Home /News /national-international /

મકર સંક્રાંતિ, બિહુ અને પોંગલ પર PM મોદીએ આપી શુભેચ્છાઓ, કહ્યું- ‘ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે આ તહેવાર’

મકર સંક્રાંતિ, બિહુ અને પોંગલ પર PM મોદીએ આપી શુભેચ્છાઓ, કહ્યું- ‘ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે આ તહેવાર’

દેશ આજે મકરસંક્રાતિ, ભોગલી બિહૂ, ટુસૂ પૂજા, પોંગલ, સુગ્ગી, ભોગી, માઘી, ખિચડી, પૌષ પર્વનો તહેવાર ઉજવી રહ્યો છે.

PM Narendra Modi Greets Nation: પીએમ મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિતના નેતાઓએ આજે દેશવાસીઓને મકરસંક્રાતિ, ભોગલી બિહૂ, ટુસૂ પૂજા, પોંગલ, સુગ્ગી, ભોગી, માઘી, ખિચડી, પૌષ પર્વ અને ઉત્તરાયણની શુભેચ્છાઓ આપી છે.

    PM Narendra Modi Greets Nation: ભારતમાં આજે મકરસંક્રાતિ, ભોગલી બિહૂ, ટુસૂ પૂજા, પોંગલ, સુગ્ગી, ભોગી, માઘી, ખિચડી, પૌષ પર્વ અને ઉત્તરાયણનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. આ પર્વ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બધા દેશવાસીઓને વધામણી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘દેશમાં આજે આપણે વિવિધ તહેવારો ઉજવીએ છીએ જે ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતા દર્શાવે છે. મકર સંક્રાતિની તમને બધાને ઘણી ઘણી શુભેચ્છાઓ. પ્રકૃતિની પૂજા સાથે જોડાયોલો આ તહેવાર દરેકના જીવનમાં આરોગ્ય અને આનંદ લઈને આવે.’

    વડાપ્રધાને આ પછી અન્ય ટ્વીટ કરીને દેશવાસીઓને વધામણી આપી. તેમણે માઘ બિહૂ તહેવારના અભિનંદન આપ્યા અને સુખ તેમજ સમૃદ્ધિની કામના કરી. તેમણે ગુજરાતના લોકોને ઉત્તરાયણની શુભકામના આપી. પીએમ મોદીએ પોંગલની શુભેચ્છાઓ આપતા કહ્યું, ‘પોંગલ તમિલનાડુની જીવંત સંસ્કૃતિનો પર્યાય છે. આ ખાસ તહેવાર, બધાને અને ખાસ કરીને આખી દુનિયામાં ફેલાયેલા તમિલ લોકોને મારી શુભેચ્છા. પ્રાર્થના કરું છું કે પ્રકૃતિ સાથે આપણો સંબંધ અને આપણા સમાજમાં ભાઈચારાની ભાવના ટકી રહે.’



    આ નેતાઓએ પણ આપી શુભેચ્છા

    વિદેશ મંત્રી ડો. એસ જયશંકરે પણ આ તહેવારે દેશવાસીઓને શુભેચ્છાઓ આપી. તેમણે એક ટ્વીટ કરીને કહ્યું કે પ્રાર્થના છે કે આ તહેવાર બધાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે. ઉંમગ ભર્યા મકર સંક્રાતિ, માઘ બિહુ અને ઉત્તરાયણ પર તમામને હાર્દિક શુભેચ્છા. પ્રાર્થના કરું છું કે આ તહેવાર બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ તેમજ આરોગ્ય લઈને આવે.



    આ પણ વાંચો: રાજ્યમાં જામ્યો ઉત્તરાયણનો માહોલ, પવનની ગતિ સારી હોવાથી પતંગરસિકોમાં આનંદ

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આપી શુભેચ્છાઓ

    રક્ષા મંત્રી રાજનાથ સિંહે વધામણી આપતા કહ્યું કે મકર સંક્રાતિ, પોંગલ, ભોગલી બિહુ, ઉત્તરાયણ અને પૌષ પર્વના પાવન અવસરે બધાને શુભેચ્છો. બધાને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે. તમારા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના.



    આ પણ વાંચો: ભારતમાં ઓમિક્રોનથી થઈ શકે છે ભારે તબાહી, ડેલ્ટાની જેમ વધશે મૃત્યુદર- સંયુક્ત રાષ્ટ્રની ચેતવણી

    જુદા જુદા રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે આ તહેવાર

    તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિને અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નામ અને રીતથી ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે, તમિલનાડુમાં તેને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે. આસામમાં તેને માઘ બિહુ અને ગુજરાતમાં તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે. અત્યારે પંજાબ અને હરિયાણામાં નવા પાકનું સ્વાગત કરવામાં આવે છે અને લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Festivals, Makar sankranti 2022, PM Modi પીએમ મોદી, Uttarayan, પીએમ નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन