PM Modi inaugurates Deoghar Airport : પીએમ મોદીએ કહ્યું - આજે દેવધરથી કોલકાતા વચ્ચે વિમાન સેવા શરુ થઇ ગઈ છે. જલ્દી દેવધરથી રાંચી, પટના અને દિલ્હી માટે ફ્લાઇટ સર્વિસ શરુ થઇ જશે
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)મંગળવારે દેવધર એરપોર્ટનું (Deoghar Airport)ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ (PM Modi)કહ્યું કે આજે દેવધરથી કોલકાતા વચ્ચે વિમાન સેવા શરુ થઇ ગઈ છે. જલ્દી દેવધરથી રાંચી, પટના અને દિલ્હી માટે ફ્લાઇટ સર્વિસ શરુ થઇ જશે. પીએમ મોદીએ ઝારખંડને 16800 કરોડની અન્ય યોજનાઓની પણ ભેટ આપી છે. પીએમ મોદીએ ઝારખંડના ત્રણ અન્ય જિલ્લા દુમકા, બોકારો અને જમશેદપુરમાં પણ એરપોર્ટ (Airport)બનાવવાની જાહેરાત કરી છે.
પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
- પીએમ મોદીએ કહ્યું કે બાબા બૈધનાથના આશીર્વાદથી 16000 કરોડથી વધારે યોજનાઓનું લોકાર્પણ થયું.
- પીએમે કહ્યું કે રાજ્યોના વિકાસથી જ દેશનો વિકાસ થશે.
- આ પરિયોજનાઓ બંગાળ સહિત પૂર્વી ભારતના વિકાસને રફ્તાર આપશે.
- દેવધરથી રાંચી, પટના અને દિલ્હી માટે ફ્લાઇટ સર્વિસ જલ્દી શરુ કરવામાં આવશે.
- 400થી વધારે નવા રુટ્સ પર આજે સામાન્ય નાગરિકને પણ હવાઇ યાત્રાની સુવિધા મળી રહી છે.
- ઉડાન યોજના અંતર્ગત છેલ્લા 5-6 વર્ષોમાં લગભગ 70 નવા સ્થાનોને એરપોર્ટ્સ, વોટર એયરોડોમ્સના માધ્યમથી જોડવામાં આવ્યા છે.
- 1600 કરોડ રૂપિયાની પરિયોજનાઓથી ઝારખંડની આધુનિક કનેક્ટિવિટી, ઉર્જા, સ્વાસ્થ્ય, આસ્થા અને પર્યટનને ઘણું વધારે બળ મળશે.
- છેલ્લા 8 વર્ષોમાં ઝારખંડના હાઇવે, રેલવે, એરબેઝ અને વોટરવેજ કનેક્ટિવિટી સાથે સાથે દેશના આસ્થા અને આધ્યાત્મ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર સુવિધાઓના વિકાસ પર પણ કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે.
- બાબા વૈધનાથ ધામમાં પ્રસાદ યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે.
પીએમ મોદીનો 11.5 કિલોમીટર લાંબો રોડ શો
પીએમ મોદીએ દેવધર એરપોર્ટથી બૈધનાથ મંદિર સુધી 11.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. આ પહેલા પીએમએ બાબાધામના ગર્ભગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન શિવની પૂજા કરી હતી. પાંચ પંડિતોએ પીએમ મોદીને પૂજા કરાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર