વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi) આજે ડેનમાર્ક પહોંચી ગયા છે. આજે તેમની યુરોપ યાત્રા (Europe visit of PM modi)નો બીજો દિવસ છે. ડેનમાર્ક (Denmark) યુરોપનું (Europe)સુંદર શહેર છે. ત્યાં જૂની પરંપરાઓ અને આધુનિકતાનો સંગમ જોવા જેવો છે. આ દેશમાં ઘણું બધું જોવા અને જાણવા લાયક છે. આમ તો ડેનમાર્ક લોકશાહી દેશ છે, પરંતુ બંધારણીય રીતે રાજાશાહીને પણ એટલું જ મહત્વ છે. તેની ગણતરી યુરોપના સૌથી સુખી દેશોમાં થાય છે. આ દેશમાં 300 વર્ષ જૂના ઘર ખૂબ જ ખાસ છે અને તેને પોતાની ખાસિયતના કારણે ફ્યૂચર હાઉસ પણ કહેવામાં આવે છે
શું છે આ મકાનોની ખાસિયત?
ડેનમાર્કમાં આ ઘરોનું મહત્વ હવે વધી ગયું છે. આ ઘરો સામાન્ય રીતે ડેનિશ ટાપુ લઈસોમાં જોવા મળે છે. આ ઘરોની છત એકદમ જાડી છે. જો તમે ધ્યાનથી જોશો, તો તે ઘાસવાળી વસ્તુઓથી બનેલી લાગે છે. અલબત્ત તે સમુદ્રી શેવાળની છે. આ એકદમ ટકાઉ હોવાની સાથે, તાપમાનને પણ કંટ્રોલમાં રાખે છે. એવું માનવામાં આવે છે કે ભવિષ્યમાં આ રીતે ઘણા મકાનો બનાવી શકાય છે.
17મી સદીમાં બાંધવામાં આવ્યા હતા આવા મકાન
BBC ના રિપોર્ટ મુજબ આ અનોખી શરૂઆત 17મી સદીમાં આ ટાપુ પર થઇ હતી. અહીં દરિયામાંથી મીઠું બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો અને પછી ઉદ્યોગો માટે ઝડપથી વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. આવી સ્થિતિમાં મકાન બનાવવા માટે લાકડાનો પુરવઠો પૂરો પાડવો મુશ્કેલ બની ગયો હતો. ત્યારે આ પદ્ધતિ શોધી કાઢવામાં આવી હતી.
છત દરિયાની સેવાળમાંથી બનાવવામાં આવે છે
આ ટાપુને સમુદ્રની વચ્ચે રહેવાનો ફાયદો થયો હતો. ઘણી વખત દરિયામાં અકસ્માતનો ભોગ બનેલા જહાજો તૂટીને ટાપુના કિનારે આવતા હતા. આવી સ્થિતિમાં લોકોએ આ લાકડા એકત્રિત કરવાનું શરૂ કર્યું અને તેનાથી પોતાના મકાનો બનાવવાનું શરૂ કર્યું હતું. મકાન બનાવતી વખતે છત માટે દરિયાઈ શેવાળનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જો કે, 1920ની આસપાસ સમુદ્રી ઘાસમાં ફંગલ ઇન્ફેક્શનને કારણે લોકોએ તેનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું. ધીરે ધીરે આ મકાનોની સંખ્યા ઓછી થઈ ગઈ અને આજે 1800 લોકોની વસ્તીવાળા આ ટાપુ પર શેવાળની છત વાળા માત્ર 36 મકાનો જ છે.
ડેનમાર્કમાં આ ઘરોનું મહત્વ હવે વધી ગયું છે
2012થી આ ઘરોની તકનીકને પુનર્જીવિત કરાઈ
વર્ષ 2012થી આ દ્વીપમાં આ ટેકનોલોજીને પુનર્જીવિત કરવામાં આવી છે. BBCના એક રિપોર્ટમાં આ અંગે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. ટાપુના રહેવાસીઓ આ તકનીક ફરી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ આસપાસના વિસ્તારોમાં જાય છે અને લોકોને શેવાળની ટેકનોલોજીથી છત બનાવવા સમજાવે છે.
આ શોધ મહિલાઓને આભારી છે
આ શોધ માટે ટાપુની મહિલાઓને શ્રેય આપવામાં આવે છે. જ્યારે ખલાસીઓ વહાણો સાથે દરિયામાં જતા હતા, ત્યારે મહિલાઓ મકાનોને ટકાઉ બનાવવાના રસ્તાઓ શોધતી હતી. આ સમય દરમિયાન આ છત 17 મી સદીમાં બનાવવામાં આવી હતી અને 40થી 50 મહિલાઓ છત બનાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી.
સૌપ્રથમ તેઓ દરિયાના તોફાન પછી કાંઠે આવતી શેવાળને એકત્રિત કરતા હતા. ત્યારબાદ મહત્વપૂર્ણ કાર્ય શેવાળને સૂકવવાનું હતું. આ માટે તેઓ શેવાળને 6 મહિના સુધી મેદાનમાં સુકવતી હતી. જેથી શેવાળ મજબૂત થઈ જતી હતી અને ત્યારબાદ તેને છત પર પાથરવામાં આવતી હતી. એક છતનું વજન 35થી 40 ટન સુધી હતું.
આ છતમાં આગ લાગતી નથી કે કાટ પણ લાગતો નથી
આ છતમાં ખાસ વેરાયટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ઇલગ્રાસ કહેવામાં આવે છે. આખી દુનિયાના બીચ પર જમા થતી આ શેવાળને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આનું કારણ એ છે કે તેમાં આગ લાગતી નથી, ન તો તેને કાટ લાગી શકે છે, ન તો કોઈ પણ પ્રકારના જંતુઓનો ડર છે. તે કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે, આ રીતે ઘરોમાં રહેતા લોકોને એર પ્યુરિફાયરની જરૂર નથી હોતી. તે એટલા જાડા હોય છે કે તે સંપૂર્ણપણે વોટરપ્રૂફ હોય છે. બીજી તરફ સિમેન્ટ અથવા લોખંડથી બનેલા શ્રેષ્ઠ મકાનોમાં પણ વધુ પડતા વરસાદમાં સિલ્ટિંગ અથવા પાણી ટપકવાની સમસ્યા હોય છે.
17મી સદીમાં બાંધવામાં આવ્યા હતા આવા મકાન
100થી પણ વધુ વર્ષો સુધી છે ટકાઉ
સમુદ્રી શેવાળથી બનેલી આ છતની બીજી વિશેષતા એ છે કે, તે 100 કે તેથી વધુ વર્ષો સુધી ચાલે છે. આ શેવાળ ધરાવતા ટાપુ પરના તમામ મકાનો 300 વર્ષથી વધુ જૂના છે, જ્યારે કોંક્રિટથી બનેલી છતને 50 વર્ષ પછી જાળવણીની જરૂર છે.
સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે આ મકાનો
લઈસોની આ ખૂબી હવે ઘણા દેશોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. દા.તરીકે, અમેરિકન આર્કિટેક્ટ કેથરિન લાર્સન હવે શેવાળથી બનેલી આ છતો પર સંશોધન કરી રહી છે. તેમનું માનવું છે કે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉકેલવાની સાથે લોકોને પણ ફાયદો થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર