ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગે છે, જાણો કયા કયા દેશોએ તેમને સન્માનિત કર્યા છે

હાલમાંજ અમેરિકાએ તેમને લિજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા. તો ચાલો જાણીએ, આટલા વર્ષોમાં તેમને આ પ્રકારના કેટલા સન્માન પ્રાપ્ત થયા છે.

હાલમાંજ અમેરિકાએ તેમને લિજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા. તો ચાલો જાણીએ, આટલા વર્ષોમાં તેમને આ પ્રકારના કેટલા સન્માન પ્રાપ્ત થયા છે.

 • Share this:
  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્વમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ અને સન્માન મળ્યા છે. મુસ્લિમ દેશો તરફથી પણ તેમને છ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. હાલમાંજ અમેરિકાએ તેમને લિજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા. તો ચાલો જાણીએ, આટલા વર્ષોમાં તેમને આ પ્રકારના કેટલા સન્માન પ્રાપ્ત થયા છે.

  1 - લિજન ઓફ મેરિટ (2020)

  હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન લિજન ઓફ મેરિટ (Legion of Merit)થી સન્માનિત કર્યા હતા. મોદીને આ સન્માન ભારત-અમેરિકાના રાજકીય સંબંધો વધારવા માટે આપવામાં આવ્યું છે. વડાપ્રધાન તરફથી આ સન્માન અમેરિકામાં ભારતના એમ્બેસેડર તરણજિત સિંહ સિંધુએ સ્વીકાર્યું  હતું. ટ્રમ્પ તરફથી આ મેડલ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયને આપ્યો છે. અમેરિકાના મોટા ભાગના અવોર્ડ કોઈ દેશ અથવા સરકારના પ્રમુખને જ આપવામાં આવે છે. મોદી સાથે આ અવોર્ડ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને પણ આપવામાં આવ્યો છે.

  અવોર્ડ આપવાનું આ કારણ

  ભારત માટે અમેરિકા તરફથી કહેવામાં આવ્યું છે કે મોદીની આગેવાનીમાં તેમનો દેશ ગ્લોબલ પાવર બની રહ્યો છે. એ સાથે જ ભારતના વડાપ્રધાને અમેરિકા સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધારવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. શિંજો આબેને આ સન્માન તેમના વિસ્તારમાં સુરક્ષા જાળવી રાખવા અને મોરિસનને ગ્લોબલ ચેલેન્જીસ સામે સફળતાથી ઉકેલ લાવવા માટે આપવામાં આવ્યું છે.

  Farmers Protest: ત્રણ કૃષિ કાયદા રદ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો ઘરે નહીં જાય- રાહુલ ગાંધી

  2 - ગ્લોબલ ગોલકિપર એવોર્ડ (24/09/2019)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સપ્ટેમ્બર 2019માં અમેરિકાના ન્યૂયૉર્કમાં સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લૉબલ ગોલકીપર ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યું હતું. બિલ ગેટ્સના હસ્તે જ પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતું કે ભારતે સ્વચ્છતાની દિશામાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે. WHOના માપદંડોને પૂરા કરતાં દેશને લગભગ 100 ટકા ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) બનાવ્યું છે. તેઓએ એમ પણ કહ્યુ હતું કે, આ સન્માન 130 કરોડ ભારતીયોનું સન્માન છે.  3 – કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં(24/08/2019)

  ઓગષ્ટ 2019માં પીએમ મોદી બેહરીનની મુલાકાતે ગયા હતા. બેહરીનની મુલાકાત લેનારા તેઓ પહેલા ભારતીય વડાપ્રધાન છે. ત્યાં તેમને 'ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં' થી સન્માનિત કરાયા હતા. પીએમ મોદીએ બેહરીનના શાહ હમાદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.  મોદી અને શહજાદા ખલીફાની ઉપસ્થિતિમાં સંસ્કૃતિ, અવકાશ, આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ જેવા ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા.

  4 – માલદીવનું સર્વોચ્ચ સન્માન નિશાન ઈઝ્ઝુદ્દીન (08/06/2019)

  ઓગષ્ટ 2019માં વડાપ્રધાન મોદી પોતાના પ્રથમ વિદેશ પ્રવાસ પર માલદીવ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીને માલદીવના સૌથી મોટા સન્માન નિશાન ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહના પદ ગ્રહણ કર્યા બાદ દ્ધીપક્ષીય સહયોગની ગતિ અને દિશામાં મૌલિક ફેરફાર આવ્યો છે. માલદીવની છેલ્લી સરકારે ચીનના  પ્રભાવમાં આવીને ભારત વિરોધી વલણ દાખવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સન્માન ગ્રહણ કરતા કહ્યું હતું કે ભારતની નીતિ એવી રહી છે કે નેબર ફર્સ્ટ. આ નીતિના પગલે માલદીવને ભારત મહત્વનો ભાગીદાર દેશ માને છે અને તેની સાથે પ્રગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા છે.  5 – ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ સન્માન (12/04/2019)

  રશિયાએ ૧૨ એપ્રિલ ૨૦૧૯ના દિવસે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એપોસ્ટલથી સન્માનિત કર્યા હતા. આ રશિયાનું સર્વોચ્ચ સન્માન છે, જે બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સબંધો તેમજ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે આવ્યું હતું. ભારત અને રશિયા વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી અને રશિયન અને ભારતીય લોકો વચ્ચે મૈત્રીપૂર્ણ સબંધને પ્રોત્સાહન આપવા માટે બજાવેલી સેવા બદલ આ એવોર્ડથી મોદીને સન્માનવામાં આવ્યા હતા.

  6 – યુએઈનું સર્વોચ્ચ સન્માન “ઓર્ડર ઓફ જાયેદ” (04/04/2019)

  એપ્રિલ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએઈના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ જાયદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુએઈના ક્રાઉન પ્રિંસ શેખ મહમદ બિન જાયદ અલ નાહયાનની હાજરીમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બન્ને દેશ વચ્ચે દ્વિપક્ષીય સંબંધ બદલ પીએમ મોદીનું અબુધાબીમાં સન્માન કરવામાં આવ્યુ હતું.

  સંજય લીલા ભણસાલીની 'ગંગૂબાઇ કાઠિયાવાડી'નાં સેટ પરથી વાયરલ થઇ દીપિકા પાદુકોણની તસવીરો

  7 – સિયોલ શાંતિ પુરસ્કાર (22/02/2019)

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેબ્રુઆરી 2019માં વધુ એક સન્માન એનાયત કરાયું હતું. ફરી એકવાર એમણે ભારતીયોને ગૌરવ અપાવ્યું હતું. દક્ષિણ કોરિયા ખાતે બે દિવસીય પ્રવાસે ગયેલા પીએમ મોદીને સિયોલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પુરસ્કાર મેળવનારા તેઓ પહેલા ભારતીય છે. પેનલે પીએમ મોદીને વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર શાંતિ અને સદભાવના સ્થાપિત કરવા માટેના તેમના પ્રયત્નો બદલ આ પુરસ્કાર આપ્યો હતો.

  8 – ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર (14/01/2019)

  જાન્યુઆરી 2019માં મોદીને ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર ત્રણ આધારરેખા પીપલ, પ્રોફિટ અને પ્લેનેટ પર કેન્દ્રિત છે. આ પુરસ્કાર દર વર્ષે દેશનાં કોઈ એક નેતાને એનાયત કરવામાં આવે છે. દેશ માટે અથાક ઊર્જાની સાથે એમની નિઃસ્વાર્થ સેવાનાં કારણે દેશે શ્રેષ્ઠ આર્થિક, સામાજિક અને ટેકનોલોજીકલ વિકાસ પ્રાપ્ત કર્યો છે માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.  9 – ચેમ્પિયન્સ ઓફ અર્થ (03/10/2018)

  ઓક્ટોબર 2018માં મોદીને ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. 'ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ'  પુરસ્કાર મેળવ્યાં બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે 'ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ'નું સન્માન પર્યાવરણની સુરક્ષા માટે ભારતની જનતાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.

  10 – ફિલિસ્તિનનું સર્વોચ્ચ ગ્રેડ કોલર સન્માન (10/02/2018)

  10 ફેબ્રુઆરી 2018 ના રોજ પેલેસ્ટાઈનનો ગ્રાન્ડ કોલર સન્માન પીએમ મોદીને અપાયું હતું. તે વિદેશી મહેમાનોને અપાતું સર્વોચ્ચ સન્માન છે અને ભારત-પેલેસ્ટાઈન ના મજબૂત સંબંધોનું પ્રતીક પણ છે.  11 – આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડ (04/06/2016)

  જૂન 2016માં અફઘાનિસ્તાને પીએમ મોદીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન આમિર અમાનુલ્લાહ ખાન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. અફઘાનિસ્તાનનાં પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાનના સર્વોચ્ચ સન્માનથી તેમને સન્માનિત કર્યા હતા. અફઘાન-ભારત મૈત્રી બાંધના ઉદ્ધાટન સમયે આ એવોર્ડ અપાયો હતો.

  ઘટસ્ફોટ: વડોદરાની SSG હૉસ્પિટલના કોવિડ ICU વૉર્ડમાં ધમણ વેન્ટિલેટરને કારણે લાગી હતી આગ

  12 – સેશ ઓફ કિંગ અબ્દુલ અઝિઝ સન્માન (03/04/2016)

  વર્ષ 2016માં મોદીને સઉદી અરબના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કિંગ અબ્દુલ અજીજ સૈશ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ ઓબામા, ડેવિડ કેમરૂન, પુતિન અને શિંઝો આબેને પણ મળી ચુક્યો છે.

  કહેવાય છેને કે ,ઝુકતી હૈ દુનિયા ઝુકાના વાલા ચાહિયે.. મોદીએ પણ સૌથી વધારે એવોર્ડ મેળવનારા પીએમ બનીને દુનિયાને ઝુકાવી દીધી છે.
  Published by:Kaushal Pancholi
  First published: