નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (Britain PM Boris Johnson)એ મંગળવારે ભારત પ્રવાસ રદ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે ટેલીફોન પર વાતચીત કરી. વડાપ્રધાન કાર્યાલય તરફથી મંગળવારે આ જાણકારી આપવામાં આવી. આ વાતચીતમાં બોરિસ જોનસને ગણતંત્ર દિવસ સમારોહ (Republic Day Celebration)ના મુખ્ય અતિથિ તરીકે પીએમ મોદીના ભારત આવવાના આમંત્રણ માટે ફરી એક આભાર વ્યક્ત કર્યો. તેઓએ બ્રિટનમાં ફેલાઈ રહેલા કોવિડ-19ના નવા પ્રકાર (Covid-19 New Strain)ને ધ્યાને લઈ લોકતંત્ર દિવસ કાર્યક્રમમાં ભાગ લેવામાં અસમર્થતા પર ખેદ વ્યક્ત કર્યો.
વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી જાણકારી આપવામાં આવી કે બ્રિટનના પીએમ બોરિસ જોનસેને નિકટ ભવિષ્યમાં ભારત આવવાની પોતાની ઉત્સુક્તા દર્શાવી. બીજી તરફ. વડાપ્રધાન મોદીએ બ્રિટનમાં અસાધારણ સ્થિતિ વિશે જોનસન સાથે ચર્ચા કરી અને મહામારીને ફેલાવાથી રોકવા માટે બ્રિટનમાં લેવામાં આવેલા પગલાઓ માટે પોતાની શુભકામનાઓ આપી.
ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે આપ્યું હતું આમંત્રણ
નોંધનીય છે કે, ભારત તરફથી બોરિસ જોનસને ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના નવા સ્રેવ નને કારણે જોનસને પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે.
કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના કારણે બ્રિટનમાં ફરી એક વાર કડક લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે કહ્યું કે સંક્રમણ જેટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે તે ખૂબ દુઃખી કરનારું અને ચિંતાજનક છે.
કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ રાજપથ પર ગણતંત્ર દિવસ સમારોહમાં અનેક ફેરફાર કરવામાં આવી શકે છે. પરેડમાં ભાગ લેનારી ટુકડીઓની સંખ્યા ઘટાડવામાં આવી શકે છે. તેની સાથે જ પરેડના અંતરને ઓછું કરી શકાય છે. કોરોનાને ધ્યાને લઈ પરેડમાં ઓછા લોકોની હાજરી રહેશે. દર વર્ષે ભારત રાજપથ પર ગણતંત્ર દિવસ સમારોહમાં પોતાની સૈન્ય તાકાત, સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને સામાજિક-આર્થિક ઉન્નતિની ઝાંકી રજૂ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર