નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (Pradhan Mantri Rashtriya Bal Puraskar awardees) માટે આ વર્ષે 32 બાળકોની પસંદગી કરવામાં આવી છે. બાળકોને આ પુરસ્કાર ઇનોવેશન, રમત-જગત, કળા, સંસ્કૃતિ, બહાદુરી અને સમાજ સેવા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમના અસાધારણ પ્રદર્શન તથા ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત બાળકો સાથે સંવાદ કર્યો એન તેમને શુભકામનાઓ પાઠવી. વડાપ્રધાને પુરસ્કાર વિજેતા બાળકોને સલાહ આપી કે, દર વર્ષે કોઈનું જીવન ચરિત્ર ચોક્કસ વાંચો.
PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પુરસ્કાર મેળવનારા 32 બાળકોને શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, બાળકો તમે જે કામ કર્યું છે, આપને જે પુરસ્કાર મળ્યા છે તે એટલા માટે પણ ખાસ છે કે આપે આ કામ કોરોના કાળમાં કર્યું છે. આટલી નાની ઉંમરમાં પણ આપનું આ કામ આશ્ચર્યમાં મૂકનારું છે. આપ પૈકી જ કાલના દેશના ખેલાડી, વૈજ્ઞાનિક, સીઇઓ ભારતનું ગૌરવ વધારશે. નોંધનીય છે કે, આ વીડિયો કોન્ફરન્સમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) પણ જોડાયા હતાં.
32 children have been awarded the Pradhan Mantri Rashtriya Bal Puraskar, 2021. The award is given to the children with exceptional abilities and outstanding accomplishments, in the fields of innovation, scholastics, sports, arts & culture, social service and bravery. https://t.co/HaoPkauGTG
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર (PMRBP) મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી આપવામાં આવે છે. આ વખતે પુરસ્કાર મેળવનારા બાળકો 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 32 જિલ્લામાંથી છે. મંત્રાલય મુજબ, આ વર્ષે નવાચાર માટે 9 પુરસ્કાર આપવામાં આવ્યા છે. કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સાત પુરસ્કાર આપવામાં આવ્યા છે. બીજી તરફ, શૈક્ષણિક ઉપલબ્ધીઓ માટે પાંચ પુરસ્કાર, ખેલ શ્રેણીમાં સાત પુરસ્કાર, બહાદુરી માટે ત્રણ પુરસ્કાર અને એક બાળકને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમના પ્રયાસો માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે.
જોકે, 63 વર્ષમાં પહેલી વાર બહાદુર બાળકો ગણતંત્ર દિવસ પરેડ (Republic Day Parade)નો હિસ્સો નહીં હોય. 1957થી આ સિલસિલો સતત ચાલી રહ્યો હતો, પરંતુ કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરનારા બાળકો રાજપથ પર નહીં જોવા મળે.
આ પહેલા, વિજેતાઓનું વખાણ કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ કહ્યું હતું કે, મને આશા છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર-2021 વિજેતાઓને પ્રોત્સાહિત કરવા ઉપરાંત લાખો યુવાઓને સપના જોવા, તેમની આકાંક્ષા અને તેમની સીમાઓને વિસ્તાર આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર