Home /News /national-international /

Independence Day 2022 : પીએમ મોદીએ આપ્યો નવો નારો, જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન, જાણો ભાષણની 10 ખાસ વાતો

Independence Day 2022 : પીએમ મોદીએ આપ્યો નવો નારો, જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન, જાણો ભાષણની 10 ખાસ વાતો

PM મોદીના ભાષણની (PM Narendra Modi independence day speech) ખાસ વાતો (PICS - PM Narendra Modi Twitter)

PM Narendra Modi Independence Day speech - પીએમ મોદીએ કહ્યું- સંકલ્પ પ્રત્યે સમર્પણ સાથે જ્યારે 130 કરોડ દેશવાસી આગળ વધે છે તો હિન્દુસ્તાન 130 પગલા આગળ વધી જાય છે

  નવી દિલ્હી : આઝાદીની 75મી વર્ષગાંઠ (Independence Day 2022) પર લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)દેશવાસીઓને રિસર્ચ પર ભાર આપવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે આ પ્રસંગે હું પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહારી વાજપેયીનું સ્મરણ કરવા માંગીશ. લાલ બહાદુર શાસ્ત્રીએ દેશની જરુરિયાતને ધ્યાનમાં રાખતા જય જવાન, જય કિશાનનો નારો આપ્યો હતો. આ પછી અટલ બિહારી વાજપેયીએ તેમાં જય વિજ્ઞાન જોડ્યું. હવે દેશની જરૂરિયાત જોતા તેમાં નવી ચીજો જોડવી જરૂરી છે. તેથી હવે જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન, જય અનુસંધાનની જરૂરિયાત છે. જાણો પીએમ મોદીના ભાષણની (PM Narendra Modi independence day speech) ખાસ વાતો.

  1. એ ઠીક છે કે પડકારો ઘણા છે. જો આ દેશ સામે કરોડો સંકટ છે તો તેટલા સમાધાન પણ છે. મારો 130 કરોડ દેશવાસીઓ પર વિશ્વાસ છે. નિર્ધારિત લક્ષ્ય સાથે. સંકલ્પ પ્રત્યે સમર્પણ સાથે જ્યારે 130 કરોડ દેશવાસી આગળ વધે છે તો હિન્દુસ્તાન 130 પગલા આગળ વધી જાય છે.

  આ પણ વાંચો - લાલ કિલ્લાની પ્રાચીરથી પીએમ મોદીએ કર્યું પંચપ્રણનું આહ્વાન, જાણો શું છે આ

  2. દેશ સામે બે મોટા પડકાર છે. પ્રથમ ભ્રષ્ટાચાર અને બીજો ભાઇ-ભત્રીજાવાદ, પરિવારવાદ. એક તરફ એવા લોકો છે જેમની પાસે રહેવા જગ્યા નથી અને બીજી તરફ તેવા લોકો છે જેમની પાસે ચોરી કરેલો માલ રાખવાની જગ્યા નથી. આ સ્થિતિ સારી નથી.

  3. આ ભાઈ ભત્રીજાવાદ, પરિવારવાદની વાત કરું છું તો લોકોને લાગે છે કે હું ફક્ત રાજનીતિક ક્ષેત્રની વાત કરી રહ્યો છું. દુર્ભાગ્યથી રાજનીતિની આ બુરાઇએ હિન્દુસ્તાનની બધી સંસ્થાઓમાં પરિવારવાદને પોષિત કરી દીધા છે. તેનાથી મારા દેશની પ્રતિભાને નુકસાન થાય છે.

  4. જે લોકો પાછલી સરકારોમાં દેશને લૂટીને ભાગી ગયો, તેમની સંપત્તિઓ જપ્ત કરીને પાછી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારો પ્રયત્ન છે કે જેમણે દેશને લૂટ્યો તેમણે પાછું આપવું પડે તેવી સ્થિતિ અમે ઉભી કરી રહ્યા છીએ. આપણે ભ્રષ્ટાચાર સામે એક નિર્ણાયક કાલખંડમાં કદમ રાખી રહ્યા છીએ.

  5. આવનાર 25 વર્ષો માટે આપણે પંચપ્રણ પર પોતાની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. આ પંચપ્રણ આ પ્રમાણે છે - પ્રથમ- વિકસિત ભારતના મોટા સંકલ્પો અને સંકલ્પ સાથે આગળ વધવું, બીજું - દાસતાના બધા નિશાન મિટાવી દેવા, ત્રીજું- આપણી વિરાસત પર ગર્વ કરો, ચોથું- એકતાની તાકાત અને પાચમું- નાગરિકોનું કર્તવ્ય જેમાં પીએમ અને સીએમ સામેલ છે. 2047માં જ્યારે આઝાદીના 100 વર્ષ હશે, આઝાદીના દિવાનોના બધા સપના પુરા કરીને જવાબદારી ઉઠાવીને ચાલવું પડશે.

  6. આપણે જોયું છે કે આપણી પ્રતિભા ભાષાના બંધનોમાં બંધાઇ જાય છે. આ ગુલામીની માનસિકતાનું પરિણામ છે. આપણને આપણા દેશની દરેક ભાષા પર ગર્વ હોવો જોઈએ. પોતાની ભાષામાં શિક્ષા જરૂરી છે. ભાષાના કારણે કોઇ વિધ્ન ના આવે તે માટે પ્રબંધ જરૂરી છે.

  આ પણ વાંચો - પીએમ મોદીએ -પરિવારવાદ-ભ્રષ્ટાચારને ગણાવ્યો ઊધઇ જેવો, તેની સામે લડાઇમાં માંગ્યો દેશવાસીઓનો સાથ

  7. આપણે જીવમાં પણ શિવ જોઈએ છીએ. આપણે એ લોકો છીએ જે નરમાં નારાયણ જુવે છે. જે નારીને નારાયણી કહે છે, આપણે તે લોકો છીએ જે છોડમાં પરમાત્મા જોવે છે. આ આપણું સામર્થ્ય છ, જ્યારે વિશ્વ સામે પોતે ગર્વ કરીશું તો દુનિયા કરશે.

  8. જય જવાન, જય કિશાનનો લાલ બહાદુર શાસ્ત્રી જી નો મંત્ર આજે પણ દેશ માટે પ્રેરણા છે. અટલ જી એ જય વિજ્ઞાન કહીને તેમાં એક કડી જોડી દીધી છે. જોકે હવે અમૃતકાળ માટે એક બીજી અનિવાર્યતા છે. તે છે જય અનુસંધાન. જય જવાન, જય કિશાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન.

  9. આજે દેશની સેનાના જવાનોને હ્યદયથી અભિનંદન આપવા માંગું છું. મારી આત્મનિર્ભરતાની વાતને સંગઠિત સ્વરુપથી, સાહસના સ્વરુપથી, સેનાના જવાનો અને સેનાનાયકોએ જે જવાબદારીથી ખભા પર ઉઠાવી છે તેને આજે હું સેલ્યૂટ કરું છું.

  10. ભારત લોકતંત્રની જનની છે. મધર ઓફ ડેમોક્રેસી છે. જેની અંદર લોકતંત્ર હોય છે તે જ્યારે સંકલ્પ કરીને ચાલી પડે તો તે સામર્થ્ય દુનિયાની મોટી-મોટી સલ્તનતો માટે સંકટનું કાળ લઇને આવી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: 75th Independence Day, Independence day, Independence Day Celebration, પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन