Home /News /national-international /Jan Samarth Portal: પીએમે લોન્ચ કર્યું જન સમર્થ પોર્ટલ, હવે લોકોને આસાનીથી મળશે લોન, જાણો કેવી રીતે?

Jan Samarth Portal: પીએમે લોન્ચ કર્યું જન સમર્થ પોર્ટલ, હવે લોકોને આસાનીથી મળશે લોન, જાણો કેવી રીતે?

પીએમ મોદીએ કહ્યું કે આ પોર્ટલ ફક્ત વિદ્યાર્થીઓ, ઉદ્યમીઓ, વેપારીઓ, ખેડૂતોના જીવનને આસાન બનાવશે

PM Narendra Modi launches Jan Samarth Portal - પ્રધાનમંત્રી કાર્યાલયે (પીએમઓ) કહ્યું કે જન સમર્થ પોર્ટલ સરકારી ધિરાણ યોજનાઓને જોડનારું એક વન સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)સોમવારે વિજ્ઞાન ભવનમાં વિત્ત મંત્રાલય અને કોર્પોરેટ મામલાના મંત્રાલયના ‘આઇકોનિક વીક સેલિબ્રેશન’ દરમિયાન ક્રેડિટ સાથે જોડાયેલી સરકારી યોજનાઓ માટે રાષ્ટ્રીય પોર્ટલ જન સમર્થ પોટર્લની (jan samarth portal)શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ પોર્ટલ ફક્ત વિદ્યાર્થીઓ, ઉદ્યમીઓ, વેપારીઓ, ખેડૂતોના જીવનને આસાન બનાવશે. સાથે તેમના સપનાને પુરા કરવામાં મદદ કરશે. વિદ્યાર્થીઓને ખબર પડી જશે કે કઇ સરકારી યોજનાથી તેમને સૌથી વધારે ફાયદો થશે અને તેનો લાભ કેવી રીતે ઉઠાવી શકે છે. આ પોર્ટલ યુવાઓ, મધ્યમ વર્ગ માટે એન્ડ ટૂ એન્ડ ડિલીવરી પ્લેટફોર્મના રુપમાં કામ કરશે. સ્વરોજગારમાં મહત્વની ભૂમિકા નિભાવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે (પીએમઓ) કહ્યું કે જન સમર્થ પોર્ટલ સરકારી ધિરાણ યોજનાઓને જોડનારું એક વન સ્ટોપ ડિજિટલ પોર્ટલ છે. આ પોતાની રીતે પ્રથમ મંચ છે જે લાભાર્થીઓને સીધા લોનધારકો સાથે જોડે છે. જન સમર્થ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગદર્શન અને વિભિન્ન ક્ષેત્રોનો સમાવેશી વિકાસ અને વિકાસને પ્રોત્સાહિત કરવાનો છે. સરળ અને આસાન ડિજિટલ પ્રક્રિયાઓના માધ્મમથી તેમને યોગ્ય પ્રકારથી સરકારી લાભ પ્રદાન કરે છે. પોર્ટલ બધી લિંક્ડ યોજનાઓનું સંપૂર્ણ કવરેજ સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો - પીએમ મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના ખાસ સિક્કા જાહેર કર્યા, દિવ્યાંગ પણ આસાનીથી કરી શકશે ઓળખ

જન સમર્થ પોર્ટલ શું છે?

આ એક ડિજિટલ પોર્ટલ છે જે 13 ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓનોને એક મંચ પર જોડે છે. તેના માધ્યમથી લાભાર્થી કેટલાક સરળ તબક્કામાં ડિજિટલ રુપમાં પાત્રતાની તપાસ કરી શકે છે. પાત્ર યોજના અંતર્ગન ઓનલાઇન અરજી કરી શકે છે અને ડિજિટલ મંજૂરી પ્રાપ્ત કરી શકે છે. તેની ચાર વ્યાજ શ્રેણીઓ છે અને મંચ પર 125થી વધારે લોનદાતા છે.

યોજનાઓ માટે અરજી કેવી રીતે કરીએ?

વર્તમાનમાં તેની ચાર શ્રેણીઓ છે જેમાં એજ્યુકેશન લોન, એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન, આજીવિકા લોન, બિઝનેસ એક્ટિવિટી લોન છે. દરેક લોન શ્રેણી અંતર્ગત વિભિન્ન યોજનાઓને પોર્ટલ પર સુચિબદ્ધ કરવામાં આવી છે. પોતાની મનપંસદ લોન શ્રેણી માટે તમારે પ્રથમ કેટલાક સરળ પ્રશ્નોના ઉત્તર પ્રદાન કરવાના પાત્રતાની તપાસ કરવાની આવશ્યકતા રહેશે. એક વખત જ્યારે તમે તેના માટે લાયક બની જશો તો તમે ડિજિટલ મંજૂરી પ્રાપ્ત કરવા માટે ઓનલાઇન અરજી કરવા માટે આગળ વધી શકો છો.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

દરેક યોજના માટે અલગ-અલગ દસ્તાવેજની જરૂરિયાત હોય છે. પોર્ટલ પર અરજી કરવા માટે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ વગેરેની જરુર પડે છે.
First published:

Tags: Loan, પીએમ મોદી

विज्ञापन