Home /News /national-international /Parliament Winter Session : સંસદમાં BJP સાંસદોની ઓછી હાજરીથી PM નરેન્દ્ર મોદી નારાજ, કહ્યું- પોતાની આદતો બદલો નહીંતર અમે બદલાવ કરીશું

Parliament Winter Session : સંસદમાં BJP સાંસદોની ઓછી હાજરીથી PM નરેન્દ્ર મોદી નારાજ, કહ્યું- પોતાની આદતો બદલો નહીંતર અમે બદલાવ કરીશું

સૂત્રોના મતે પ્રધાનમંત્રીએ આ વાત મંગળવારે બીજેપીની સંસદીય દળની બેઠકમાં કહી હતી

PM Narendra Modi - સતત બાળકોની જેમ સમજાવવા સારું લાગતું નથી - પીએમ મોદી

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Narendra Modi)સંસદના શીતકાલીન સત્રમાં (Parliament Winter Session)ઓછી હાજરીને લઇને બીજેપી સાંસદોને (BJP MP) ફટકાર લગાવી છે. પીએમ મોદીએ પાર્ટી સાંસદોને ચેતાવણી આપતા કહ્યું કે સદનમાં નિયમિત રૂપથી ઉપસ્થિત રહો અને પોતાનો વ્યવહાર બદલો નહીંતર અમારે બદલાવ કરવો પડશે. સૂત્રોના મતે પ્રધાનમંત્રીએ આ વાત મંગળવારે બીજેપીની સંસદીય દળની બેઠકમાં કહી હતી.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે સાંસદોને ઘણી વખત કહેવામાં આવ્યું કે સંસદમાં નિયમિત રૂપથી ઉપસ્થિત રહે. આવું સતત કહેવું સારું લાગતું નથી. કારણ તે તમે બાળકો નથી. અનુશાસનમાં રહો, સમયથી સંસદમાં પહોંચો. પીએમ મોદીએ પાર્ટીના સાંસદોને ચેતાવણી આપતા કહ્યું કે તમે પોતાને બદલો અને અનુશાસિત રહો નહીંતર અમારે ફેરફાર કરવો પડશે. આ પહેલા પણ પ્રધાનમંત્રી લોકસભામાં બીજેપી સાંસદોની ઓછી હાજરીની વાત ઘણી વખત કહી ચૂક્યા છે.

આ પણ વાંચો - Explainer : ધર્મ પરિવર્તન કરીને હિન્દુ બનનારા માટે જાતિ કઈ રીતે નક્કી થાય છે? જાણો વસીમ શા માટે બન્યા ત્યાગી

સતત બાળકોની જેમ સમજાવવા સારું લાગતું નથી - પીએમ મોદી

પીએમ મોદીએ સાંસદોને કહ્યું કે સદનની કાર્યવાહી અને બેઠકોમાં નિયમિત રૂપથી સામેલ રહો અને જનતાના હિતમાં કામ કરો. તેમણે કહ્યું કે મને સારું લાગતું નથી કે હું પાર્ટી સાંસદોની અનુશાસનહીનતાને લઇને પરેશાન રહું અને બાળકોની જેમ સતત તમને સમજાવું.

આ પહેલા પણ પીએમ મોદી ઘણી વખત સાંસદો અને મંત્રીઓના ક્લાસ લઇ ચૂક્યા છે. કેબિનેટ વિસ્તાર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓને અનુશાસનમાં રહેવાની અપીલ કરી હતી. તેમણે બધા મંત્રીઓને મીડિયામાં કારણ વગરના નિવેદનબાજી ના કરવાની સલાહ આપી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે તમારું કામ ચમકવું ના જોઈએ ચહેરો નહીં. બધા મંત્રી સવારથી જ પોતાની ઓફિસ પહોંચે.

આ પણ વાંચો - Omicron variant: ઓમિક્રોનનો સામનો કરવા માટે શું ઈમ્યુનિટી બુસ્ટ કરવી જ શ્રેષ્ઠ ઉપાય, જાણો સત્ય

નવી દિલ્હીમાં મંગળવારે બીજેપી સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા. તેમના સિવાય કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પીયુષ ગોયલ, એસ જયશંકર, પ્રહલાદ જોશી, જીતેન્દ્ર સિંહ સહિત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ બેઠકમાં સામેલ થયા હતા.
First published:

Tags: Parliament, પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ