PM મોદીની બુધ્ધ ભૂમિને મોટી ભેટ, કુશીનગરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

PM મોદીએ કર્યું કુશીનગરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન

PM Narendra Modi in UP: ઉત્તર પ્રદેશનાં કુશીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ધાટન ક્યું છે. સાથે જ તે રાજકીય મેડિકલ અને કોલેજ સહિત 12 અન્ય પરિયોજનાઓનું પણ શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.

  • Share this:
    કુશીનગર (ઉપ્ર): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બૌદ્ધ ધર્મનાં અનુયાયીઓ માટે એક પ્રમુખ 'તીર્થસ્થળ' કુશીનગરમાં 260 કરોડ રૂપિયાનાં ખર્ચે 589 એકરમાં બનેલાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું બુધવારે સવારે ઉદ્ધાટન કર્યું છે. તેમણે કહ્યું કે, કુશીનગર આંતરાષ્ટ્રીય એરપોર્ટ (Kushinagar International Airport) ની આ સુવિધા એક પ્રકારે બૌદ્ધ સમાજની શ્રદ્ધાને અર્પિત પુષ્પાંજલિ છે. પ્રધાનમંત્રી તેમની આ યાત્રા દરમિયાન રાજકીય મેડિકલ કોલેજ સહિત 12 અન્ય પરિયોજનાઓ માટે શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) , કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Sindhiya)સહિત ઘણાં રાજનેતા હાજર રહ્યાં.

    આ પણ વાંચો-Coronavirus Update: કોરોના સંક્રમણમાં વધારો, 24 કલાકમાં 14,623 નવાં દર્દી, 197નાં મોત

    PM મોદીએ કહ્યું કે, 'ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા સ્થાનોને વિકસિત કરવા માટે સારી કનેક્ટિવિટી માટે, શ્રદ્ધાળુઓની સુવિધાઓના નિર્માણ પર ભારત દ્વારા આજે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુશીનગરનાં વિકાસ, યૂપી સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે.' તેમણે નવાં હવાઇ માર્ગ અંગે માહિતી આપતાં કહ્યું કે, 'ઉડાન યોજના હેટળ ગત કેટલાંક વર્ષોમાં 900થી વધુ નવાં રુટ્સને સ્વીકૃતિ આપી દેવામાં આવી છે. જેમાં 350થી વધુ હવાઇ સેવા શરૂ થઇ છે. 50 ટકાથી વધુ નવાં એરપોર્ટ કે જે પહેલેથી સેવામાં ન હતા તેમને ચાલૂ કરવામાં આવી ચુક્યા છે. '



    આ દરમિયાન પીએમ મોદીએ એર ઇન્ડિયાનો પણ ઉલ્લેખ કર્યો છે, તેમણે કહ્યું છે કે, 'દેશનાં એવિએશન સેક્ટર પ્રોફેશનલી ચાલે ચે, સુવિધાઓ અને સુરક્ષાઓને પ્રાથમિકતા આપવામાં આવે, જેથી કરીને હાલમાં એર ઇન્ડિયા સાથે જોડાયેલું મોટું પગલું દેશે ઉઠાવ્યું છે. એવું જ એક મોટું રિફોર્મ ડિફેન્સ એરફોર્સને સિવિલ યૂઝ માટે ખોલવા સાથે જોડાયેલું છે.'

    ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રધનમંત્રીનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખી મંગળવારે કુશીનગરની મુલાકાત લીધી હતી અને જાતે જ સંપૂર્ણ તૈયારી અંગે માહિતી મેળવી હતી. આ સમયે પત્રકારો સાથે વાત કરતાં CM યોગીએ કહ્યું હતું કે, 'આ ઉત્તરપ્રદેશનું સૌભાગ્ય છે કે, પ્રધાનમંત્રી દ્વારા ઉત્તર પ્રદેશને આવતી કાલે ત્રીજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ સોંપવામાં આવશે. પૂર્વી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમોત્તર બિહારનાં વિકાસમાં આ નવાં એરપોર્ટનું મોટું યોગદાન રહેશે. તેનાંથી ન ફક્ત પર્યટનની સંભાવનાઓ વધશે પણ રોજગારીનાં અવસર પણ ઉભા થશે. '

    વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
    Published by:Margi Pandya
    First published: