Home /News /national-international /LIVE: ગાઝીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગર્જના, મેં ઇમાનદારીનો યજ્ઞ શરૂ કર્યો છે, બેઇમાનદારોને નહીં છોડાય

LIVE: ગાઝીપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગર્જના, મેં ઇમાનદારીનો યજ્ઞ શરૂ કર્યો છે, બેઇમાનદારોને નહીં છોડાય

રવિવારે ગોવામાં લાગણીશીલ અને અસરકારક સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં પંડિતજીનું અધુરૂ કામ પુરૂ કરવા આવ્યો છું કહી કોંગ્રેસને જાણે સીધો લલકાર કર્યો. ગાઝીપુર ખાતે પરિવર્તન રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગરીબ આરામથી ઉંઘી રહ્યા છે જ્યારે અમીર ઉંઘની ગોળી લેવા ચક્કર કાપી રહ્યા છે.

રવિવારે ગોવામાં લાગણીશીલ અને અસરકારક સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં પંડિતજીનું અધુરૂ કામ પુરૂ કરવા આવ્યો છું કહી કોંગ્રેસને જાણે સીધો લલકાર કર્યો. ગાઝીપુર ખાતે પરિવર્તન રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગરીબ આરામથી ઉંઘી રહ્યા છે જ્યારે અમીર ઉંઘની ગોળી લેવા ચક્કર કાપી રહ્યા છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ગાઝીપુર #રવિવારે ગોવામાં લાગણીશીલ અને અસરકારક સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશમાં પંડિતજીનું અધુરૂ કામ પુરૂ કરવા આવ્યો છું કહી કોંગ્રેસને જાણે સીધો લલકાર કર્યો. ગાઝીપુર ખાતે પરિવર્તન રેલીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ગરીબ આરામથી ઉંઘી રહ્યા છે જ્યારે અમીર ઉંઘની ગોળી લેવા ચક્કર કાપી રહ્યા છે.

#ગાઝીપુરમાં પરિવર્તન રેલીને વડાપ્રધાનનું સંબોધન

#ગાઝીપુરમાં આવવાની બીજીવાર તક મળી એ મારૂ સૌભાગ્ય

#તમારો પ્રેમ વ્યાજ સહિત પરત કરીશ

#આજે ગરીબ ચેનથી ઉંઘી રહ્યા છે, અમીરો ઉંઘની ગોળી લેવા ચક્કર કાપી રહ્યા છે

#ઉત્તરપ્રદેશે અનેક વડાપ્રધાન આપ્યા, હું નવમો છું, મારી આગળ આઠ આવી ગયા

#1962માં જે વાત થઇ હતી એને પુરી કરવા આજે હું આવ્યો છું, પંડિતજીના જન્મદિવસે એટલા માટે જ અહીં આવ્યો છું.

#સાંસદ વિશ્વનાથે સંસદમાં ગાઝીપુરના વિકાસ માટે આપ્યું હતું પ્રવચન, જે માટે નહેરૂજીએ પટેલ કમિટી બનાવી હતી



#1962થી 2016 સુધી પટેલ કમિટી પર કંઇ કામ ન થયું

#સરકારો આવી ગઇ, નેતાઓ આવ્યા અને ગયા પરંતુ ઉધ્ધાર માટે કોઇએ કંઇ ન કર્યું

#હિન્દુસ્તાનમાં ધનની કમી નથી, પરંતુ જ્યાં હોવું જોઇએ ત્યાં નથી અને જ્યાં ન હોવું જોઇએ ત્યાં અઢળક છે

#2014માં હું અહીં આવ્યો હતો ત્યારે મે કહ્યું હતું કે નહીં કે ભ્રષ્ટાચાર સામે લડીશ, એ માટે તમે મને વડાપ્રધાન બનાવ્યો કે નહીં, તો તમે જ કહો કે તમે સોંપેલું કામ મારે કરવું જોઇએ કે નહીં?

#ભ્રષ્ટાચાર બંધ થવો જોઇએ કે નહીં, જો તમે ઇચ્છતા હો તો હાથ ઉંચા કરી તાળી પાડી સમર્થન આપો... કહેતાં જ સભા સ્થળ તાળીઓથી ગૂંજી ઉઠ્યું

#હું પણ જાણું છું કે આ બધુ કરતાં થોડી તકલીફ તો જરૂર થશે પરંતુ સારૂ કરવા માટે થોડી તકલીફ વેઠવી જ પડશે

#ઇરાદો નેક હોવો જોઇએ, સારા માટે તકલીફ પડે એ સારા ભવિષ્ય માટે છે

#હું ખેડૂતો, ગામ અને દેશના ભલા માટે કરી રહ્યો છું કે નહીં...

#કેટલાક રાજકીય નેતાઓ પરેશાન છે. પરંતુ હું દેશની ભલાઇ માટે કરી રહ્યો છું

#કોંગ્રેસે 25 પૈસા બંધ કર્યા, એમણે એમના લેવલનું કામ કર્યું હતું, અમે 500 1000 રૂપિયાની નોટ બંધ કરી અમારા લેવલનું કામ કર્યું છે

#ગરીબોના નાણાં વેડફાવા નહીં દઉં

#કોંગ્રેસ સામે સાધ્યું નિશાન, એ લોકોએ ગાદી બચાવવા ઇમરજન્સી લગાવી હતી

#મે મોટા તત્વો સામે દુશ્મની વ્હોરી લીધી છે, સીમા પારના દુશ્મનો નકલી નોટો અહીં મોકલે છે

#500 1000 રૂપિયાની નોટ બંધ કર્યા સિવાય કાળું નાણું અટકાવવું શક્ય ન હતું

#કોંગ્રેસ તો 19 મહિના સુધી લોકોને જેલમાં પુર્યા હતા મેં તો દેશવાસીઓના ભલા માટે માત્ર 50 દિવસનું જ કષ્ટ આપ્યું છે

#જો તમે મારી સાથે છો તો એટલું નક્કી છે કે આ દેશમાં હવે બેઇમાનોના દિવસો હવે પુરા થવા જઇ રહ્યા છે

#મે ઇમાનદારીનો યજ્ઞ શરુ કર્યો છે જેમાં આપનો સહકાર જરૂરી છે

#
First published:

Tags: ઉત્તર પ્રદેશ, નરેન્દ્ર મોદી, નોટ માટે પડાપડી, વડાપ્રધાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन