અંદામાનને OFC આપ્યા બાદ PM મોદીએ કહ્યું, હવે મળશે ડિજિટલ ઈન્ડિયાનો ફાયદો

News18 Gujarati
Updated: August 10, 2020, 11:34 AM IST
અંદામાનને OFC આપ્યા બાદ PM મોદીએ કહ્યું, હવે મળશે ડિજિટલ ઈન્ડિયાનો ફાયદો
સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલના કારણે આંદામાન-નિકોબારમાં ઇન્ટરનેટની સ્પીડ વધતાં પ્રવાસન અને રોજગારની તકો વધશેઃ PM નરેન્દ્ર મોદી

સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલના કારણે આંદામાન-નિકોબારમાં ઇન્ટરનેટની સ્પીડ વધતાં પ્રવાસન અને રોજગારની તકો વધશેઃ PM નરેન્દ્ર મોદી

  • Share this:
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે આંદામાન-નિકોબારને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલ (Submarine Optical Fibre Cable)ની ભેટ આપી. આ ફાઇબર કેબલ ચેન્નઇથી પોર્ટ બ્લેર સુધી સમુદ્રની અંદર પાથરવામાં આવી છે. જેની મદદથી આંદામાનમાં હવે ઇન્ટરનેટની સ્પીડ ઘણી વધી જશે. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, આ પ્રોજેક્ટથી આંદામાનના લોકોને ઇઝ ઓફ લિવિંગની સુવિધા મળશે. સાથોસાથ ડિજિટલ ઈન્ડિયાના તમામ લાભ મળશે.

OFCનું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લગભગ દોઢ વર્ષમાં તેનું કામ પૂરું કરી લેવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પહેલા અહીંના લોકો માટે આ ઉપહાર છે. પીએમે કહ્યું કે, સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો, કેબલને પાથરવા અને તેની ગુણવત્તા સાચવવાનું કામ સરળ નથી. વર્ષોથી તેની જરૂરિયાત હતી પરંતુ કામ નહોતું થઈ શક્યું.

આ પણ વાંચો, IPL 2020ની સ્પોન્સરશિપ રેસમાં સામેલ બાબા રામદેવ, પતંજલિ લગાવી શકે છે બોલી

આ પ્રોજેક્ટને લઈને વડાપ્રધાને કહ્યું કે, કનેક્ટિવિટી સારી હોય તો ટૂરિસ્ટ વધુ સમય સુધી ત્યાં રોકાઈ શકશે, જેના કારણે રોજગારના અનેક અવસરો ઊભા થશે. વડાપ્રધાને કહ્યું કે આ એક્ટ ઇસ્ટ પોલિસી હેઠળ આંદામાનની ભૂમિકા વધુ છે અને આગળ પણ વધશે. સરકાર તરફથી આઇલેન્ડ ડેવલપમેન્ટ કમિટીની રચના થઈ અને ઝડપથી પ્રોજેક્ટને પૂરા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, સુશાંતના પિતાએ બીજા લગ્ન કર્યા હતા? સંજય રાઉતના આરોપ પણ જાણો SSRના મામાનો જવાબ

નોંધનીય છે કે, ચેન્નઈથી થઈને આ કેબલ સ્વરાજ દ્વીપ, લિટલ આંદામાન, કાર નિકોબાર, કામરોતા, ગ્રેટ નિકોબાર, લોન્ગ આઇલેન્ડ, રંગતમાં જશે. જેના કારણે આંદામાન-નિકોબારને ઝડપી ઇન્ટરનેટની સેવા મળશે.
Published by: Mrunal Bhojak
First published: August 10, 2020, 11:25 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading