ઉત્તર પ્રદેશના પોલિટિક્સમાં PM મોદીના નજીકના એકે શર્માની એન્ટ્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા

ઉત્તર પ્રદેશના પોલિટિક્સમાં PM મોદીના નજીકના એકે શર્માની એન્ટ્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીક રહેલા ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈએએસ અરવિંદ કુમાર શર્માને ઉત્તર પ્રદેશમાં સંગઠનમાં એક પદ આપીને અટકળો પર વિરામ લગાવી દીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીક રહેલા ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈએએસ અરવિંદ કુમાર શર્માને ઉત્તર પ્રદેશમાં સંગઠનમાં એક પદ આપીને અટકળો પર વિરામ લગાવી દીધો

 • Share this:
  લખનઉ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (pm narendra modi) નજીક રહેલા પૂર્વ આઇએએસ અધિકારી એકે શર્માને (ak sharma) ઉત્તર પ્રદેશમાં (uttar pradesh) સંગઠનમાં એક પદ આપીને અટકળો પર વિરામ લગાવી દીધો છે. એકે શર્માને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે.

  ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈએએસ અરવિંદ કુમાર શર્માને (Arvind Kumar Sharma) 14 જાન્યુઆરી 2021ના રોજ લખનઉમાં બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ અને ઉપ મુખ્યમંત્રી ડો. દિનેશ શર્માએ બીજેપીની સદસ્યતા અપાવી હતી. અરવિંદ કુમાર શર્મા પીએમ નરેન્દ્ર મોદીના નજીકના લોકોમાં સામેલ રહ્યા છે અને તેમણે અચાનક વીઆરએસ લઇને યૂપીમાં એમએલસી ચૂંટણી વચ્ચે બીજેપીમાં જોડાયા હતા. ફરીથી તેમને વિધાનસભા પરિષદના સભ્ય બનાવવામાં આવ્યા છે.  આ પણ વાંચો - ધાનેરા નગરપાલિકાની પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં ભાજપે ખેલ પાડ્યો

  આવા સમયે તેમને બીજી મોટી ભૂમિકાઓની અટકળો થતી હતી. ઘટનાક્રમ પછી સંગઠનથી લઇને સરકાર સુધી કેટલાક મોટા નેતાના શ્વાસ વધી ગયા હતા. જોકે પ્રદેશ ઉપાધ્યાક્ષ બનાવ્યા પછી રાજનીતચિક ઉથલપુથલના ગાળામાં નેતાઓને થોડી રાહત થઇ હશે.

  પૂર્વાંચલની સંભાળી હતી કમાન

  ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં જ્યારે સંક્રમણ વધી રહ્યું હતું અને લોકો વચ્ચે ઓક્સિજનને લઇને હાહાકાર મચ્યો હતો ત્યારે એકે શર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં જવાબદારી પૂર્વક પોતાના કાર્યો નિભાવ્યા હતા. આ પછી તેમને પૂર્વાંચલની કમાન સંભાળી હતી. બનારસની બેઠક દરમિયાન જ્યારે પીએમ મોદી વર્ચ્યુઅલ બેઠક લઇ રહ્યા હતા તો તેમણે એમએલસી અને પૂર્વ બ્યૂરોક્રેટની ઘણી પ્રશંસા કરી હતી. આ પછી ફરીથી ચર્ચાઓનું બજાર ગરમ થયું હતું. વિધાનસભા ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરૂ થઇ ગઈ છે તેવા સમયે સંગઠનમાં તેમની ઉપયોગીતા બીજેપી માટે રસ્તો આસાન કરી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:June 19, 2021, 17:51 IST

  ટૉપ ન્યૂઝ