હૈદરાબાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)શનિવારે હૈદરાબાદના શમશાબાદમાં સ્થિત મંદિરમાં 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની (Saint Sri Ramanujacharya) સ્મૃતિમાં સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટી (Statue of Equality)રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ મૂર્તિની ઊંચાઇ 216 ફૂટ છે. મૂર્તિમાં સંતને હાથ જોડીને પદ્માસનમાં બેસેલા દેખાડવામાં આવ્યા છે. મૂર્તિ પંચલોહાથી બનેલી છે. પાંચ ધાતુઓમાં સોનું, ચાંદી, તાંબુ, પીત્તળ અને જસતનું સંયોજન છે. આ દુનિયામાં બેસવાની સ્થિતિમાં સૌથી ઉંચી ધાતુની મૂર્તિઓમાંથી એક છે.
આ પ્રતિમાને ભદ્ર વેદી નામના 54 ફૂટ ઉંચા આધાર ભવન પર લગાવવામાં આવી છે. જેમાં વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને અનુશંધાન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, એક શૈક્ષિક ગેલેરી માટે સમર્પિત ફર્શ છે. જ્યાં શ્રી રામાનુજાચાર્યના ઘણા કાર્યોનું વિવરણ છે.
પ્રતિમાની પરિકલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયર સ્વામીએ કરી હતી. જેને હવે મૂર્ત રુપ આપવામાં આવ્યું છે. આધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન 12 દિવસીય શ્રી રામાનુજ સહસ્ત્રાબ્દી સમારોહનો ભાગ છે, જે શ્રી રામાનુજાચાર્યની 1000મી જયંતી છે.
રામાનુજાચાર્ય સ્વામીનો જન્મ 1017માં તમિલનાડુનાં શ્રીપેરુમ્બુદુરમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવાચાર્યુલુ અને માતાનું નામ કાંતિમતી હતું. રામાનુજને યમુનાચાર્ય દ્વારા વૈષ્ણવ દીક્ષા લીધી હતી. ભક્તો માને છે કે આ અવતાર ખુદ ભગવાન આદિશે લીધો હતો.
પીએમ મોદીએ ડિજિટલ કૃષિને ભારતનું ભવિષ્ય ગણાવ્યું
આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજધાની સ્થિત પાટનચેરુમાં અર્ધ્વ ઉષ્ણ કટિબંધીય માટે આંતરરાષ્ટ્રીય ફસલ અનુસંધાન સંસ્થાન (આઈસીઆરઆઈએસએટી) પરિસરનો પ્રવાસ કરી સંસ્થાનના 50માં વર્ષગાંઠ સમારોહની શરૂઆત કરી હતી. તેમણે ડિજિટલ કૃષિને ભારતનું ભવિષ્ય ગણાવ્યું અને કહ્યું કે દેશના પ્રતિભાવાન યુવા આમાં શાનદાર કામ કરી શકે છે.
કેન્દ્રનું ધ્યાન 80 ટકાથી વધારે નાના ખેડૂતો પર
પીએમે કહ્યું કે તેમની સરકારનું વિશેષ ધ્યાન દેશના તે 80 ટકાથી નાના ખેડૂતો પર છે અને તે તેમને હજારો કૃષિ ઉત્પાદક સંગઠનો (એફપીઓ)માં સંગઠિત કરની એક જાગરુક અને બજારની મોટી તાકાત બનાવવા માંગે છે. આ વખતે બજેટમાં પ્રાકૃતિક ખેતી અને ડિજિટલ એગ્રીકલ્ચર પર અભૂતપૂર્વ ભાર આપવામાં આવ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર