Home /News /national-international /

PM મોદીએ ગુજરાતીમાં આપી શુભકામનાઓ કહ્યુ,'નવું વર્ષ સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે'

PM મોદીએ ગુજરાતીમાં આપી શુભકામનાઓ કહ્યુ,'નવું વર્ષ સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે'

પીએમ મોદીની ફાઇલ તસવીર

આજે નવા વર્ષના પ્રથમ દિને પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

  અમદાવાદ: વિક્રમ સંવત 2077ની વિદાય થઇ ગઇ છે. નવી આશા, નવા ઉમંગ, નવા પડકારો સાથે વિક્રમ સંવત 2078નો પ્રારંભ થયો છે. ગત વર્ષે દિવાળીના તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગતાં ઉત્સાહની ચમક ફિક્કી પડી ગઇ હતી. પરંતુ આ વખતે કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી મન મૂકીને લોકોએ દિવાળીને તહેવારોની ઉજવણી કરી છે. આ સાથે નવા વર્ષને વધાવવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે નવા વર્ષના પ્રથમ દિને પીએમ નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી છે.

  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, 'સૌ ગુજરાતીઓને નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ…!! આજથી પ્રારંભ થતું નવું વર્ષ….આપના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો ઉજાસ પાથરે, આરોગ્ય નિરામય રહે તથા પ્રગતિના નવા સોપાન સર કરનારું બની રહે એવી અંતઃકરણ પૂર્વકની મનોકામના સાથે નૂતન વર્ષાભિનંદન.....॥'

  ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે ટ્વિટ કરીને ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ છે કે, 'ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્દયપૂર્વકની શુભેચ્છાઓ.' નૂતન વર્ષાભિનંદન.

  નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) પર જશે. અહીં તેઓ મંદાકિની અસ્થાપથ, સંગમ ઘાટ, ફર્સ્ટ એઇડ એન્ડ ટુરીઝમ સેન્ટર, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન(Hospital and police station) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, રેઈન શેલ્ટર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન જેવા રૂ. 180 કરોડના કેટલાંક વિકાસ કાર્યોનું લોકાપર્ણ પણ કરશે. આ સિવાય પીએમ મોદી અહીં શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે અને સમાધિ સ્થળનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન કેદારનાથમાં લગભગ 4 કલાક રોકાશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Bhupendra Patel, ગુજરાત, પીઅેમ નરેન્દ્ર મોદી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन