Corona: વડાપ્રધાન મોદીએ જિલ્લાધિકારીઓ સાથે કરી બેઠક, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સીનેશનનો આપ્યો મંત્ર

Corona: વડાપ્રધાન મોદીએ જિલ્લાધિકારીઓ સાથે કરી બેઠક, ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને વેક્સીનેશનનો આપ્યો મંત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટી અધિકારીઓને કોરોના સામેના જંગમાં ફીલ્ડ કમાન્ડર ગણાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વહીવટી અધિકારીઓને કોરોના સામેના જંગમાં ફીલ્ડ કમાન્ડર ગણાવ્યા

  • Share this:
    નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોના વાયરસ (Coronavirus)ની સ્થિતિ પર દેશના 46 જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરી. આ બેઠકમાં કર્ણાટક, બિહાર, આસામ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના જિલ્લાધિકારી સામેલ થયા. બેઠકમાં પીએમ મોદીએ જિલ્લાધિકારીઓને ટેસ્ટિંગ (Testing), ટ્રેકિંગ (Tracking), કન્ટેનમેન્ટ (Containment) અને વેક્સીનેશન (Vaccination)નો મંત્ર આપ્યો છે. સાથોસાથ તેઓએ વહીવટી અધિકારીઓને કોરોના સામેના જંગમાં ફીલ્ડ કમાન્ડર ગણાવ્યા છે.

    વડાપ્રધાને જિલ્લાધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું કે, આપણા દેશમાં જેટલા જિલ્લા છે, એટલા જ અલગ-અલગ પડકારો છે. એક રીતે દરેક જિલ્લાના પોતાના અલગ પડકારો છે. તમે તમારા જિલ્લાના પડકારોને ખૂબ સારી રીતે સમજો છો. તેથી જ્યારે આપનો જિલ્લો જીતે છે તો દેશ જીતે છે. જ્યારે આપનો જિલ્લો કોરોનાને હરાવે છે, તો દેશ કોરોનાને હરાવે છે.



    આ પણ જુઓ, Tauktae Cyclone: ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, VIDEO થયા વાયરલ

    ‘ગ્રામ્ય વિસ્તારો પર ધ્યાન આપવું પડશે’

    દેશના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું હોવાથી એક્સપર્સ્ન ચિંતિત છે. તેની પર વડાપ્રધાને કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં હજુ ગ્રામ્ય અને દુર્ગમ ક્ષેત્રોમાં આપણે ખૂબ ધ્યાન રાખવું પડશે. જરૂરી સેવાઓને લઈને વડાપ્રધાને કહ્યું કે, કોવિડ ઉપરાંત આપને આપના જિલ્લાના દરેક નાગરિકની ‘ઇઝ ઓફ લિવિંગ’નું પણ ધ્યાન રાખવાનું છે.

    આ પણ વાંચો, દુનિયામાં સાથે આવ્યા અને સાથે જ કહ્યું અલવિદા, કોવિડે મેરઠના બે જોડીયા ભાઈઓનો લીધો જીવ

    વડાપ્રધાને આ દરમિયાન વાયરસની વિરુદ્ધ લડવાના હથિયારો ટેસ્ટિંગ, ટ્રેકિંગના ફોર્મ્યૂલાનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાને કહ્યું કે, આ વાયરસની વિરુદ્ધ આપણા હથિયાર શું છે? આપણા હથિયાર છે- લોકલ કન્ટેનમેન્ટ ઝોન. આક્રમક તપાસ અને લોકો સુધી યોગ્ય અને પૂરતી જાણકારી. સાથોસાથ તેઓએ કહ્યું કે, ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને કોવિડ વ્યવહાર પર સતત ભાર આપવો જરૂરી છે. તેઓએ કહ્યું કે, કોરોનાની વિરુદ્ધ આ યુદ્ધમાં આપ સૌ એક ખૂબ અગત્યની ભૂમિકામાં છો. આપ એક રીતે આ યુદ્ધના ફીલ્ડ કમાન્ડર છો.
    Published by:Mrunal Bhojak
    First published:May 18, 2021, 14:05 pm

    ટૉપ ન્યૂઝ