વારાણસી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી (PM Narendra Modi in Varanasi) પહોંચીને કાશીવાસીઓને 1500 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે ગંગામાં રો-રો સર્વિસની પણ શરૂઆત કરી. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે, કોરોના 100 વર્ષમાં સૌથી મોટી આપત્તિ છે, પરંતુ કાશી (Kashi)એ દર્શાવી દીધું કે તે અટકતું નથી. આપ સૌ લોકોએ સ્થિતિને સંભાળી. ઉત્તર પ્રદેશ સરકાર (UP Government)એ કોરોનાની બીજી લહેર (Corona Second Wave)ને રોકવા અને વેક્સીનેશન પર અભૂતપૂર્વ કામ કર્યું છે. પોતાના પ્રયાસોમાં કોઈ કસર રાખી નથી. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં સૌથી વધુ કોરોના ટેસ્ટિંગ થયું છે.
PM મોદીએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યું કે, મફત વેક્સીન આપવામાં આવી રહી છે. દરેક જિલ્લમાં બાળકો માટે ઓક્સિજન અને આઇસીયૂ જેવી સુવિધાઓ ચાલુ કરવાનું બીડું ઉત્તર પ્રદેશ સરકારે ઉઠાવ્યું છે તે પણ પ્રશસંનીય છે. સ્વાસ્થ્ય સુવિધાઓ પર કામ થયું છે. પહેલા જે બીમારીઓ માટે મુંબઈ જવું પડતું હતું હવે પોતાના રાજ્યમાં જ રહીને સારવાર કરાવી શકાય છે. યોગી સરકાર આવ્યા બાદ ઉત્તર પ્રદેશમાં મેડિકલ કોલેજ ચાર ગણી થઈ ગઈ છે.
He (CM Yogi Adityanath) is quickly moving forward in making a modern UP, there is rule of law in UP today. 'Mafia raj' and terrorism have been brought under control. Today, criminals who cast an eye on women know that they won't be able to hide from the law: PM Modi in Varanasi pic.twitter.com/QjJdlpNauw
>> વારાણસીને 1500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ગિફટ.
>> કાશીનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.
>> કાશી પૂર્વાંચલનું મેડિકલ હબ બની ગયું છે.
>> મૌલિક ઓળખની સાથે કાશીનો વિકાસ થઈ રહ્યો છે.
>> આજથી કાશીમાં રો-રો સર્વિસની શરૂઆત થઈ રહી છે. રો-રો સર્વિસથી પર્યટન વધશે.
>> કાશીમાં 700 સ્થળો પર એડવાન્સ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
>> ગંગા નદીમાં ફરતી ડીઝલ બોટના બદલે હવે સીએનજી બોટ લાવવામાં આવી રહી છે.
>> કાશીના ઈતિહાસ અને વાસ્તુનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. રૂદ્રાક્ષ કન્વેન્શનસ સેન્ટર પણ તૈયાર છે.
વડાપ્રધાન મોદીએ આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં કારોબારને લઈને કહ્યું કે, રાજ્ય દેશનું અગ્રણી ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનના રૂપમાં ઉભરી રહ્યું છે. થોડા વર્ષ પહેલા સુધી જે યુપીમાં વેપાર-કારોબાર કરવો મુશ્કેલ મનાતો હતો, આજે મેક ઇન ઈન્ડિયા માટે યૂપી પસંદગીનું સ્થળ બની ગયું છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર