કાશીમાં નમો-નમો, શિવની નગરીમાં PM Modiનો આવો ખાસ રહ્યો પહેલો દિવસ
વારાણસીમાં પીએમ મોદીના પહેલા દિવસની તસવીર
PM Modi in Varanasi: સાંજે પીએમ મોદીએ એક ક્રૂઝ પર ભવ્ય ગંગા આરતીના (Ganga Aarti) દર્શનનો લ્હાવો લીધો. આ દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ (UP CM yogi Adityanath) પણ હાજર હતા.
પીએમ મોદી (PM Narendra Modi in Kashi) તેમના સંસદીય ક્ષેત્ર કાશીના પ્રવાસે છે. સોમવારે કાશી ખાતે પધારેલા પીએમ નરેન્દ્ર મોદીનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. ભારતની સભ્યતાની ધરોહરના વખાણ કરતા પીએમ મોદીએ સોમવારે પોતાના ભાષણમાં કહ્યું કે, ઔરંગઝેબ જેવા ક્રૂર નવાબોએ કાશીને ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યા, પરંતુ તે પ્રયાસે ઇતિહાસના કાળા પનાઓમાં દબાઇને રહી ગયા. કાશી હવે પોતાના ગૌરવને ફરીથી નવી ભવ્યતા પ્રદાન કરી રહી છે.
કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi Vishvanath Corridor)નું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારત સદીઓની ગુલામીથી ઉત્પન્ન થયેલી હીનભાવનાથી બહાર નીકળી રહ્યું છે. કાશી વિશ્વનાથ ધામનું લોકાર્પણ દેશને એક નિર્ણાયક દિશા પ્રદાન કરશે અને એક ઉજ્જવળ ભવિષ્ય આપશે.
ભવ્ય ગંગા આરતીના સાક્ષી બન્યા પીએમ
પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરમાં પૂજા-અર્ચના કરી અને ત્યાર બાદ ગંગામાં ડૂબકી લગાવી, અહીંથી જ તેમણએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જળ ભર્યુ હતું. સાંજે તેમણે એક ક્રૂઝ પર ભવ્ય ગંગા આરતીના દર્શનનો લ્હાવો લીધો. આ દરમિયાન તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
काशी की गंगा आरती हमेशा अंतर्मन को नई ऊर्जा से भर देती है।
आज काशी का बड़ा सपना पूरा होने के बाद दशाश्वमेध घाट पर गंगा आरती में शामिल हुआ और मां गंगा को उनकी कृपा के लिए नमन किया।
પીએમ મોદીએ ભાષણમાં જણાવ્યું કે, કેટલીય સલ્તનતો ઉઠી અને ધૂળમાં ભળી ગઇ, પરંતુ બનારસ હજું અડીખમ ઊભું છે. અહીં ઓરંગઝેબ આવે છે તો શિવાજી ઊભા થયા.. જો કોઇ સાલાદ મસૂર આ તરફ આગળ વધતો તો રાજા સુહેલદેવ જેવા વીર યોદ્ધાએ તેને આપણી એકતાની તાકતનો પરચો બતાવ્યો. અને અંગ્રેજો દરમિયાન પણ વોરન હેસ્ટિંગ્સની કાશીના લોકોએ શું હાલત કરી હતી, તે તો કાશીના લોકો જાણે જ છે. દુષ્ટોએ આ નગરી પર અનેક આક્રમણ કર્યા, તેને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કર્યો.
समय का चक्र देखिए,
आतंक के पर्याय इतिहास के काले पन्नों तक सिमटकर रह गए हैं।
મોદીએ કહ્યું કે, ઔરંગઝેબના અત્યાચાર, તેના આતંકનો ઈતિહાસ સાક્ષી છે, જેણે સભ્યતાને તલવાર વડે બદલવાનો પ્રયાસ કર્યો, સંસ્કૃતિને કટ્ટરતા નીચે દબાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આ દેશની માટી બાકી દુનિયાથી કંઇક અલગ છે. આજે સમય બદલાઈ ગયો છે. આતંકનો પર્યાય રહેલા લોકો કાળા પાનાઓમાં સમેટાઇ ગયા છે. જ્યારે કાશી આગળી વધી રહી છે અને પોતાના ગૌરવને ફરી નવી ભવ્યતા આપી રહી છે.
माँ गंगा की गोद में उनके स्नेह ने कृतार्थ कर दिया। ऐसा लगा जैसे माँ गंगा की कलकल करती लहरें विश्वनाथ धाम के लिए आशीर्वाद दे रही हैं।
પીએમ મોદીએ આગળ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ ધામનું આખુ પરીસર માત્ર એક ભવ્ય ભવન નથી, પરંતુ ભારતની સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક આત્મા અને પરંપરાનું પ્રતીક છે.
શ્રમિકો સાથે પીએમ મોદીએ કર્યું ભોજન
પીએમએ ભવ્ય મંદિર પરિસરના નિર્માણમાં સામેલ શ્રમિકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, મહામારી પણ તેમને કામ કરવાથી રોકી ન શકી. તેમણે શ્રમિકોની મુલાકાત લઇ તેમના પર ફૂલ વરસાવ્યા અને તેમની સાથે ભોજન પણ કર્યું.
પીએમના પ્રવાસ પર અખિલેશનો કટાક્ષ
આગામી યુપી વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં પીએમ મોદીની આ મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, માત્ર એક મહીનાના લાંબા સમારોહની જ યોજના શા માટે. એક મહીનો નહીં, બે મહીના, ત્રણ મહીના રહે. સારી વાત છે. તે જગ્યા રહેવા લાયક છે. છેલ્લા સમયમાં લોકો બનારસમાં જ રહેવામાં આવે છે. અખિલેશની આ ટીપ્પણીને ભાજપે ક્રૂર ને અસભ્ય ગણાવી હતી.
અનેક વિકાસ કામોનો પીએમએ કર્યો ઉલ્લેખ
મંદિર પરીસરમાં ભાષણ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત રામ મંદિર, કાશી વિશ્વનાથનું ધામ બનેલું છે, તો તે સમુદ્રમાં હજારો કિમી લાંબી ઓપ્ટિકલ ફાઇબર પણ પાથરી રહ્યું છે. ગરીબો માટે લાખો મકાના બનાવાઇ રહ્યા છે અને લોકોને અંતરિક્ષમાં મોકલી રહ્યું છે.
આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ
પીએમ મોદીએ લોકોને સ્વચ્છતા, સૃજન અને આત્મનિર્ભરતા માટે સતત પ્રયાસશીલ રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, આઝાદીના 75માં વર્ષમાં આપણે આઝાદીના 100 વર્ષ પર દેખાય તેવા ભારત માટે કામ કરવાનું છે. પ્રધાનમંત્રીએ આ પહેલા કહ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિર ક્ષેત્ર માત્ર 3000 વર્ગ ફૂટ હતું, જે હવે વધીને લગભગ 5 લાખ વર્ગ ફૂટ થઇ ગયું છે. તેમણે કાશીના ગૌરવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ નગર અવિનાશી છે અને ભગવાન શિવના સંરક્ષણમાં છે. તેમણે ભાષણની વચ્ચે હંમેશાની જેમ સ્થાનિક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર