નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દિવાળીમાં (Diwali 2021) અયોધ્યા (Ayodhya) જઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, તે દર વર્ષે આયોજિત થનારા દીપોત્સવના (Deepotsav 2021) કાર્યક્રમમાં પણ સામેલ થઈ શકે છે. આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને (UP Assembly Elections) જોતાં વડાપ્રધાનનો પ્રવાસ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. News18ના સંવાદદાતા અજીત સિંહે જણાવ્યું કે, પીએમ મોદીના અયોધ્યા પ્રવાસમાં કેટલાક વધુ કાર્યક્રમ પણ આયોજીત થઈ શકે છે. પીએમ મોદી દીપોત્સવની ઉજવણી સમયે અયોધ્યામાં જ રહેવાની શક્યતા છે. મળતી જાણકારી મુજબ, દીપોત્સવના કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel), મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath), અનેક કેન્દ્રીય મંત્રી અને યૂપી સરકારના મંત્રીઓ સામેલ થશે.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વડાપ્રધાન અયોધ્યા પહોંચવાની તારીખ કઈ છે. આ વર્ષે દિવાળી 4 નવેમ્બરે અને દીપોત્સવનો કાર્યક્રમ ધનતેરસથી શરૂ થશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન ધનતેરસના દીવસે અયોધ્યામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત અયોધ્યાને લઈ સમયાંતરે રિપોર્ટ્સ લેતી રહે છે. વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોઈએ તો અયોધ્યા હાલમાં રાજકીય પાર્ટીઓના એજન્ડામાં છે. એક તરફ જ્યાં બસપાએ પ્રબુદ્ધ સંમેલન ત્યાંથી જ શરુ કર્યું છે તો ઓવૈસી પણ અયોધ્યા ગયા હતા. રાજા ભૈયાએ પણ અયોધ્યાથી શરૂઆત કરી અને બીજેપી પણ મોટો પ્લાન બનાવી રહી છે. ગયા વર્ષે 5 ઓગસ્ટે પીએમ મોદીએ રામ મંદિરના નિર્માણનો શિલાન્યાસ પણ કર્યો હતો.
વર્ષ 2017ના માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશમાં બીજેપી સરકાર આવ્યા બાદ દીપોત્સવની પરંપરા શરૂ થઈ. દર વર્ષે દિવાળીના બે દિવસ પહેલા એટલે કે ધનતેરસથી દીપોત્સવની શરૂઆત થાય છે. હાલમાં અયોધ્યા નગર નિગમના મેયર રૂષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આ વખતે દીપોત્સવમાં 7 લાખ 50 હજાર દીપક પ્રજ્વલિત થશે. ફરી એક વાર અવધ યુનિવર્સિટીના 7500 સ્વયંસેવક સાડા સાત દીપક પ્રજ્વલિત કરીને પોતાનો જ કીર્તિમાન ફરીથી તોડવાનો પ્રયાસ કરશે.
આ આયોજનમાં અયોધ્યાના જેટલા પણ ઐતિહાસિક કુંડ અને પૌરાણિક ઈમારતો છે, ત્યાં પણ દીપક પ્રજ્વલિત કરવામાં આવશે. નોંધનીય છે કે, અયોધ્યામાં આ પાંચમો દીપોત્સવ હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર