મોદી સરકાર 2.0 : કિસાનથી લઈને કાશ્મીર સુધી, PM મોદીએ ગણાવી 75 દિવસની 75 સિદ્ધિ

News18 Gujarati
Updated: August 14, 2019, 8:26 AM IST
મોદી સરકાર 2.0 : કિસાનથી લઈને કાશ્મીર સુધી, PM મોદીએ ગણાવી 75 દિવસની 75 સિદ્ધિ
વડાપ્રધાન મોદી (ફાઇલ તસવીર)

પીએમ મોદીએ કહ્યુ કે સરકારે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરતા કાશ્મીરથી લઈને કિસાન માટે સારા કામો કર્યાં છે.

 • Share this:
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતાના બીજા કાર્યકાળના 75 દિવસનું સરવૈયું રજૂ કર્યું છે. સામાન્ય રીતે સરકાર પોતાનું રિપોર્ટ કાર્ડ 100 દિવસમાં રજૂ કરતી હોય છે. તેમણે સરકારે અત્યાર સુધીના કામોને ખૂબ સારા ગણાવ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે સરકારે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરતા કાશ્મીરથી લઈને કિસાન માટે સારા કામો કર્યાં છે.

વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સી IANSને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, અમે સરકાર બનાવ્યાના થોડા દિવસોમાં જ અભૂતપૂર્વ ઝડપ મેળવી લીધી હતી. અમે જે મેળવ્યું છે તે સ્પષ્ટ નીતિ અને યોગ્ય દિશામાં કામ કરવાનું પરિણામ છે. અમારી સરકારે શરૂઆતના 75 દિવસમાં જ ઘણા કામો કરી નાખ્યા છે. સરકારે મિશન મોડ પર જળશક્તિ મંત્રાલય બનાવવાથી લઈને હાલ સૌથી વધારે જરૂરી હોય તેવા મુદ્દાઓનું સમાધાન લાવવા સાથે શરૂઆત કરી છે.જંગી બહુમતિથી ફરીથી જીત મળતા સારા કામો કરી શકે છે સરકાર

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે સરકાર જંગી બહુમતીથી પરત ફરતા સારા કામ કરી શકે છે. સરકારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જે મજબૂત ઇમારત બનાવી હતી તેનું જ પરિણામ છે કે સરકાર 75 દિવસમાં સારા કામ કરી શકી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલા સેંકડો સુધારાઓને કારણે દેશ આજે આ ગતિથી આગળ વધી રહ્યો છે. સરકારના કામો સાથે દેશની ભાવના અને કામો જોડાયેલા છે. આ ફક્ત સરકારને કારણે નહીં પરંતુ સંસદમાં સરકાર મજબૂત હોવાને લીધે થાય છે.

વડાપ્રધાન મોદીએ 17મી લોકસભાના બજેટ સત્રમાં થયેલા સૌથી વધારે કામો અંગે આનંદ વ્યક્ત કરતા કહ્યુ કે, મારા માનવા પ્રમાણે આ નાની સિદ્ધિ નથી. આ ખરેખર ઐતિહાસિક સમય છે, જેણે સંસદને લોકોની જરૂરિયાત પ્રત્યે વધારે જવાબદારી બનાવી છે. અનેક ઐતિહાસિક પહેલ કરવામાં આવી, જેમાં ખેડૂતો અને વેપારીઓ માટે પેન્શન યોજના, મેડિકલ સેક્ટરમાં સુધાર, દેવાળું અને દેવાળું ફૂંકવાના કાયદામાં મહત્વનું સંશોધન, શ્રમ સુધાર વગેરે સામેલ છે. વધારે સમય બગાડ્યા વગર સમજી વિચારીને સાહસી નિર્ણય લેવો એ સરકારની ઓળખ બની ગઈ છે.

370 હટાવી દેતા પાકિસ્તાન હેબતાઈ ગયું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કાશ્મીરથી કોઈ મોટો નિર્ણય ન હોઈ શકે. તેમણે કહ્યુ કે, સરકારે કલમ 370 અને કલમ 35A જે રીતે સફળતાપૂર્વક હટાવી દીધી છે તેનાથી પાકિસ્તાનની આંખો ચાર થઈ ગઈ છે, એટલું જ નહીં તે હેબતાઈ ગયું છે.

પહેલાની સરકાર NMC મુદ્દે આગળ ન વધી

પીએમ મોદીએ NMC બિલને લઈને ડોક્ટરોની નરાજગી અંગે પૂછવામાં આવેલા સવાલ અંગે કહ્યું કે, જ્યારે 2014માં સરકાર બની હતી ત્યારે મેડિકલ શિક્ષણની વ્યવસ્થાને લઈને અનેક ચિંતા સામે આવી હતી. આ પહેલા કોર્ટોએ મેડિકલ શિક્ષણ સંભાળી રહેલી સંસ્થાઓને આકરા શબ્દોમાં ઝાટકી હતી. તેમને ભ્રષ્ટાચારનો ગઢ કહેવાતી હતી. એક સંસદીય સમિતિએ ખૂબ તપાસ પછી મેડિકલ શિક્ષણને લઈને નિરાશાજન તસવીર રજૂ કરી હતી. પહેલાની સરકારે આ ક્ષેત્રે સુધારા અંગે વિચાર્યું હતું પરંતુ તે દિશામાં આગળ વધી ન હતી.

પીએમ મોદીએ કહ્યુ કે અમે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારા કરવાની દિશામાં આગળ વધ્યા છીએ. આ મામલો લોકોના સ્વાસ્થ્ય અને યુવાઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. હાલની વ્યવસ્થા સામે લડવા માટે રાષ્ટ્રીય મેડિકલ આયોગ (NMC) આ ક્ષેત્રમાં દૂરગામી સુધારો છે. આ સુધારાથી ભ્રષ્ટાચાર ખતમ થશે અને પારદર્શકતા વધશે. સરકારે બાળકોની સુરક્ષા માટે ચંદ્રાયાન-2, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહીથી લઈને મુસ્લિમ મહિલાને ત્રણ તલાકથી છૂટકારો મેળવવાના કામો કર્યા છે.
First published: August 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,159,488

   
 • Total Confirmed

  1,623,130

  +19,478
 • Cured/Discharged

  366,407

   
 • Total DEATHS

  97,235

  +1,543
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres