Home /News /national-international /PM Narendra Modi Kedarnath Visit: પીએમ મોદીએ કેદારનાથના દર્શન કરી આદિશંકરાચાર્યની પ્રતિમાનુ અનાવરણ કર્યુ

PM Narendra Modi Kedarnath Visit: પીએમ મોદીએ કેદારનાથના દર્શન કરી આદિશંકરાચાર્યની પ્રતિમાનુ અનાવરણ કર્યુ

કેદારનાથમાં પીએમ મોદી

સૌથી પહેલા પીએમ મોદી કેદારનાથ ધામમાં ભગવાન શિવની પૂજા કરી હતી.

PM Narendra Modi Kedarnath Visit :  વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચ્યા છે. કેદારનાથ ધામમાં વડાપ્રધાન મોદી ગર્ભગૃહમાં પૂજા કરી હતી. પીએમ મોદી બાબા કેદારનાથને વાઘામ્બર વસ્ત્રો પણ અર્પણ કર્યા હતા. મોદી અહીં શિલાન્યાસ પણ કરશે અને અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે. સૌથી પહેલા પીએમ મોદી કેદારનાથ ધામમાં ભગવાન શિવની પૂજા કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિ ગુરુ શંકરાચાર્યની હાલમાં બનેલ સમાધિ સ્થળ ખાતે શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતુ.

અહીં વડાપ્રધાન દ્વારા સંબોધન પણ થશે, જે દેશભરના 87 મુખ્ય મંદિરો અને તીર્થસ્થળો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.


કેદારનાથ ધામમાં પૂજા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથ ધામ પહોંચી ગયા છે. અહીં તેઓ કેદારનાથ ધામમાં પૂજા કરીને આરતી કરી હતી. નોંધનીય છે કે, ઉત્તરાખંડના CM પુષ્કર ધામી સહિત કેબિનેટ મંત્રીઓએ પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતુ. સંતોએ સાલ ઓઢાડી પ્રધાનમંત્રીનું સન્માન કર્યું.


અહીં તેમણે આદિ શંકરાચાર્યની મૂર્તિનું અનાવરણ પણ કર્યુ હતુ.  2013માં કેદારનાથમાં કુદરતી આફતમાં તેને નુકસાન થયું હતું. વડાપ્રધાન મોદીએ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. આ પ્રતિમા 12 ફૂટ લાંબી છે અને તેનું વજન 35 ટન છે. અહીં વડાપ્રધાન દ્વારા સંબોધન પણ થશે, જે દેશભરના 87 મુખ્ય મંદિરો અને તીર્થસ્થળો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
6 વાર કેદારનાથ ધામ ગયા છે પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવર્ધનપૂજાવાળા દિવસે કેદારનાથ ધામમાં હશે. તેમના મનમાં શ્રી કેદારનાથ ધામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા છે. પ્રધાનમંત્રી બન્યા તે પહેલાથી તેઓ કેદારનાથ ધામની યાત્રાએ જતા હતા.


પ્રધાનમંત્રી બન્યા બાદ પોતાના પહેલા કાર્યકાળમાં તેમણે 6 વાર કેદારનાથની યાત્રા રી છે. આ વખતે પણ દિવાળીના એક દિવસ બાદ બેસતા વર્ષે પીએમ મોદી કેદારધામમાં હશે. આ દરમિયાન કેદારનાથ ધામના પુર્નનિર્માણના પહેલા તબક્કાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

આદિ શંકરાચાર્યની સમાધિ ફરીથી તૈયાર

પીએમ મોદી જે પરિયોજનાઓનું લોકાર્પણ કરવાના છે તેમાં આદિ શંકરાચાર્યજીની સમાધિ પણ સામેલ છે. વર્ષ 2013ની ત્રાસદીમાં આ સમાધિ નષ્ટ થઈ ગઈ હતી. પુર્નનિર્માણ બાદ આદિ શંકરાચાર્યની સમાધિનું સ્વરૂપ વધુ ભવ્ય હશે. પ્રધાનમંત્રી પોતે આ પ્રોજેક્ટની સમીક્ષા કરી રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સરસ્વતી રિટેનિંગ વોલ આસ્થા પથ અને ઘાટ તથા મંદાકિની રિટેનિંગ વોલ આસ્થા પથનું પણ ઉદ્ધાટન કરશે. તેઓ તીર્થ પુરોહિત ઘરો અને મંદાકિની નદી પર ગરૂડ ચટ્ટી પુલનું પણ ઉદ્ધાટન કરશે.

180 કરોડના નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ

આ ઉપરાંત પ્રધાનમંત્રી 180 કરોડ રૂપિયાથી વધુના ખર્ચવાળા અનેક પ્રોજેક્ટની આધારશિલા રાખશે. આ પ્રોજેક્ટમાં સંગમ ઘાટનો પુર્નવિકાસ, પ્રાથમિક ચિકિત્સા અને પર્યટક સુવિધા કેન્દ્ર, પ્રશાસનિક કાર્યાલય તથા હોસ્પિટલ, બે ગેસ્ટ હાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થા પથ કતાર પ્રબંધન તથા રેનશેલ્ટર, અને સરસ્વતી નાગરિક સુવિધા ભવન પણ સામેલ છે. જે પ્રોજેક્ટ્સનું પ્રધાનમંત્રી આજે ઉદ્ધાટન કરશે તેની આધારશિલા પણ પ્રધાનમંત્રીએ જ રાખી હતી.
First published:

Tags: Kedarnath, પીએમ નરેન્દ્ર મોદી, ભારત