નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ડિજિટલ હેલ્થ મિશનનો (Digital Health Mission) શુભારંભ કરાવ્યો છે. આ મિશન હેઠળ દરેક નાગરિકનું આધાર જેવું યૂનિક હેલ્થ કાર્ડ (Unique Health Card) હશે. પીએમ મોદીએ કહ્યું કે, આપણો દેશ ગર્વની સાથે કહી શકે છે કે 130 કરોડથી વધુ આધાર કાર્ડ બની ચૂક્યા છે. દેશમાં હવે 80 કરોડ ઇન્ટરનેટ યૂઝર છે. દેશમાં 43 કરોડથી વધુ જનધન ખાતા છે. વડાપ્રધાને કહ્યું કે આટલું મોટું ડિજિટલ નેટવર્ક ક્યાંય નથી. યુપીઆઇના માધ્યમથી ક્યાંય પણ ડિજિટલ લેવડ-દેવડમાં આજે ભારત દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ઇ-રુપે વાઉચર પણ એક સામાન્ય પહેલ છે. આરોગ્ય સેતુ એપથી કોરોના સંક્રમણને અટકાવવામાં મદદ મળી છે. તેનાથી લોકોને ઘણી જાગૃત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, 21મી સદીમાં આગળ વધતા ભારત માટે આજનો દિવસ ખૂબ અગત્યનો છે. છેલ્લા 7 વર્ષથી દેશની આરોગ્ય સેવાઓને મજબૂત કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે, તે આજથી નવા ચરણમાં પ્રવેશ કરી રહ્યું છે. આજથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે. આ મિશન દેશના ગરીબ અને મધ્યમ વર્ગને સારવારમાં જે તકલીફો આવે છે, તેને દૂર કરવામાં મોટી ભૂમિકા નિભાવશે. તેમણે વધુમાં કહ્યું કે, ત્રણ વર્ષ પહેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી પર પંડિતજીને સમર્પિત આયુષ્માન ભારત યોજના સમગ્ર દેશમાં શરૂ થઈ હતી. મને ખુશી છે કે આજથી આયુષ્માન ભારત ડિજિટલ મિશન પણ સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનના પાયલટ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. હાલ PM-DHM 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક ચરણમાં લાગુ કરવામાં આવી રહી છે. PM-DHMનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની ત્રીજી વર્ષગાંઠની સાથે જ કરવામાં આવી છે. આધાર કાર્ડ કે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને આપનો આઇડી બનાવી શકાશે. આ આઇડી હેલ્થ રેકોર્ડ રાખવામાં મદદ કરશે.
Today, I would like to express gratitude to all doctors, nurses, medical staff of the nation. Be it vaccination or treatment of COVID patients, their efforts gave a huge relief to the nation & helped it in fight against Corona: PM at the launch of Ayushman Bharat Digital Mission pic.twitter.com/wvBNrw2ul5
પીએમ મોદીએ કહ્યું કે, આયુષ્માન યોજના હેઠળ બે કરોડથી લોકો વધુ મફત સારવારની લાભ ઉઠાવી ચૂક્યા છે. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ છે. બીજી તરફ, ઇ-સંજીવની યોજના હેઠળ સવા કરોડથી વધુ લોકો ઘરે બેઠા જાણીતા ડૉક્ટરોથી સારવાર માટે સલાહ લઈ ચૂક્યા છે. વડાપ્રધાને કહ્યું કે, વૃદ્ધ અને મહિલાઓ કહેતી હતી કે તેઓ એટલા માટે સારવાર નથી કરાવતા કારણ કે પોતાના સંતાનો પર કોઈ દેવું છોડીને નથી જવા માંગતા. પીએમ મોદીએ કહ્યું કે, હજુ તો કોરોના કાળ છે, પરંતુ આ પહેલા તેઓ જ્યારે પણ રાજ્યોમાં જતા હતા તો આયુષ્માન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરતા હતા.
નોંધનીય છે કે, આ પરિયોજના હેઠળ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશો અંડમાન અને નિકોકાર દ્વીપસમૂહ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લદાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં પાયલટ ચરણમાં લોન્ચ કરવામાં આવી હતી. PM-DHMના સંદર્ભમાં સ્વાસ્થ્ય પ્રાધિકરણ, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સીઇઓ ડૉ. આર.એસ. શર્માએ કહ્યું હતું કે, આ પ્રકારના ડિજિટલ કોમ્યુનિકેશન ડૉક્ટર્સના મોટા સમૂહ સુધી પહોંચવામાં મદદ કરશે. આ માત્ર આરોગ્ય સેવાઓને મદદરુપ સાબિત થશે ઉપરાંત નીતિ નિર્માતાઓ માટે ડેટા એકત્ર કરવામાં મદદ કરશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર