liveLIVE NOW

PM Modi in US Updates: પીએમ મોદીએ રાષ્ટ્ર્પતિ બાઇડેનને કહ્યું- ભારત-અમેરિકા માટે આ દશક ઘણો મહત્વનો

PM Narendra Modi in US- વ્હાઇટ હાઉસમાં (White House) થયેલી મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

  • News18 Gujarati
  • | September 25, 2021, 00:12 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: A MONTH AGO

    હાઇલાઇટ્સ

    22:1 (IST)
    બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગર્મજોશીથી સ્વાગત માટે રાષ્ટ્ર્પતિ બાઇડેનના આભાર માન્યો. આ સિવાય તેમણે કહ્યું કે અમેરિકાના વિકાસમાં ભારતના ટેલેન્ટની મહત્વની ભૂમિકા રહી છે. ભારત અને અમેરિકામાં ટ્રસ્ટીશીપની ભાવના એક જેવી છે

    22:1 (IST)
    પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય વાર્તા લગભગ 57 મિનિટ ચાલી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત-અમેરિકાના સંબંધો આખી દુનિયા માટે ફાયદાકારક હશે

    21:48 (IST)
    પીએમ મોદીએ કહ્યું કે આજનું દ્વિપક્ષીય શિખર સંમેલન મહત્વપૂર્ણ છે. આપણે આ સદીના ત્રીજા દશકની શરૂઆતમાં મળી રહ્યા છીએ. તમારું નેતૃત્વ નિશ્ચિત રુપથી આ દશકને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ દશક ભારત અને અમેરિકા માટે ઘણો મહત્વનો થવાનો છે. ભારત અને અમેરિકા વચ્ચે વધારે મજબૂત દોસ્તીના બીજ વાવવામાં આવ્યા છે

    21:40 (IST)


    જો બાઇડેનનું વિઝન પ્રેરક -પીએમ મોદી

    21:38 (IST)
    બાઇડેન સાથે મુલાકાત દરમિયાન સ્થાનીય મીડિયા સાથે વાતચીત કરતા પીએમ મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધી હંમેશા ગ્રહની ટ્રસ્ટીશિપ વિશે કહેતા હતા. ટ્ર્સ્ટીશિપની આ ભાવના વિશ્વ સ્તર પર સમયની જરૂરિયાત છે

    21:36 (IST)
    પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન જો બાઇડેને ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરિસની માતાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તે ભારતથી હતા. ઉપ રાષ્ટ્રપતિના માતા જાણીતા વૈજ્ઞાનિક પણ હતા. બાઇડેને કહ્યું કે આજના સમયમાં શાંતિ, સહનશીલતા અને મૂલ્યોની જરૂર છે. આપણી ભાગીદારી પહેલાથી વધારે વધી રહી છે.

    21:35 (IST)
    જો બાઇડેન સાથે મુલાકાત વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 2014 અને 2016માં મને તમારી સાથે વિસ્તારથી વાત કરવાની હતી. તે સમયે તમે ભારત-અમેરિકા સંબંધો વિશે વાત કરી હતી. તમારી દ્રષ્ટી ઘણી પ્રેરણાદાયક હતી.

    21:28 (IST)
    પીએમ મોદી સાથે બેઠક દરમિયાન જો બાઇડેને કહ્યું- બંને દેશો વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે. પીએમ મોદીના વ્હાઇટ હાઉસ આવવાથી ખુશ છું.

    વોશિંગ્ટન : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi in US) વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden)સાથે મુલાકાત કરી હતી.  બાઇડેન રાષ્ટ્રપતિ બન્યા પછી બંને નેતાઓ વચ્ચે પ્રથમ વખત ફેસ-ટુ-ફેસ મુલાકાત થઇ છે.આ પહેલા વર્ચ્યુઅલ વાતચીત કરી ચૂક્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)સાથે મુલાકાતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) US-ભારતની વધી રહેલી પ્રગાઢતાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi in US)પોતાના દોસ્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે પોતાના મિત્રનું વ્હાઇટ હાઉસમાં (White House) સ્વાગત કરું છું. મેં પીએમ મોદીને કહ્યું કે દરરોજ સીટ પર એક ભારતીય અમેરિકન બેસે છે. કમલા હૈરિસના માતા એક જાણીતા વૈજ્ઞાનિક હતા. ભારત અને અમેરિકા વિશ્વની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. મેં પહેલા પણ કહ્યું હતું કે ભારત અને અમેરિકા સૌથી વધારે નજીકના દેશે હશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસની વચ્ચે શુક્રવારે પહેલીવાર વ્યક્તિગત મુલાકાત થઈ હતી. વ્હાઇટ હાઉસમાં (White House) થયેલી આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. સાથો સાથ તેમણે કહ્યું કે તેઓ દુનિયાભરમાં અનેક લોકો માટે પ્રેરણારૂપ છે. ઉપ-રાષ્ટ્રપ્રમુખે પણ કહ્યું કે, ભારત (India) અને અમેરિકા (USA) સાથે કામ કરવાથી તેની દુનિયા પર ઘેરી અસર હશે.

    સમાચાર એજન્સી એએનઆઇ મુજબ, પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાની ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે આપની પસંદગી જરૂરી અને ઐતિહાસિક પ્રસંગ હતો. તમે દુનિયાભરમાં અનેક લોકો માટે પ્રેરણારૂપ છો. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને આપના નેતૃત્વ હેઠળ આપણા દ્વીપક્ષીય સંબંધો નવા શિખરને સ્પર્શ કરશે. પીએમ મોદીએ કમલા હૈરિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું.