ગરવી ગુજરાત ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું 'મિચ્છામી દુક્કડમ'

News18 Gujarati
Updated: September 2, 2019, 8:05 PM IST
ગરવી ગુજરાત ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું 'મિચ્છામી દુક્કડમ'
વડાપ્રધાન મોદીએ ગરવી ગુજરાત ભવનનું ઉદ્ધાટન કર્યું

આ નવું ભવન પ્રધામંત્રી મોદીની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારું બનાવવામાં આવેલું છે.

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગણેશ ચતુર્થીના પર્વે નવી દિલ્હીમાં 7066 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં આકાર પામેલા ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલ વિદેશ મંત્રી એસ જયશંકર તેમજ મંત્રીઓ મહાનુભાવો અને આમંત્રિતો સાંજે 7 કલાકે પ્રધામંત્રીશ્રીના હસ્તે થનારા આ ઉદ્ધાટન વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું ગુજરાત સરકારનો ખાસ આભાર માનવા માગુ છે કે ગુજરાત કેટલાક અહીં આવેલા લોકો છે જેની સાથે 15 વર્ષ બાદ મુલાકાત થઇ રહી છેે. સૌપ્રથમ PM મોદીએ ગણેષ ચતુર્થી તથા મિચ્છામી દુક્કમડ જેવા તહેવારો પર શુભકામના પાઠવી હતી. તેઓએ કહ્યું કે ગુજરાત, દેશ અને હવે દુનિયાના લોકોને મારા મિચ્છામી દુક્કડમ.

અહીં ક્લિક કરી વાંચોઃ દિલ્હીમાં બનેલા 'ગરવી ગુજરાત ભવન'માં આવી સુવિધા હશે, આગ્રાના પથ્થરોમાંથી થયું છે નિર્માણ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું જ્યારે CM હતો ત્યારે મારો એક જ રૂટીન હતો કે હું જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરું છું તે જ પ્રોજેક્ટનું ઉદ્ધાટન મારા હાથે કરું છું. છેલ્લા કેટલાક સમયથી સરકારી કર્મચારીઓમાં સમયસર કાર્ય પૂર્ણ કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.

નવી દિલ્હીના પ્રવર્તમાન ગુજરાત ભવન ઉપરાંત એક વધારાના ભવન ની જરૂરિયાત જણાતા રાજ્ય સરકારની માંગ મુજબ ભારત સરકારે ૨૫ બી અકબર રોડ પર 7066 ચો. મીટર જમીનમાં રૂપિયા 126 કરોડના ખર્ચે આ ભવન બે જ વર્ષ ના ટૂંકા સમય ગાળામાં નિર્માણ પામ્યું છે.દેશની રાજધાની નવી દિલ્હીનો અકબર રોડ અત્યાર સુધી કોંગ્રેસના મુખ્ય કાર્યાલય અને VIP નિવાસ સ્થાનો માટે જાણીતો હતો. બીજી સપ્ટેમ્બરથી આ રોડ દેશના મોડલ પ્રદેશ ગુજરાત ભવન તરીકે પણ ઓળખાશે.

આ નવું ભવન પ્રધામંત્રી મોદીની સંકલ્પના મુજબ ગુજરાતની આગવી ઓળખ પ્રસ્થાપિત કરનારું બનાવવામાં આવેલું છે. ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીમાં ગુજરાતીઓ ને માત્ર આવાસ સુવિધા જ નહિ સાથોસાથ ગૂજરાત ના પારંપરિક હસ્ત કલા કારીગીરી કસબ ની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક રોકાણ માટે નું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે.દિલ્હી વાસીઓ આ ગરવી ગૂજરાત ભવન માં ગુજરાતી ખાન પાન વ્યંજન નો આસ્વાદ પણ માણી શકશે તેવું અદ્યતન સુવિધા સભર આ ગરવી ગૂજરાત ભવન બનવાનું છે.
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर