબુર રહમાનની જન્મતિથિ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.

ઢાકા ટ્રિબ્યુનના રિપોર્ટ પ્રમાણે માર્ચના પ્રથમ સપ્તાહમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે અને પ્રધાનમંત્રીના પ્રવાસ સાથે જોડાયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરશે. ઢાકામાં ભારતીય હાઇ કમિશનના સેકન્ડ સેક્રેટરી પ્રેસ દેબબ્રત પોલે જાણકારી આપી છે કે એ નક્કી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 માર્ચના આયોજનમાં ભાગ લેશે પણ આ પ્રવાસનો પુરો કાર્યક્રમ નક્કી કરવાનો બાકી છે.

આ પણ વાંચો - US-તાલિબાન વચ્ચે શાંતિ સમજુતી : 14 મહિનાની અંદર અમેરિકા બધા સૈનિકોને પાછા બોલાવી લેશે

ગત વર્ષે 5 ઓક્ટોબરે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ભારતનો પ્રવાસ કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

બાંગ્લાદેશના વિદેશ મંત્રી એકે અબ્દુલ મોમેન અને ગૃહ મંત્રી અસદુજ્જમાન ખાને છેલ્લા કેટલાક મહિનામાં પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો હતો. મોમેનના પ્રવાસ રદ થવા પાછળ અટકળો હતી કે તેમણે ભારતમાં નાગરિકતા કાનૂનના કારણે આ નિર્ણય કર્યો છે. જોકે વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે તેમનો આ પ્રવાસ સીએએના કારણે રદ થયો નથી.
First published: February 29, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading