PMના આ ફોટોએ કરી દીધો ઇશારો, સિંધિયા, સોનોવાલ અને રાણેને મળી શકે છે મોટી જવાબદારી

કેન્દ્રીય કેબિનેટમાં (Unioun Cabinet)બુધવારની સાંજે થનાર ફેરબદલ અને વિસ્તાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પદના સંભવિત ચહેરાની સાથે આધિકારિક આવાસ પર મુલાકાત કરી

કેન્દ્રીય કેબિનેટમાં (Unioun Cabinet)બુધવારની સાંજે થનાર ફેરબદલ અને વિસ્તાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પદના સંભવિત ચહેરાની સાથે આધિકારિક આવાસ પર મુલાકાત કરી

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટમાં (Unioun Cabinet)બુધવારની સાંજે થનાર ફેરબદલ અને વિસ્તાર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રી પદના સંભવિત ચહેરાની સાથે આધિકારિક આવાસ પર મુલાકાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા પણ પ્રધાનમંત્રી આવાસ પર ઉપસ્થિત હતા.

    આ બેઠકનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં કેબિનેટ કેવી હશે તેની તસવીર સ્પષ્ટ થતી જોવા મળી રહી છે. આ ફોટોમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ અને નારાયણ રાણે પ્રથમ પંક્તિમાં બેસેલા જોવા મળે છે. તેનાથી એ અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ત્રણેય નેતાઓને મોદી કેબિનેટમાં મોટી જવાબદારી મળી શકે છે. તમને જણાવી દઇએ કે મંત્રીમંડળમાંથી શિક્ષા અને સ્વાસ્થ્ય મંત્રાલયના કેબિનેટ અને રાજ્યમંત્રી બંનેના રાજીનામા થયા છે. આવામાં આ બંને વિભાગ અને મોદી સરકારે જે નવું મંત્રાલય ‘મિનિસ્ટ્રી ઓફ કો ઓપરેશન’ બનાવ્યું છે. આ ત્રણ મોટા મંત્રાલયની જવાબદારી આ ત્રણમાંથી કોઇને મળી શકે છે.

    આ પણ વાંચો - Modi Cabinet Expansion: હર્ષવર્ધન, નિશંક, ગંગવાર સહિત 11 કેન્દ્રીય મંત્રીઓની મોદી કેબિનેટમાંથી છુટ્ટી

    કેન્દ્રીય મંત્રીપરિષદમાં બુધવારની સાંજે થનાર ફેરબદલ અને વિસ્તાર પહેલા કેટલાક મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. જેમાં કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક (Ramesh Pokhriyal Nishank), શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવાર (Santosh Kumar Gangwar), મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી દેબશ્રી ચૌધરી પ્રમુખ છે.

    આ સાથે સદાનંદ ગૌડા, રતન લાલ કટારીયા, બાબુલ સુપ્રિયોએ પણ રાજીનામું આપ્યું છે. કેબિનેટ વિસ્તારથી પહેલા મોદી સરકારના 11 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. જેમાં સંજય ધોત્રે, થારવરચંદ ગેહલોત અને રાવ સાહબ પાટિલ પણ સામેલ છે. આ સાથે પ્રતાપ સારંગી અને સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પણ રાજીનામું આપ્યું છે.
    Published by:Ashish Goyal
    First published: