બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગર્મજોશીથી સ્વાગત માટે રાષ્ટ્ર્પતિ બાઇડેનના આભાર માન્યો. આ સિવાય તેમણે કહ્યું કે અમેરિકાના વિકાસમાં ભારતના ટેલેન્ટની મહત્વની ભૂમિકા રહી છે. ભારત અને અમેરિકામાં ટ્રસ્ટીશીપની ભાવના એક જેવી છે
પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા લગભગ 57 મિનિટ ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત-અમેરિકાના સંબંધો આખી દુનિયા માટે ફાયદાકારક હશે
પીએમ મોદીએ કહ્યું કે આજનું દ્વિપક્ષીય શિખર સંમેલન મહત્વપૂર્ણ છે. આપણે આ સદીના ત્રીજા દશકની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ નિશ્ચિત રુપથી આ દશકને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ દશક ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો થવાનો છે. ભારત અને અમેરિકા વચ્ચે વધારે મજબૂત દોસ્તીના બીજ વાવવામાં આવ્યા છે
બાઇડેન સાથે મુલાકાત દરમિયાન સ્થાનીય મીડિયા સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધી હંમેશા ગ્રહની ટ્રસ્ટીશિપ વિશે કહેતા હતા. ટ્ર્સ્ટીશિપની આ ભાવના વિશ્વ સ્તર પર સમયની જરૂરિયાત છે
પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન જો બાઇડેને ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરિસની માતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ભારતથી હતા. ઉપ રાષ્ટ્રપતિના માતા જાણીતા વૈજ્ઞાનિક પણ હતા. બાઇડેને કહ્યું કે આજના સમયમાં શાંતિ, સહનશીલતા અને મૂલ્યોની જરૂર છે. આપણી ભાગીદારી પહેલાથી વધારે વધી રહી છે
જો બાઇડેન સાથે મુલાકાત વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 2014 અને 2016માં મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની હતી. તે સમયે તમે ભારત-અમેરિકા સંબંધો વિશે વાત કરી હતી. તમારી દ્રષ્ટી ઘણી પ્રેરણાદાયક હતી
પીએમ મોદી સાથે બેઠક દરમિયાન જો બાઇડેને કહ્યું- બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે. પીએમ મોદીના વ્હાઇટ હાઉસ આવવાથી ખુશ છુ