ઢાકા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બાંગ્લાદેશ (PM Modi in Bangladesh) ના બે દિવસના પ્રવાસ માટે ઢાકા જવા રવાના થઈ ગયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને કારણે પીએમ મોદી 497 દિવસ બાદ કોઈ વિદેશી પ્રવાસ પર છે. આ પહેલા તેઓ નવેમ્બર 2019માં બ્રાઝીલના પ્રવાસે ગયા હતા. ગયા વર્ષથી પીએમ દુનિયાના મહત્ત્વના કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ હિસ્સો લઈ રહ્યા છે. બાંગ્લાદેશે ગુરુવારે કહ્યું કે વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન નવી દિલ્હી અને ઢાકાની વચ્ચે ઓછામાં ઓછી પાંચ સહમતિ પત્રો પર હસ્તાક્ષર (AMU) થવાની શક્યતા છે.
વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સ્વતંત્રતાની સ્વર્ણ જયંતી સમારોહ અને તેના સંસ્થાપક શ ખ મુજીબુર રહમાનની જન્મશતી સમારોહમાં સામેલ થવા શુક્રવારે ઢાકા પહોંચશે. વડાપ્રધાન મોદી 26થી 27 માર્ચ સુધીની પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન બાંગ્લાદેશની વડાંપ્રધાન શેખ હસીના સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મંત્રણા પણ કરશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉ. એ.કે. અબ્દુલ મોમેને કહ્યું કે, એમઓયુની સંખ્યા ઓછી કે વધારે થઈ શકે છે, પરંતુ ઓછામાં ઓછા પાંચ એમઓયૂ પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
Delhi: Prime Minister Narendra Modi embarks on a two-day visit to Bangladesh, his first visit to a foreign country since the COVID19 outbreak
He will attend an event at the National Martyr's Memorial and the National Day program today. pic.twitter.com/SRLgFGleBL
વડાપ્રધાન મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, બાંગ્લાદેશની બે દિવસીય યાત્રા દરમિયાન શેખ હસીનાની સાથે અલગ-અલગ મુદ્દાઓ પર ગહન ચર્ચા કરશે. વડાપ્રધાને એ વાત પર ખુશી વ્યક્ત કરી કે ગયા વર્ષે કોવિડ-19 મહામારીની શરુઆત બાદ તેમની પહેલી વિદેશ યાત્રા એવા પડોશી મિત્ર દેશમાં થઈ રહી છે જેથી સાથે ભારતના ખૂબ મજબૂત સંબંધ છે.
બાંગ્લાદેશ રવાના થતાં પહેલા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં વડાપ્રધાને કહ્યું કે, મને ખુશી છે કે કોવિડ-19 મહામારીની શરૂઆત બાદ કોઈ એવા પડોશી મિત્ર દેશની આ મારી પહેલી વિદેશી યાત્રા છે, જેની સાથે ભારતના સાંસ્કૃતિક, ભાષાકીય અને બંને દેશોના લોકોની વચ્ચે પરસ્પર ઊંડા સંબંધ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર