દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદીનું નામ, આયુષ્માન ખુરાનાને પણ મળ્યું સ્થાન

News18 Gujarati
Updated: September 23, 2020, 11:38 AM IST
દુનિયાના 100 પ્રભાવશાળી લોકોમાં PM મોદીનું નામ, આયુષ્માન ખુરાનાને પણ મળ્યું સ્થાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo: PTI)

TIME 100 Most Influential List: આ યાદીમાં PM મોદી ઉપરાંત ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ, શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ પણ સામેલ

  • Share this:
TIME 100 Most Influential List: અમેરિકાની જાણીતી પત્રિકા ટાઇમે દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને સ્થાન આપ્યું છે. પીએમ મોદીને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સાથે સામેલ કરવામાં આવ્યા છે. આ યાદીમાં સામેલ ભારતીય લોકોમાં બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana), ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ, એચઆઇવી પર રિસર્ચ કરનારા રવિંદર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સામેલ બિલ્કિસનું નામ પણ સામેલ છે.

ટાઇમ મેગેઝિને પીએમ મોદી વિશે લખ્યું છે કે, લોકતંત્ર માટે સૌથી જરૂરી સ્વતંત્ર ચૂંટણી નથી. તેમાં માત્ર એવું જાણવા મળે છે કે કોને સૌથી વધુ વોટ મળ્યા છે. ભારત 7 દશકથી વધુ સમયથી દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર રહ્યું છે. ભારતની 1.3 અબજની વસ્તીમાં ખ્રિસ્તી, મુસ્લિમ, શીખ, બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મના લોકો સામેલ છે.

ટાઇમે કર્યા હતા પીએમ મોદીના વખાણ

ટાઇમ મેગેઝીને આ પહેલા પોતાના એક આર્ટિકલમાં પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. મેગેઝિને ‘મોદી હેઝ યૂનાઇટેડ ઈન્ડિયા લાઇક નો પ્રાઇમ મિનિસ્ટર ઇન ડેકેડ્સ’ એટલે કે ‘મોદીએ ભારતને આવી રીતે એકજૂથ કર્યા છે જે દશકોમાં કોઈ વડાપ્રધાને નથી કર્યા’, શીર્ષક હેઠળ મોટો આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો. આ આર્ટિકલને મનોજ લડવાએ લખ્યો છે જેઓએ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદી ફોર પીએમ અભિયાન ચલાવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું કે, તેમની (મીદી) સામાજિક રૂપથી પ્રગતિશીલ નીતિઓએ તમામ ભારતીયો જેમાં હિન્દુ અને ધાર્મિક લઘુમતીઓ પણ સામેલ છે, ને ગરીબીથી બહાર લાવ્યા છે. આ કોઈ પણ અગાઉની પેઢીના મુકાબલે તેજ ગતિથી થયું છે.

Timeની યાદીમાં આ લોકોનાં પણ નામ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ટાઇમની આ યાદીમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, તાઇવાનની રાષ્ટ્રપ્રમુખ ત્સાઈ ઇંગ વેન, કમલા હેરિસ, જો બાઇડન, જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલ સહિત દુનિયાભરના અનેક નેતા સામેલ છે.


આ પણ વાંચો, રેકોર્ડ સ્તરથી સોનું 6000 રૂપિયા સસ્તું થયું, આ કારણે આજે પણ જોવા મળી શકે છે ઘટાડો

આયુષ્માન ખુરાના એકમાત્ર ભારતીય એક્ટર

આયુષ્માન આ વર્ષની યાદીમાં સામેલ થનારો એકમાત્ર ભારતીય એક્ટર છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ગૌરવને પ્રાપ્ત કરવાની જાણકારી આપી. એક્ટરે લખ્યું કે, ટાઇમ મેગેઝિન દ્વારા જાહેર થયેલા વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થઈને ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. આયુષ્માનના પ્રશંસકો આ સન્માનથી ખૂબ ખુશ છે અને તેને અભિનંદન પાઠવી રહ્યા છે. બે કલાકમાં આયુષ્માનની આ પોસ્ટને અનેક લાખ લોકોએ લાઇક કરી છે. દીપિકા પાદુકોણે પણ આયુષ્માનના વખાણ કર્યા છે.

નોંધનીય છે કે, આયુષ્માન ખુરાનાની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી ટેલેન્ટેડ એક્ટર્સમાં થાય છે. તેણે વર્ષ 2012માં ફિલ્મ વિક્કી ડૉનરથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદથી તે સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે.

આ પણ વાંચો, બદલાઈ ગયો 65 વર્ષ જૂનો અસેન્સિયલ કમોડિટી એક્ટ, દાળ-બટાકા-ડુંગળી હવે નહીં રહે આવશ્યક વસ્તુ

2019માં આયુષ્માની ત્રણ ફિલ્મો આવી - આર્ટિકલ 15, બાલા, ડ્રીમ ગર્લ. ત્રણેય ફિલ્મોના વખાણ થયા. આ પહેલા તેની ફિલ્મ અંધાધૂન અને બધાઈ હો આવી હતી. અંધાધૂન માટે આયુષ્માનને નેશનલ એવોર્ડ મળ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: September 23, 2020, 11:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading