ફ્રી વેક્સીનેશનની જાહેરાત પર વિપક્ષી નેતાઓએ પણ કરી PM મોદીની પ્રશંસા

ફ્રી વેક્સીનેશનની જાહેરાત પર વિપક્ષી નેતાઓએ પણ કરી PM મોદીની પ્રશંસા
ફ્રી વેક્સીનેશનની જાહેરાત પર વિપક્ષી નેતાઓએ પણ કરી PM મોદીની પ્રશંસા

PM મોદીએ 21 જૂનથી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે ફ્રી વેક્સીન લગાવવાની જાહેરાત કરી

  • Share this:
    નવી દિલ્હી : કોરોના સંકટથી નિપટવા માટે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મોટી જાહેરાત કરી છે. PM મોદીએ 21 જૂનથી 18 વર્ષથી વધારે ઉંમરના બધા લોકો માટે ફ્રી વેક્સીન લગાવવાની જાહેરાત કરી છે. રાજ્યોને 25 ટકા ડોઝની જવાબદારી આપવામાં આવી હતી તે પણ કેન્દ્ર સરકાર ઉઠાવશે. હવે દેશમાં 30 એપ્રિલ સુધી જે વ્યવસ્થા લાગુ હતી તે ફરીથી શરુ થશે. જોકે ખાનગી હોસ્પિટલોમાં 25 ટકા વેક્સીનની સપ્લાઇ પહેલાની જેમ યથાવત્ રહેશે. પીએમના આ નિર્ણયની હવે વિપક્ષી નેતાઓએ પણ પ્રશંસા કરી છે.

    પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવા માંગું છું કે તેમણે અમારી માંગણીનો સ્વીકાર કર્યો છે. અમે વેક્સીનની કેન્દ્રીય ખરીદની માંગણી કરી હતી. મેં આ મામલા પર સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનને બે વખત લેટર લખ્યો હતો.



    પીએમ મોદી દ્વારા લેવામાં આવેલો નિર્ણય સમયની માંગ - પિનરાઇ વિજયન

    કેરલના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને કહ્યું કે પીએમ મોદી દ્વારા લેવામાં આવેલો નિર્ણય સમયની માંગ પ્રમાણે છે. હું ખુશ છું કે અમારા નિવેદન પર પ્રધાનમંત્રીએ સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

    આ પણ વાંચો - Free Vaccination: મફત વેક્સીનેશન, દિવાળી સુધી ગરીબોને મફત યોજના, સંબોધનમાં PM મોદીની મોટી જાહેરાત

    દેર આયે, દુરસ્ત આયે - છત્તીસગઢ સરકાર

    છત્તીસગઢના સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવે કહ્યું કે બધા માટે ફ્રી વેક્સીનેશનનો નિર્ણય 6 મહિના પહેલા જ લેવો જોઈતો હતો પણ દેર આયે, દુરસ્ત આયે. કેન્દ્ર સરકારે પહેલા જ નીતિમાં કોઇ ફેરફાર કરવો જોઈતો ન હતો. પ્રાઇવેટ હોસ્પિટલોને અલોટ કરવામાં આવેલ 25 ટકા ડોઝની સંખ્યા પણ ઘણી વધારે છે.

    સુપ્રીમ કોર્ટના દબાણમાં લીધો નિર્ણય - આપ

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચઠ્ઠાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ખિંચાઇ પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. અમારી પહેલા જ માંગણી હતી કે કેન્દ્રીય વેક્સીનેશન કાર્યક્રમ ચલાવવામાં આવે. અમારી માંગને ફગાવી દીધી હતી.

    કેન્દ્ર સરકાર કરી રહી છે ડેમજ કંટ્રોલનો પ્રયત્ન - એનસીપી

    NCPના નેતા નવાબ મલિકે કહ્યું કે પ્રધાનમંત્રીએ બધા લોકોને મફતમાં વેક્સીન લગાવવાનો જે નિર્ણય કર્યો છે તે તેમણે સુપ્રીમ કોર્ટના દબાણમાં આવીને લીધો છે. કેન્દ્ર સરકારે કોરોનામાં પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે આ નિર્ણય લીધો છે. સરકાર ડેમેજ કંટ્રોલ કરવામાં લાગી છે.
    Published by:Ashish Goyal
    First published:June 07, 2021, 21:44 pm