શાહજહાંપુર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઉત્તર પ્રદેશના શાહજહાંપુર (Shahjahanpur) પહોંચ્યા છે. શનિવારે તેમણે 594 કિમી લાંબા ગંગા એક્સપ્રેસવેની (Ganga Express Way) આધારશિલા રાખી છે. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાણકારી આપવામાં આવી છે કે આ એક્સપ્રેસવે (Expressway)મેરઠ, હાપુડ, બુલંદશહેર, અમરોહ, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજથી થઇને પસાર થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજથી ગંગા એક્સપ્રેસવેનું કામ શરુ થશે. અમે વિકાસના સપના સચ કરીને બતાવીશું. કાલે જ પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશકાફ ઉલ્લાહ ખાન, ઠાકુર રોશન સિંહનો બલિદાન દિવસ છે. અંગ્રેજી સત્તાને પડકાર આપનાર શાહજહાંપુરના આ ત્રણેય સપૂતોને 19 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવી હતી. ભારતની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર આવા વીરોનો આપણા પર મોટો ઉપકાર છે. પીએમ મોદીએ કહ્યું કે મા ગંગા બધા મંગલોની, બધી ઉન્નતિ પ્રગતિની સ્ત્રોત છે. મા ગંગા બધા સુખ આપે છે અને બધી પીડા હરી લેશે. આવી જ રીતે ગંગા એક્સપ્રેસવે પણ યૂપીના પ્રગતિના નવા દ્વારા ખોલશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે યૂપીમાં એક્સપ્રેસવેના જાળ જોવા મળી રહ્યા છે. નવા એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે. નવા રેલવે રુટ બની રહ્યા છે. તે યૂપીના લોકો માટે અનેક વરદાન એક સાથે લઇને આવી રહ્યા છે. યૂપીના આજે જે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઇ રહ્યું છે તે બતાવે છે કે સંશોધનનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. પહેલા જનતાના પૈસાનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો તે તમે લોકો સારી રીતે જાણો છો. જોકે ઉત્તર પ્રદેશના પૈસાને ઉત્તર પ્રદેશના વિકાસમાં લગાવવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આખું યૂપી એક સાથે આગળ વધે તો દેશ આગળ વધે છે. જેથી ડબલ એન્જિનની સરકારનો ફોક્સ યૂપીના વિકાસ પર છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્ર સાથે અમે યૂપીના વિકાસ માટે ઇમાનદારીથી પ્રયત્ન કરી રહ્યા છીએ.
UPમાં લગભગ 80 લાખ મફત વિજળી કનેક્શન આપવામાં આવ્યા - પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે યાદ કરો પાંચ વર્ષ પહેલાની સ્થિતિ. રાજ્યના કેટલાક વિસ્તારને છોડી દો તો બીજા શહેરો અને ગામમાં વિજળી શોધી જડતી ન હતી. ડબલ એન્જિનની સરકારે યૂપીમાં લગભગ 80 લાખ મફત વિજળી કનેક્શન આપ્યા છે. દરેક જિલ્લાને પહેલા કરતા વધારે ગણી વિજળી આપવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર