નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (pm narendra modi in uttarakhand)ગુરુવારે ઉત્તરાખંડમાં (uttarakhand)17,500 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ વાળી છ પરિયોજનાઓનું (Project)ઉદ્ઘાટન અને લખવાડ બહુઉદ્દેશીય પરિયોજના સહિત 17 પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જે પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું તેમાં સડક ચૌડીકરણ પરિયોજનાઓ, પિથૌરાગઢમાં એક પનબિજલી પરિયોજના અને નૈનીતાલમાં સીવરેજ નેટવર્ક સામેલ છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ 3400 કરોડ રૂપિયા છે. આ દરમિયાન પીએમ મોદીએ (pm Narendra Modi) રેલીને સંબોધિત કરતા કહ્યું કે પહેલા પહાડોને વિકાસથી વંચિત રાખવામાં આવ્યા હતા. અમે ઉત્તરાખંડને વિકાસનું દશક બનાવીશું.
પીએમ મોદીએ ઉત્તરાખંડની પાછલી સરકારો પર પ્રહાર કરતા કહ્યું કે આજે જનતા જનાર્દન આ લોકોની હકિકત જાણી ચૂક્યા છે તો તે લોકોએ એક નવી દુકાન ખોલી રાખી છે - અફવા ફેલાવવાની. અફવા બનાવો, પછી તેને પ્રવાહિત કરો અને તે અફવાને હકિકત માનીને દિવસ-રાત ચિલ્લાવતા રહો. રેલીમાં પીએમે કહ્યું કે મારો 7 વર્ષનો રેકોર્ડ જોઈ લો. શોધી શોધીને અવી જૂની વસ્તુઓને ઠીક કરવામાં જ મારો સમય જઈ રહ્યો છે. હવે હું કામને ઠીક કરી રહ્યો છું તમે તેને ઠીક કરો.
પીએમે કહ્યું કે ઉત્તરાખંડ પોતાની સ્થાપનાના 20 વર્ષ પૂરા કરી ચૂક્યું છે. આ વર્ષોમાં તમે એવી પણ સરકાર ચલાવનારા જોયા છે જે કહે છે ભલે ઉત્તરાખંડને લૂટી લો, મારી સરકાર બચાવી લો. આ લોકોએ બન્ને હાથથી ઉત્તરાખંડને લૂટ્યું છે. જેમને ઉત્તરાખંડ સાથે પ્રેમ હોય તે આવું વિચારી પણ ના શકે.
પીએમ મોદીએ કહ્યું કે ટનકપુર રેલ લાઇન પર ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન થયો. અમે ઉત્તરાખંડમાં આવાગમનને આસાન બનાવી રહ્યા છીએ. વિકાસ યોજનાઓને દશક સુધી લટકાવી રાખ્યા. પહેલાની અસુવિધા અને અભાવને હવે સુવિધા અને સદ્ભાવમાં ફેરવવામાં આવી રહી છે. તેમણે તમને મૂળ સુવિધાઓનો અભાવ આપ્યો. અમે દરેક વર્ગ દરેક ક્ષેત્ર સુધી શત પ્રતશિત બુનિયાદી સુવિધાઓને પહોંચાડવા માટે દિવસ રાત એક કરી રહ્યા છીએ.
પીએમ મોદીએ કહ્યું કે વિકાસ પરિયોજનાઓમાં વિધ્ન નાખવા માટે તે લોકોનો સ્થાયી ટ્રેડમાર્ડ રહ્યો છે જે પહેલા સરકારમાં હતી. આજે શરૂ થયેલી લખવાર પરિયોજનાનો તે ઇતિહાસ છે. જેના વિશે પ્રથમ વખત 1976માં વિચાર કર્યો હતો. આજે 46 વર્ષ પછી અમારી સરકારે તેના કામની આધારશિલા રાખી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર