Fit India અભિયાન : PM મોદીએ કહ્યુ- જે ફિટ છે તેઓ પોતાના ક્ષેત્રમાં હિટ છે

News18 Gujarati
Updated: August 29, 2019, 2:50 PM IST
Fit India અભિયાન : PM મોદીએ કહ્યુ- જે ફિટ છે તેઓ પોતાના ક્ષેત્રમાં હિટ છે
ફિટ ઈન્ડિયા અભિયાન હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટીને 15 દિવસીય ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે

ફિટ ઈન્ડિયા અભિયાન હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટીને 15 દિવસીય ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે

  • Share this:
સ્વચ્છ ભારત અભિયાન અને દુનિયાભરમાં યોગનો ડંકો વગાડ્યા બાદ વડાપ્રધાન મોદીના ફિટ ઈન્ડિયા મૂવમેન્ટની શરૂઆત થઈ ગઈ છે.  ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સ્વચ્છ દેશ બનાવવાનું માટેનું આ અભિયાન છે. લોકોને સંબોધિત કરતાં વડાપ્રધાને કહ્યું કે, અહીં ઘણા એવા લોકો છે જે સ્કૂલ-કોલેજ નથી જતાં પરંતુ તેમની અંદર પણ એક સ્ટુડન્ટ જીવતો છે. આજના દિવસે જ આપણે મેજર ધ્યાનચંદ જેવા ખેલાડી મળ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ફિટ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવા માટે આજથી સારો દિવસ ન હોઈ શકે. વડાપ્રધાને કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમના પણ વખાણ કર્યા.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, જે ફિટ છે તે પોત-પોતાના ક્ષેત્રમાં હિટ છે. દરેક પરિવારનો એજન્ડા ફિટનેસ હોવો જોઈએ. આપણે સ્વાર્થથી સ્વાસ્થ્ય તરફ જવાનું છે.


પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, કેટલાક દશકા પહેલા સુધી એક સામાન્ય વ્યક્તિ પગપાળા ચાલતો હતો, કંઈકને કંઈક ફિટનેસ માટે કરતો હતો, પરંતુ આજે ટેક્નોલોજીના કારણે જાણી શકાય છે કે કેટલા પગલા ચાલ્યા છીએ.

વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતમાં અનેક પ્રકારની બીમારીઓ વધી રહી છે, આજે 30 વર્ષના યુવકને પણ હાર્ટ અટેકના સમાચાર આવી રહ્યા છે. તેઓએ કહ્યું કે આપણી લાઇફસ્ટાઇલના કારણે આવું થઈ રહ્યું છે, તેઓએ કહ્યું કે સરકાર પોતાનું કામ કરશે પરંતુ દરેક પરિવારને તેના વિશે વિચારવું પડશે.

ફિટનેસ વિશે વડાપ્રધાને કહ્યું કે, સ્વચ્છ રહેવા અને ફિટ કરેવાનો ફંડા આપણા પૂર્વજોના સમયથી ચાલતો આવી રહ્યો છે. તેઓએ આ દરમિયાન સંસ્કૃતનાચ શ્લોક સંભળાવ્યા અને ફિટનેસના લાભ ગણાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે ફિટનેસ આપણા જીવનનું અભિન્ન અંગ રહ્યું છે, સમયની સાથે ફિટનેસને લઈને સોસાયટીમાં ઉદાસીનતા આવતી રહી છે.

પહેલા વર્ષે ફિઝિલક ફિટનેસનું અભિયાન ચલાવવામાં આવશે જ્યારે બીજા વર્ષે ખાવાની આદતને લઈને અભિયાન ચલાવવામાં આવશે. ત્રીજા વર્ષે પર્યાવરણને સ્વચ્છ રાખવા વિશે અભિયાન ચલાવવામાં આવશે. ચોથા વર્ષમાં બીમારીને દૂર રાખવાનું અભિયાન ચલાવવામાં આવશે.

નોંધનીય છે કે, હોકીના મહાન પ્લેયર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટે ભારતમાં દર વર્ષે નેશનલ સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવે છે. ફિટ ઈન્ડિયા અભિયાનમાં ઉદ્યોગ જગત, ફિલ્મી જગત, રમત-જગત ઉપરાંત અન્ય અનેક હસ્તીઓ સામેલ થશે. આ અભિયાન પર ભારત સરકારના રમત-ગમત મંત્રાલય ઉપરાંત માનવ સંસાધન વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય પરસ્પર સંકલનથી કામ કરશે.

આ અભિયાન હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટીને 15 દિવસીય ફિટનેસ પ્લાન પણ તૈયાર કરવો પડશે અને તેને પોતાના કોલેજ કે યુનિવર્સિટીના પોર્ટલ, વેબસાઇટ પર અપલોડ પર કરવો પડશે.



હાલમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પર સરકારને સલાહ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિમાં ભારતીય ઓલમ્પિક સંઘ (IOA), NSF, સરકારી અધિકારી તથા પ્રસિદ્ધ ફિટનેસ હસ્તીઓને સામેલ કરવામાં આવ્યા. રમત-ગમત તથા યુવા મામલાઓ તરફથી જાહેર એક નિવેદન મુજબ, રાષ્ટ્રવ્યાપી આંદોલનથી શારીરિક પ્રવૃત્તિઓ અને રમતોને નાગરિકોના દૈનિક જીવનમાં સામેલ કરાશે, જેથી તેની શારીરિક ફિટનેસ અને કલ્યાણમાં સુધાર કરવામાં આવી શકે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), IOA, ભારતીય એથલેટિક્સ મહાસંઘ, અખિલ ભારતીય ફુટબોલ મહાસંઘ અને ભારતીય સાઇક્લિંગ મહાસંઘ જેવા રાષ્ટ્રીય મહાસંઘોના સભ્યોને તેમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજૂ આ સમિતિના અધ્યક્ષ છે. આ ઉપરાંત તેમાં ખાનગી એકમોને પણ સામેલ કરવામાં આવ્યા છે.
First published: August 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...