વોશિંગ્ટન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પ્રવાસે (PM Narendra Modi in US)છે. ગુરુવારે તેમણે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરિસ (American VP Kamala Harris)સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કમલા હૈરિસે પાકિસ્તાનનું (Pakistan)નામ લેતા આતંકવાદને (Terrorism) બંધ કરવાની વાત કહી હતી. આ પહેલા પીએમ મોદીએ 5 વૈશ્વિક કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીના અમેરિકા પ્રવાસની ચર્ચા ફક્ત ભારતીય મીડિયામાં જ નથી. પડોશી દેશ પાકિસ્તાની મીડિયાની (Pakistani News Media)પણ મોદીના યૂએસ પ્રવાસ પર નજર છે. પાકિસ્તાની મીડિયાના એન્કર અને ગેસ્ટ પીએમ મોદીનું અમેરિકામાં થયેલા ભવ્ય સ્વાગતને જોઈને દંગ રહી ગયા છે.
શું કહ્યું પાકિસ્તાની મીડિયાએ
પાકિસ્તાની મીડિયાના પ્રાઇમ શો માં મોદીનો પ્રવાસ છવાયેલો રહ્યો છે. પાકિસ્તાની ગેસ્ટ પીએમ મોદીની પ્રશંસા કરતા થાકતા નથી. તેમણે કહ્યું કે મોદી ત્યાં ગયા છે અને પોતાના કામમાં લાગી ગયા છે. એક પાકિસ્તાની ગેસ્ટે કહ્યું કે તેમની ત્યાં 14 મિટિંગ્સ છે. ત્યાં ચાર દેશો સાથે ક્વાડ સમિટમાં પણ ભાગ લેશે. આપણે પણ નજર રાખવી જોઈએ. આપણે પીએમ મોદીની પ્રશંસા કરવી જોઈએ.
અન્ય એક ટીવી એન્કરે કહ્યું કે ઉપરવાળાએ આપણી એટલે કે પાકિસ્તાનીઓની અંદર એવી ક્વોલિટી મુકી છે કે કોઇ આપણી કેટલી પણ બેઇજ્જતી કરે આપણને કશું અનુભવ જ થતો નથી.
પીએમ મોદી અને યૂએસના ઉપ-રાષ્ટ્રપતિ કમલા હૈરિસ વચ્ચે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસની વચ્ચે શુક્રવારે પહેલીવાર વ્યક્તિગત મુલાકાત થઈ હતી. વ્હાઇટ હાઉસમાં (White House) થયેલી આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. સાથોસાથ તેમણે કહ્યું કે તેઓ દુનિયાભરમાં અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. ઉપ-રાષ્ટ્રપ્રમુખે પણ કહ્યું કે, ભારત (India) અને અમેરિકા (USA) સાથે કામ કરવાથી તેની દુનિયા પર ઘેરી અસર હશે.
સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે આપની પસંદગી જરૂરી અને ઐતિહાસિક પ્રસંગ હતો. તમે દુનિયાભરમાં અનેક લોકો માટે પ્રેરણારૂપ છો. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને આપના નેતૃત્વ હેઠળ આપણા દ્વીપક્ષીય સંબંધો નવા શિખરને સ્પર્શ કરશે. પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર