Home /News /national-international /PM મોદીએ કહ્યું- આપણા વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા

PM મોદીએ કહ્યું- આપણા વીરોએ આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને માર્યા

વડાપ્રધાને કહ્યું કે તમે અહીં મોદી-મોદીના નારા લગાવી રહ્યા છો અને ત્યાં કેટલાક લોકોની ઊંઘ હરામ થઈ રહી છે

વડાપ્રધાને કહ્યું કે તમે અહીં મોદી-મોદીના નારા લગાવી રહ્યા છો અને ત્યાં કેટલાક લોકોની ઊંઘ હરામ થઈ રહી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નોઈડા અને ગ્રેટર નોઇડને મોટી ભેટ આપી. પીએમ મોદીએ ગ્રેટર નોઇડામાં અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. જેમાં નોઈડા સિટી સેન્ટર- નોઈડા ઇલેક્ટ્રોનિક સિટી સેક્શન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાન સામેલ છે. આ ઉપરાંત પીએમ મોદીએ ખુર્જા અને બક્સર પાવર પ્લાન્ટનું પણ ખાતમૂહુર્ત કર્યું.

સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આપણા વીરોએ આતંકીઓના ઘરમાં ઘૂસીને માર્યા. આતંકના આકાઓને આવા જવાબની આશા નહોતી. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક બાદ આતંકના આકાઓને સમજાઈ ગયું છે કે આ જૂનું ભારત નથી. દેશના વીર જવાન તેમને જવાબ આપી રહ્યા છે, પરંતુ આ દેશના નાગરિક તરીકે સતર્ક રહીને આપણે પણ પોતાની જવાબદારી નિભાવવાની છે.

આ દરમિયાન પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે તમે અહીં મોદી-મોદીના નારા લગાવી રહ્યા છો અને ત્યાં કેટલાક લોકોની ઊંઘ હરામ થઈ રહી છે. એક સમયે નોઈડાની ઓળખ સરકારી ધનની લૂંટ, ઓથોરિટી અને ટેન્ડરમાં થતાં નવા-નવા ખેલ અને જમીન ગોટાળાઓને કારણે થતી હતી. આજે નોઈડા અને ગ્રેટર નોઈડાની ઓળખ વિકાસની પરિયોજનાઓથી થાય છે. હવે દેશમાં લૂંટ કરનારા લોકો મોદી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે.

 પહેલાની સરકારોના આવા જ વલણે દેશના પાવર સેક્ટરને ખરાબ સ્થિતિમાં મૂકી દીધું હતું. દેશના લોકો તે દિવસ ભૂલી નહીં શકે, જ્યારે ટીવી ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ચાલતા હતા કે પાવર પ્લાન્ટમાં એક દિવસ-બે દિવસનો કોલસો બચ્યો છે. દેશના પાવર સેક્ટરને સુધારવા માટે અમારી સરકારે નવા એપ્રોચ સાથે, નવી નીતિયઓની સાથે કામ કર્યું.
First published:

Tags: Lok Sabha Elections 2019, કોંગ્રેસ, નરેન્દ્ર મોદી, પીએમ મોદી, ભાજપ