ગુજરાતના ગરીબ કલ્યાણ અન્ના યોજનાના લાભાર્થીઓ સાથે 3 ઓગસ્ટે PM મોદી વાતચીત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

PMO એ કહ્યું, 'ગરીબ કલ્યાણ અન્ના યોજના વિશે વધુ જાગૃતિ લાવવા માટે રાજ્યમાં લોકભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.'

 • Share this:
  દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મંગળવારે, 3 ઓગસ્ટે ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના (PMGKAY)ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) મુજબ, PM મોદી PMGKAYના લાભાર્થીઓ સાથે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે.

  PMO એ કહ્યું, 'ગરીબ કલ્યાણ અન્ના યોજના વિશે વધુ જાગૃતિ લાવવા માટે રાજ્યમાં લોકભાગીદારી કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે.' આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.

  આ પણ વાંચોCovid-19 Third Wave: કોરોના વાયરસની ત્રીજી લહેર ક્યારે આવશે? CSIR ચીફે કર્યો ખુલાસો

  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજના COVID-19 રોગચાળા દરમિયાન લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લોકોને મફત અનાજ સુનિશ્ચિત કરે છે. આ અંતર્ગત, 'નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ' હેઠળ તમામ લાભાર્થીઓને પાંચ કિલો અનાજ (ઘઉં કે ચોખા) મફતમાં વહેંચવામાં આવે છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ના યોજનાને નવેમ્બર 2021 સુધી લંબાવી છે.
  Published by:kiran mehta
  First published: