પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે 4 કલાક માટે કરશે કેદરનાથની યાત્રા, જાણો સંપૂર્ણ શિડ્યૂલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 7.45 સુધીમાં કેદરનાથ પહોંચી જશે. (ફાઈલ તસવીર)

Kedarnath Yatra :નક્કી કરવામાં આવેલા કાર્યક્ર્મ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)શુક્રવારે સવારે 7.45એ કેદરનાથ પહોંચી જશે. અને 180 કરોડના વિકાસ કામોનું લોકાપર્ણ કરશે.

  • Share this:
    નોઈડા: વડાપ્રધાન નરેન્દ્ર (PM Narendra Modi)મોદી શુક્રવારે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) પર જશે. અહીં તેઓ મંદાકિની અસ્થાપથ, સંગમ ઘાટ, ફર્સ્ટ એઇડ એન્ડ ટુરીઝમ સેન્ટર, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન(Hospital and police station) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રેઈન શેલ્ટર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન જેવા રૂ. 180 કરોડના કેટલાંક વિકાસ કાર્યોનું લોકાપર્ણ પણ કરશે. આ સિવાય પીએમ મોદી અહીં શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે અને સમાધિ સ્થળનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કેદારનાથમાં લગભગ 4 કલાક રોકાશે.

    નક્કી થયેલા શિડ્યુલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 7.45 કલાકે કેદારનાથ પહોંચશે. સવારે 8 વાગ્યે અહીં કેદારનાથ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા બાદ તેઓ અહીં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ પછી સવારે 8:30 કલાકે તેઓ આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ કરશે. તમને જણાવી દઈએ કે 2013ના પૂરમાં શંકરાચાર્યની સમાધિને નુકસાન થયું હતું. વડાપ્રધાન સવારે 9 વાગ્યે કેદારનાથ મંદિર પરિસરની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરશે. 9:30 વાગ્યે, તેઓ સીએમ પુષ્કર સિંહ ધામી અને અધિકારીઓ સાથે ટૂંકી વાતચીત કરશે અને 10 વાગ્યે ત્યાં એક જાહેર સભાને પણ સંબોધશે. કાર્યક્રમ અનુસાર પીએમ મોદી સવારે 11 વાગ્યે કેદારનાથથી પરત ફરશે.

    આ પણ વાંચો: PM Modi@LoC: દિવાળીમાં જવાનોને પીએમ મોદીએ કહ્યું, સર્જિકલ સ્ટ્રાઈકમાં તમારી ભૂમિકા પર ગર્વ

    સાઘુ સંતો રહેશે ઉપસ્થિત

    કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની આ મુલાકાતને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાંથી સાધુ-સંતોને આમંત્રણ આપ્યું છે. પીએમ મોદીની આ મુલાકાત કેદારપુરીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ અને બીજા તબક્કાની શરૂઆતના અવસર પર થઈ રહી છે. એ પણ નોંધવું જોઈએ કે આવતા વર્ષે ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે હાલમાં 116 કરોડ રૂપિયાના 13 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. સંગમ ઘાટ પર રૂ. 15.48 કરોડમાં પુનઃવિકાસનું કામ અને રૂ. 4.82 કરોડના ખર્ચે પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રનું નિર્માણ મુખ્ય છે.

    આ પણ વાંચો: સાચવજો: દેશમાં કોરોના વાયરસનો ખતરો, સાવચેતીથી કરો તહેવારની ઉજવણી

    પીએમ મોદીએ બોર્ડર પર સૈનિકો સાથે કરી હતી દિવાળીની ઉજવણી 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi on Diwali)એ જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર રાજૌરી જિલ્લામાં નૌસેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે દિવાળીની (Deepawali 2021) ઉજવણી કરી હતી. સર્જિકલ સ્ટ્રાઈકમાં (Surgical Strike)માં આ બ્રિગેડની ભૂમિકા પર ગર્વ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું કે 2016માં નિયંત્રણ રેખા (એલઓસી) પાસે સર્જિકલ સ્ટ્રાઈક ભારતીય સેનાની ક્ષમતાઓનું પ્રતિક છે અને તે પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા કે, સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ ભારતમાં આપણા સૈનિકો પાછા સુરક્ષિત આવે.
    Published by:kuldipsinh barot
    First published: