કેટલાક લોકો એવો માહોલ હવે બનાવવા લાગ્યા છે કે મોદીજી તો જીતી ગયા અને મતદાન નહીં કરો તો ચાલશે. કૃપા કરીને આવા લોકોની વાતોમાં ન આવો. મતદાન આપનો હક છે, લોકતંત્ર એક ઉત્સવ છે, દેશને મજબૂત કરવા માટે વધુમાં વધુ મતદાન કરવું જોઈએ.
12:45 (IST)
નોમિનેશન બાદ પીએમ મોદીએ કહ્યું કે હું કાશીના લોકોનો આભારી છું. પાંચ વર્ષ બાદ તેઓએ ફરી મારી પર આશીર્વાદ વરસાવ્યો છે. આ પ્રસ્તાવનો ભવ્ય રોડ શો કાશીમાં જ થઈ શકે.
ઉમેદવારીપત્ર ભરતાં પહેલા વડાપ્રધાને કાળ ભૈરવના દર્શન કર્યા હતા
12:2 (IST)
નોમિનેશન ભરતાં પહેલા પીએમ મોદીએ પોતાના ટેકેદારો સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ મહિલા ટેકેદારને પગે લાગ્યા. વડાપ્રધાન મોદી જે મહિલાને પગે લાગ્યા તેઓ પાણિનિ કન્યા મહાવિદ્યાલયની પ્રિન્સિપલ અન્નપૂર્ણા શુક્લા છે.
લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીથી ઉમેદવારીપત્ર દાખલ કરી દીધું. ઉમેદવારીપત્ર ભરતા પહેલા પીએમ મોદીએ પંડિત મદન મોહન માલવીયની દત્તક દીકરી અન્નપૂર્ણા શુક્લાને પગે લાગીને આશીર્વાદ લીધા. પીએમ મોદીના નોમિનેશન દરમિયાન અમિત શાહ, સુષ્મા સ્વરાજ, નીતીશ કુમાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશસિંહ બાદલ સહિત એનડીએના અન્ય સહયોગી દળોન નેતા પણ ઉપસ્થિત રહ્યા.
મોદીએ આજે સૌથી પહેલા કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. બૂથ કાર્યકર્તા સંમેલનમાં મોદીએ કહ્યું કે, આ ચૂંટણીની બે બાજુ છે, એક છે કાશી લોકસભા જીતવી, મારા હિસાબથી એક કામ કાલે પૂરું થઈ ગયું છે. એક કામ હજુ બાકી છે, તે છે પોલિંગ બૂથ જીતવું. બનારસ જીતી ગયા, પોલિંગ બૂથ જીતવાના છે અને એક પણ પોલિંગ બૂથમાં બીજેપીનો ઝંડો ઝૂકવા નહીં દઈએ.