PM મોદીએ લોન્ચ કરી આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ, રૂ. 20 લાખ સુધીનું મળશે ઈનામ

News18 Gujarati
Updated: July 4, 2020, 6:01 PM IST
PM મોદીએ લોન્ચ કરી આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ, રૂ. 20 લાખ સુધીનું મળશે ઈનામ
ફાઈલ તસવીર

ચીનની હરકતોને જવાબ આપવા માટે ભારત સરકારે 59 ચીની એપ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે મેડ ઈન ઇન્ડિયા એપ ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. આ ચેલેન્જનો મંત્ર છે 'મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ'.

 • Share this:
નવી દિલ્હીઃ ચીન અને ભારતના સીમા ઉપર ચાલતા તણાવ વચ્ચે તાજેતરમાં ભારત સરકારે 56 ચીની એપ ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) ડિજિટલ અને આત્મનિર્ભર ભારત તરફ વધુ ડગલું ભરતા આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ (AatmaNirbhar Bharat Innovate Challenge) લોન્ચ કરી છે. પીએમ મોદીએ આ ચેલેન્જરની માહિતી ટ્વીટ કરીને આપી છે.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને અટલ ઇનોવેશન મિશનની ભાગીદારી અંતર્ગત નીતિ આયોગે ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે. જે અંતર્ગત તમારે મોબાઇલ ગેમ્સ, સોશિયલ મીડિયા અને ફોટો-વીડિયો એડિટિંગ એપ બનાવવાની રહેશે. આ 'ચેલેન્જનો મંત્ર છે મેક ઇન ઇન્ડિયા ફોર ઇન્ડિયા એન્ડ ધ વર્લ્ડ' (Make in India for India and the World)

આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની કેટેગરી


 • ઓફિસ પ્રોડક્ટિવિટી એન્ડ વર્ક ફ્રોમ હોમ

 • સોશિયલ નેટવર્કિંગ
 • ઈ-લર્નિંગ

 • મનોરંજન

 • હેલ્થ એન્ડ વેલનેસ

 • એગ્રીટેક અને ફિટનેસ

 • ન્યૂઝ

 • ગેમ્સ


આ પણ વાંચોઃ-કોરોનાનો કંકાસ! મુંબઈમાં કોરોનાનો કહેર વધતા મહિલા પતિ સાથે અમદાવાદ સાસરે આવી, અને પછી..

આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની સબ કેટેગરી • એસા ફેશિયલ રિકોગ્નિશન/ બોડી મેપિંગ એપ જેનાથી લોકો ખરીદતા પહેલા

 • કપડાનું મેચિંગ અને ચશ્માની ફ્રેમ વર્ચૂઅલી ટ્રાય કરી શકે

 • રિયલ ટાઈમ સ્પીચ ટૂ સ્પીચ ટ્રાન્સલેશન અને કેમેરા ટ્રાન્સલેશન એપ

 • ક્લાઉડ ઈ મેઈલ માટે મોબાઈલ એપ

 • ઈમેજ સ્કેન, ઈમેજ એડિટિંગ અને ટેક્સ રિકોગ્નિશન એપ

 • ક્લાઉડ સ્ટોરેજની સુવિધા આપનારી એપ જેમાં ફાઈલ ટ્રાન્સફર કરવાની સુવિધા હોય


આ પણ વાંચોઃ-સુરતઃ 9 માસ બાદ ખટોદરાના કોન્સ્ટેબલ અને રિક્ષા ચાલકની ધરપકડ, બાઈક છોડાવા માંગી હતી રૂ.15,000ની લાંચ

 • મોબાઈલ ડિવાઈસમાં એન્ટી વાયરસ એપ

 • મોબાઈલ ડિવાઈસની કેશે ક્લિયર કરનારી એપ

 • વીડિયો કોન્ફરન્સિંગ માટે મોબાઈલ એપ

 • મેસેજિંગ અને વીડિયો કોલિંગ માટે એપ

 • માઈક્રો બ્લોગિંગ માટે એપ

 • મશીન લર્નિંગથી સજ્જ ન્યૂઝ એપ

 • મેપિંગ એપ

 • મોબાઈલ આધારિત ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ

 • બધી જ સુવિધાઓથી સજ્જ ફોટો એડિટિંગ એપ


આ પણ વાંચોઃ-કોરોના બન્યો વધુ ખતરનાક! કોરોનાનું નવુ રૂપ સામે આવ્યું, લોકોને વધારે ઝડપથી કરે છે સંક્રમિત

આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જની મહત્વની વાતો

 • વેબસાઈ - innovate.mygov.in

 • આવેદનની છેલ્લી તારીખ- 18 જુલાઈ 2020ના સાંજે 5:30 વાગ્યા સુધી

 • આવેદનની સ્ક્રીનિંગ - 20-24 જુલાઈ 2020

 • જ્યૂરી દ્વારા મૂલ્યાંકન 27 જુલાઈ - 3 ઓગસ્ટ 2020

 • વિજેતાની જાહેરાત - 7 ઓગસ્ટ 2020


મળશે 20 લાખ રૂપિયા સુધીનું ઈનામ
સૌથી સારી એપ્સ માટે સરકારે કેસ એવોર્ડની જાહેરાત પણ કરી છે. જેમાં પહેલા સ્થાન ઉપર આવનારી એપને 20 લાખ રૂપિયા કેસ એવોર્ડ અપાશે. આ જ રીતે બીજા અને ત્રીજા સ્થાન ઉપર રહેનારી એપ્સને ક્રમશઃ 15 લાખ અને 10 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ માટે એક સબકેટેગરી હશે જે અંતર્ગત પહેલા, બીજા અને ત્રીજા સ્થાન માટે ક્રમશઃ 5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
First published: July 4, 2020, 5:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading