liveLIVE NOW

Narendra Modi In Varanasi : ગંગા આરતીમાં સામેલ થયા PM મોદી, સાથે યોગી સહિત ઘણા CM રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi in Varanasi) વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટનું (Kashi Vishwanath dham project) ઉદ્ઘાટન કર્યુ

  • News18 Gujarati
  • | December 14, 2021, 07:24 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 9 MONTHS AGO
    20:27 (IST)
    19:20 (IST)
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના દશાશ્વમેઘ ઘાટ પર આરતીમાં સામેલ થયા હતા. આજે શહેરમાં શિવ દિપોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સિવાય અન્ય ભાજપાશાસિત રાજ્યોના મુખ્યમંત્રી-ઉપ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

    19:11 (IST)
    15:14 (IST)

    કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે સાંજે 6 વાગ્યે પીએમ મોદી રો-રો જહાજમાં બેસીને પીએમ મા ગંગાની ભવ્ય આરતીના દર્શન કરશે. આ પછી, આવતીકાલે વડાપ્રધાન લગભગ 3.30 વાગ્યે વારાણસીમાં સ્વરવેદ મહામંદિરમાં સદગુરુ સદાફલદેવ વિહંગમ યોગ સંસ્થાનની 98મી વર્ષગાંઠમાં હાજરી આપશે.

    14:47 (IST)

    પીએમ મોદીએ કહ્યુ, આજનું ભારત માત્ર સોમનાથ મંદિરને જ સુંદર બનાવતું નથી પરંતુ દરિયામાં હજારો કિમી ઓપ્ટિકલ ફાઈબર પણ બિછાવે છે. આજનું ભારત માત્ર બાબા કેદારનાથ મંદિરનું જ જીર્ણોદ્ધાર નથી કરી રહ્યું, પરંતુ ભારતીયોને પોતાના દમ પર અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

    14:27 (IST)
      પીએમ મોદીએ કહ્યું, 'કાશી શબ્દોની વાત નથી, લાગણીની રચના છે. કાશી તે છે - જ્યાં જાગૃતિ એ જ જીવન છે! કાશી એ છે - જ્યાં મૃત્યુ પણ મંગળ છે! કાશી તે છે - જ્યાં સત્ય સંસ્કાર છે. કાશી એ છે જ્યાં પ્રેમની પરંપરા છે.

    14:17 (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું એ દરેક શ્રમિક ભાઈ અને બહેનનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમનો પરસેવો આ ભવ્ય સંકુલના નિર્માણમાં વહ્યો છે. તેમણે કોરોનાથી વિપરીત સમયે પણ અહીં કામ અટકવા દીધું નથી. મને હમણાં જ આ મજૂર સાથીદારોને તેમના આશીર્વાદ લેવા મળવાનો લહાવો મળ્યો.

    14:14 (IST)
      મોદીએ સંબોધન કરતાં કહ્યું કે, આજે વિશ્વનાથ ધામ અનંત ઉર્જાથી ભરેલું છે. આ ભવ્ય મંદિરની વિશેષતા આકાશને સ્પર્શી રહી છે. મોદીએ કહ્યું કે બાબા તેમના ભક્તોની સદીઓની સેવાથી ખુશ થયા છે માટે તેમણે આજના દિવસે આપણને આશીર્વાદ આપ્યા છે.

    PM Modi In Varanasi: વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) કાશી વિશ્વનાથ કોરિડોરનું (Kashi Vishwanath Corridor) લોકાર્પણ કર્યું છે. તે પહેલા પીએમ મોદીનો કાફલો કાશીની (Kashi) ગલીઓમાંથી પસાર થયો હતો. પીએમ મોદી ગંગા નદીમાં ડુબકી પણ લગાવી હતી. પીએમ મોદીએ કાશીવિશ્વનાથ મંદિરમાં પૂજા અને અભિષેક કર્યો હતો. પંડિતોએ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીનો બાબા વિશ્વનાથ પર અભિષેક કરાવ્યો હતો. એ પછી પીએમ મોદીએ મંદિર પરિસરમાં ફરીને બાંધકામનુ નિરિક્ષણ પણ કર્યુ હતુ. લોકાર્પણ કરતા પહેલા તેમણે મંદિર પરિસર બનાવતા શ્રમિકો પર પુષ્પવર્ષા કરી હતી અને તેમની સાથે ફોટો પણ પડાવ્યો હતો. એ પછી રિમોટ કંટ્રોલ વડે તેમણે કોરિડોરનુ લોકાર્પણ કર્યુ હતુ.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन