માસ્ક વગર ઘરમાંથી બહાર નીકળવાનો વિચાર પણ જોખમી, દેશમાં રિકવરી રેટ 50%થી વધારે : PM મોદી

News18 Gujarati
Updated: June 16, 2020, 4:44 PM IST
માસ્ક વગર ઘરમાંથી બહાર નીકળવાનો વિચાર પણ જોખમી, દેશમાં રિકવરી રેટ 50%થી વધારે : PM મોદી
પીએમ મોદી.

પીએમ મોદી (Narendra Modi)એ મંગળવારે 21 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ 19 (Covid 19) મામલે ચર્ચા કરી. દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,43,09 થઈ ગયા છે.

  • Share this:
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણ મામલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે 21 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. જે બાદમાં તેમણે દેશને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ દેશના લોકોને અપીલ કરી હતી કે માસ્ક (Mask) પહેર્યાં વગર ઘરની બહાર ન નીકળવું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)ના નિયમો ચોક્કસ પાળવા. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતમાં કોરોનાનો પ્રભાવ બીજા દેશની સરખામણીમાં ઓછો છે. દેશનો રિકવરી રેટ પણ 50 ટકાથી વધારે છે.

નરેન્દ્ર મોદીના સંબોધનના અંશો :

- ભારત દુનિયાના એક દેશમાં અગ્રણી છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓનું જીવન બચી રહ્યું છે.

- કોરોનાથી કોઈ પણ ભારતીયનું મોત ખૂબ દુઃખ છે.
- ભારત દુનિયાના એ દેશમાં સામેલ છે જ્યાં કોરોનાને કારણે સૌથી ઓછા મોત થયા છે.
- અનેક રાજ્યના અનુભવ આત્મવિશ્વાસ જગાવે છે. ભારત કોરોનાને આ સંકટમાં પોતાના નુકસાનને સીમિત કરી શક્યું છે.- ભારત પોતાની અર્થવ્યવસ્થાને ઝડપથી સંભાળી શકે છે.
- બે અઠવાડિયાના અનલોક 1.0માંથી એ શીખ મળી છે કે જો આપણે નિયમોનું પાલન કરતા રહીશું તો કોરોના સંકટથી ભારતને ઓછામાં ઓછું નુકસાન થશે.
- માસ્ક પર વધારે ભાર આપવું જરૂરી છે. માસ્ક વગર ઘર બહાર નીકળવાની કલ્પના કરવી પણ યોગ્ય નથી. આવું કરવું વ્યક્તિ તેમજ તેની આસપાસની વ્યક્તિ માટે પણ ખતરનાક છે.
- થોડી પણ ભૂલ આટલો દિવસોની તપસ્યા પર પાણી ફેરવી દેશે. કોરોનાને જેટલો રોકી શકાશે એટલું જ આપણી અર્થવ્યવસ્થા માટે સારું રહેશે. ઑફિસો અને માર્કેટ ખુલશે અને રોજગારીના મોકા વધશે.
- આગામી દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં ઇકોનોમિક પ્રવૃત્તિઓનો વિસ્તાર થશે.

આ પણ વાંચો :  સ્કૂલ ફી માફીની માંગ સાથે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અનેક કાર્યકરોની અટકાયત

મુખ્યમંત્રીઓ સાથેની ચર્ચા દરમિયાન તેમણે કોરોના વાયરસને રોકવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કોરોના બાદ છઠ્ઠી વખત વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાન બુધવારે પણ 17 મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે.

આજે આ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા થઈ

વડાપ્રધાન મોદીએ આજે જે રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશવા વડાઓ સાથે વાતચીત કરી હતી તેમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, ગોવા , મણિપુર, નાગાલેન્ડ, લદ્દાખ, પુડ્ડચેરી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, અંડમાન અને નિકોબાર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, સિક્કીમ અને લક્ષદ્વીપ સામેલ છે.

આ પણ વાંચો : ખુલાસો : રસી મૂકાવ્યા પછી પણ રહેશે કોરોના થવાનો ખતરો
First published: June 16, 2020, 4:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading