નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra Modi)જાપાનમાં 24 મે ના રોજ ક્વાડ શિખર સંમેલન (Quad summit)માટે લગભગ 40 કલાકના પોતાના પ્રવાસ દરમિયાન વિશ્વના ત્રણ નેતાઓ સાથે બેઠક સહિત 23 કાર્યક્રમોમાં સામેલ થશે. આધિકારિક સૂત્રોએ આ જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું કે મોદી ટોક્યોમાં ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન(joe biden), ઓસ્ટ્રેલિયા તથા જાપાનના પ્રધાનમંત્રીઓ સાથે સામેલ થશે. તેમણે કહ્યું કે પીએમ મોદી પોતાની યાત્રા (pm narendra modi japan visit)દરમિયાન વેપાર, રાજનયિક અને સામુદાયિક વાતચીત કરશે.
સૂત્રોએ જણાવ્યું કે તે 30થી વધારે જાપાની સીઇઓ અને સેંકડો ભારતીય પ્રવાસી સદસ્યો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી એક રાત ટોક્યોમાં પસાર કરશે અને બે રાત વિમાનમાં યાત્રા કરશે. યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે યોજાઇ રહેલા શિખર સંમેલન દરમિયાન પીએમ મોદી બાઇડેન અને જાપાનના પ્રધાનમંત્રી કુમિયો ફિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પીએમ મોદી ઓસ્ટ્રેલિયન સમકક્ષ સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.
હિંદ-પ્રશાંત ક્ષેત્રના પડકાર સાથે અન્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા સંભવ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ક્વાડના અન્ય નેતાઓ 24 મે ના રોજ ટોક્યોમાં થનાર શિખર સંમેલનમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રના પડકારો અને તકોની સાથે-સાથે અન્ય વૈશ્વિક મુદ્દા પર વિચાર-વિમર્શ કરવાની આશા છે. શિખર સંમેલનમાં સામેલ થવા માટે પીએમ મોદી 23 અને 24 મે ના રોજ જાપાનનો પ્રવાસ કરશે. વિદેશ સચિવ વિનય મોહન કાત્રાએ કહ્યું કે આગામી શિખર સંમેલન નેતાઓના ક્વાડ સ્ટ્રક્ચર અંતર્ગત અત્યાર સુધી થયેલી પ્રગતિનું નિરીક્ષણ કરવા અને ભવિષ્ય માટે માર્ગદર્શન કરવાની તક પ્રદાન કરશે.
વિદેશ સચિવ વિનય મોહન કાત્રાએ શનિવારે પ્રેસ સંમેલનમાં કહ્યું કે ક્વાડ સહયોગ ભેગા મૂલ્યો અને લોકતંત્રના સિદ્ધાંતો, આંતરરાષ્ટ્રીય કાનૂન, નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સાથે-સાથે સ્વતંત્ર, ખુલ્લા અને સમાવેશી હિંદ-પ્રશાંતના દ્રષ્ટિકોણને આગળ વધારે છે. પ્રથમ શિખર સંમેલન પછી ક્વાડ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને બનાવવા પર એક મજબૂત ફોક્સ સાથે સકારાત્મક અને રચનાત્મક એજન્ડાને લાગુ કરવા માટે કામ કરી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર