Home /News /national-international /Omicron સામે ભારતની યુદ્ધના ધોરણે તૈયારીઓ, દરેક રાજ્યો એલર્ટ પર, PM મોદીએ કરી હાઈલેવલ મીટિંગ

Omicron સામે ભારતની યુદ્ધના ધોરણે તૈયારીઓ, દરેક રાજ્યો એલર્ટ પર, PM મોદીએ કરી હાઈલેવલ મીટિંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

new omicrone coronavirus : નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi High level meeting) એક હાઈલેવલની મીટિંગ કરી હતી. જેમાં પીએમ મોદીએ દેશમાં કોવિડ-19 સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી.

  નવી દિલ્હીઃ કોરોના વાયરસના નવા અને (Coronavirus new variant)સંક્રાત્મક વેરિએન્ટ ઓમિક્રોને (Omicron) દુનિયાના તમામ દેશોની ચિંતા વધારી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના આ વેરિએન્ટને રોકવા માટે દરેક રાજ્યોમાં પહેલાથી જ તૈયારી શરુ કરવામાં આવી છે. દિલ્હી, મધ્ય પર્દેશ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક અને ઉત્તરાખંડ સહિતના વિવિધ પ્રદેશોની સરકારો આ અંગે ગાઈડલાઈન રજૂ કરી દીધી છે.

  જ્યારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi High level meeting) એક હાઈલેવલની મીટિંગ કરી હતી. જેમાં પીએમ મોદીએ દેશમાં કોવિડ-19 સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. અને વધારે સતર્કતા અને સાવધાની રાખવાની વાત જણાવી હતી. કોરોના વાયરસનો આ નવો વેરિએન્ટ ઓમિક્રોન B.1.1.529 સાઉથ આફ્રિકામાં મળ્યો છે. જેણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને વધારે ગંભીર અને ઝડપથી ફેલાનાર વાયરસ ગણાવ્યો છે.

  'ઓમિક્રોન' ના નિવારણ માટે રાજ્યોની તૈયારી
  વિશ્વના કેટલાક દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટની હાજરી પછી ભારતના ઘણા રાજ્યોએ સાવચેતી રાખીને તકેદારી વધારવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ વૈજલે શનિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ કોવિડ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવું જોઈએ. કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે હોસ્પિટલોમાં સારી વ્યવસ્થા હોવી જોઈએ. કેરળ સરકારે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનને લઈને તકેદારી વધારવામાં આવી છે. જો કે, રાજ્યમાં હજુ સુધી આવો કોઈ કેસ સામે આવ્યો નથી, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી.

  મધ્યપ્રદેશના આરોગ્ય મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે રાજ્યમાં આ નવા પ્રકારનો કોઈ કેસ નોંધાયો નથી. પરંતુ રાજ્ય સરકાર આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. જ્યારે મહારાષ્ટ્રમાં, દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવતા તમામ મુસાફરોને ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ મુસાફરોના સેમ્પલ એકત્ર કર્યા બાદ તેમને જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલવામાં આવશે. બીજી તરફ, ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્ય સચિવ, ડીજીપી અને આરોગ્ય સચિવને રાજ્યના તમામ જાહેર સ્થળોએ કોવિડના નિયમોનું પાલન થાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

  કર્ણાટકની ધારવાડ મેડિકલ કોલેજમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 281 થઈ ગઈ છે. દરમિયાન, બેંગલુરુમાં બે દક્ષિણ આફ્રિકાના નાગરિકોને ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપ લાગ્યો હોવાના સમાચારને કારણે લોકોમાં ગભરાટ વધી ગયો છે. જો કે, અધિકારીઓએ કહ્યું કે હજુ સુધી આની પુષ્ટિ થઈ નથી. બંને સંક્રમિત નાગરિકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ, કર્ણાટક સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે.

  આ પણ વાંચોઃ-ગીર સોમનાથઃ વિચલીત કરતો હત્યાનો live video, ચાર યુવકોએ માર મારતા યુવક ચોકમાં જ ઢળી પડ્યો

  નવી દિલ્હીમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને દેશમાં કોવિડ -19 સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરી. લગભગ 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પીએમ મોદીએ નવા પ્રકારોના સંક્રમણને ધ્યાનમાં રાખીને અત્યંત તકેદારી અને સાવધાની રાખવાના નિર્દેશ આપ્યા છે.

  આ પણ વાંચોઃ-જયુપરમાં 5 સ્ટાર હોટલમાં પુત્રીના લગ્ન પહેલા જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી, મહેમાન બનીને આવ્યો હતો ચોર

  વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મીટિંગમાં પીએમ મોદીએ લોકોને માસ્ક લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહ્યું છે જેથી કરીને કોરોના વાયરસના સંક્રમણને ટાળી શકાય. સાથે જ વડાપ્રધાન મોદીએ વિદેશથી ભારત આવતા પ્રવાસીઓ માટેના નિયમોની સમીક્ષા કરવાનું પણ કહ્યું છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Coronavirus, Coronavirus New Variant, Coronavirus news, PM Modi speech

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन