વારાણસી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor)ઉદ્ઘાટન કર્યા પછી રિવર ક્રૂઝ પર ઘણા મુખ્યમંત્રીઓ સાથે અનૌપચારિક બેઠક કરશે. આ પછી વારાણસીના ઘાટો (Varanasi Ghat)પર ગંગા આરતી અને ઉજવણી જોશે. આ જાણકારી રવિવારે એક શીર્ષ અધિકારીએ આપી હતી. વારાણસીના જિલ્લા અધિકારી કૌશલ રાજ શર્માએ કહ્યું કે આ પ્રાચીન નગરીથી સાંસદ પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓને (CM)‘કાશીની ભવ્યતા’બતાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી સોમવારે સવારે વારાણસીના એરપોર્ટ પર પહોંચવાની સંભાવના છે અને ત્યાંથી તે હેલિકોપ્ટરથી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય જશે જ્યાં અસ્થાયી હેલિપેડ બનાવવામાં આવ્યું છે. ત્યાંથી દેવીના દર્શન કરવા કાલ ભૈરવ મંદિર જશે અને પછી કોરિડોરથી લાગેલા ઘાટ સુધી નદીના માર્ગથી જશે.
8 માર્ચ 2019ના રોજ PM મોદીએ રાખી હતી કાશી વિશ્વનાથ કોરિડોરની આધારશિલા
આ કોરિડોરની આધારશિલા પીએમ મોદીએ 8 માર્ચ 2019ના રોજ રાખી હતી. જે મુખ્ય મંદિરને લલિતા ઘાટથી જોડે છે અને ચારેય દિશાઓમાં ભવ્ય દ્વાર અને સજાવટી તોરણ દ્વાર બનાવવામાં આવ્યા છે. વારાણસીના જિલ્લા અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી ઘાટ તરફથી કાશી વિશ્વનાથ ધામ (Kashi Vishwanath Dham) પહોંચશે અને પછી કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. તે નવા કોરિડોરના પરિસર અને ભવનોને જોશે. આ કાર્યક્રમ દેશના બધા ભાગોમાંથી મોટી સંખ્યામાં આવેલા સાધુઓની ઉપસ્થિતિમાં થશે. ઘણા સાધુ પહોંચી ચૂક્યા છે.
નદી તરફથી કોરિડોરમાં પ્રવેશ કરશે પીએમ મોદી
અધિકારીએ કહ્યું કે નદી તરફથી કોરિડોરમાં પ્રવેશ કરવાની તેમની ઇચ્છા હતી જ્યાં બધી વ્યવસ્થા કરવામાં આવી છે. રિવર ક્રૂઝનો પૂર્વાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. લલિતા ઘાટ પર મજૂર એક રેમ્પ બનાવવામાં વ્યસ્ત છે. જ્યાં ક્રૂઝથી કોરિડોરના પ્રવેશ દ્વાર સુધી પ્રધાનમંત્રીને ચાલવા માટે બનાવવામાં આવી રહ્યો છે.
વિભિન્ન ધાર્મિક મઠોથી જોડાયેલ 3000થી વધારે સાધુ અને અન્ય લોકો, કલાકાર અને હસ્તીઓ 13 ડિસેમ્બરે કોરિડોરના ઉદ્ઘાટનમાં ભાગ લેવા માટે ભેગી થઇ રહી છે. કાર્યક્રમ લગભગ બે થી ત્રણ કલાક ચાલશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર