PM મોદીએ નવા ફ્રેટ કોરિડોરની આપી ગિફ્ટ, કહ્યુ- આ આઝાદી બાદનો સૌથી મોટો રેલ પ્રોજેક્ટ

PM મોદીએ નવા ફ્રેટ કોરિડોરની આપી ગિફ્ટ, કહ્યુ- આ આઝાદી બાદનો સૌથી મોટો રેલ પ્રોજેક્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Eastern Dedicated Freight Corridorના ન્યૂ ભાઉપુર- ન્યૂ ખુર્જા ખંડનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Eastern Dedicated Freight Corridorના ન્યૂ ભાઉપુર- ન્યૂ ખુર્જા ખંડનું ઉદ્ઘાટન કર્યું

  • Share this:
    નવી દિલ્હી/બુલંદશહરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મંગળવારે Eastern Dedicated Freight Corridorના ન્યૂ ભાઉપુર- ન્યૂ ખુર્જા ખંડનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી દર્શાવીને ઉદ્ઘાટન કર્યું. આ કોરિડોરનો 351 કિલોમીટર લાંબો ન્યૂ ભાઉપુર- ન્યૂ ખુર્જા (New Bhaupur-New Khurja) ખંડ ઉત્તર પ્રદેશમાં છે અને તેને 5750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ કોરિડોર હાલના કાનપુર-દિલ્હી મેઇન લાઇનની ભીડભાડને ઓછી કરશે અને તે હિસ્સામાં ટ્રેનો ઝડપથી દોડી શકશે.

    આ દરમિયાન પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, આ આઝાદી બાદ સૌથો મોટો રેલ પ્રોજેક્ટ (Rail Project) છે. વડાપ્રધાને કહ્યું કે આજનો દિવસ ભારતીય રેલવે (Indian Railways)ના ગૌરવશાળી અતીતને 21મી સદીની નવી ઓળખ આપનારો છે. ભારત અને ભારતીય રેલવેનું સામર્ય્લ વધારનારો છે. આજે આપણે આઝાદી બાદનો સૌથી મોટો અને આધુનિક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને કાર્યરત થતો જોઈ રહ્યા છીએ.



    વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ ઉપરાંત કહ્યું કે, પ્રયાગરાજ (Prayagraj)માં ઓપરેશન કન્ટ્રોલ સેન્ટર પણ નવા ભારતના નવા સામર્થ્યનું પ્રતીક છે. તે દુનિયાની શ્રેષ્ઠ અને આધુનિક કન્ટ્રોલ સેન્ટર પૈકી એક છે. તેમાં મેનેજમેન્ટ અને ડેટાથી જોડાયેલી ટેક્નોલોજી છે અને ભારતમાં જ તૈયાર થાય છે.

    આ પણ વાંચો, Driverless Metro: જાણો કેવી છે ડ્રાઇવર વગરની મેટ્રો, કેવી રીતે કરે છે કામ?

    આ રૂટની શું છે વિશેષતા?

    નોંધનીય છે કે, Eastern Dedicated Freight Corridor (1856 માર્ગ કિમી) લુધિયાના (પંજાબ)ની પાસે સાહનેવાલથી શરૂ થાય છે અને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ રાજ્યમાંથી પસાર થઈને પશ્ચિમ બંગાળના દાનકુનીમાં સમાપ્ત થાય છે.

    આ પણ વાંચો, હિમાચલમાં બરફવર્ષાઃ 2 હાઇવે સહિત 401 રોડ બંધ, મનાલી સહિત 7 સ્થળે પારો માઇનીસથી નીચે

    તેનું નિર્માણ ડેડિકેટડ ફ્રેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેને સમર્પિત માલવાહન કોરિડોરના નિર્માણ અને સંચાલન માટે વિશેષ રૂપથી સ્થાપિત કરવામાં આવ્યું છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 29, 2020, 12:01 pm

    ટૉપ ન્યૂઝ