દિલ્હીને ડ્રાઇવરલેસ મેટ્રોની ભેટ, PM મોદીએ કહ્યુ- 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય

દિલ્હીને ડ્રાઇવરલેસ મેટ્રોની ભેટ, PM મોદીએ કહ્યુ- 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય
ભારતમાં હવે દોડશે ડ્રાઇવર વગરની મેટ્રો, PM નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોને બતાવી લીલી ઝંડી

ભારતમાં હવે દોડશે ડ્રાઇવર વગરની મેટ્રો, PM નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રોને બતાવી લીલી ઝંડી

  • Share this:
    નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશની પહેલી ચાલકરહિત ટ્રેન (Driverless Train) સેવાની દિલ્હી મેટ્રો (Delhi Metro)ની મજેન્ટા લાઇન પર 28 વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથોસાથ તેઓ એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા.

    ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. PM મોદીએ કહ્યુ કે, 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.



    વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ભવિષ્યની જરૂરિયાતો માટે દેશ કામ કરી રહ્યો છે.

    2025 સુધીમાં 25થી વધુ શહેરોમાં મેટ્રો દોડશે - વડાપ્રધાન મોદી

    વડાપ્રધાને કહ્યું કે, અટલજીના પ્રયાસોથી દિલ્હીને પહેલી મેટ્રો મળી, જ્યારે અમે સત્તામાં આવ્યા તો માત્ર 5 શહેરમાં મેટ્રો હતી હવે 18 શહેરમાં છે. વર્ષ 2025 સુધી 25થી વધુ શહેરોમાં મેટ્રો ટ્રેન દોડશે. પીએમ મોદીએ કહ્યું કે આવા પરિવર્તનો સામાન્ય લોકોના જીવનમાં ફેરફારના સંકેત છે. પહેલા દેશમાં મેટ્રોને લઈને કોઈ નીતિ નહોતી, પરંતુ અમે તેને લઈને ઝડપથી કામ કર્યું અને શહેરોના હિસાબથી કામ શરૂ કરી દીધું.

    પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.

    આ પણ વાંચો, સરકાર આપી રહી છે છેલ્લી તક! આજથી અહીં મળશે સસ્તું સોનું, જાણો કેટલી છે કિંમત

    આ પહેલા, PMOના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચાલકરહિત ટ્રેન સંપૂર્ણપણે સ્વચાલિત હશે, જે કોઈ પણ માનવીય ભૂલની શક્યતાઓ ખતમ કરી દેશે. દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન (જનકપુરી પશ્ચિમ-બોટનિકલ ગાર્ડન) પર ચાલકરહિત ટ્રેન સેવા શરૂ થયા બાદ પિંક લાઇન પર 2021ના મધ્યમાં ચાલકરહિત ટ્રેન સેવા શરૂ થવાની અપેક્ષા છે. મજેન્ટા લાઇન તર જનકપુરી-બોટનિકલ ગાર્ડન કોરિડોર પર 37 કિલોમીટરના દાયરામાં આ સેવાની શરૂઆતની સાથે દિલ્હી-એનસીઆરની યાત્રા અત્યાધુનિક સેવાઓની પોતાની સગવડ માટે ઉપયોગ કરી શકાશે.

    NCMCને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ Rupay ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. PMOએ કહ્યું કે આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.

    ટેક્નોલોજીની દિશામાં દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડીએમઆરસી)ના આ પગલાગથી ડીઆરસીનું નામ દુનિયામાં અગ્રણી મેટ્રો સેવામાં સામેલ થઈ જશે. જૂન 2022 સુધી પિન્ક લાઇન (મજલિસ પાર્ક-શિવ વિહાર) પર 57 કિલોમીટરના દાયરામાં પણ ચાલકરહિત મેટ્રોની શરૂઆતની શક્યતા છે. આવતા વર્ષ સુધીમાં મેટ્રોની યાત્રા કરનારા લોકોને 94 કિ.મી.ના દાયરામાં ચાલકરહિત મેટ્રોમાં મુસાફરીની તક મળશે. આ સમગ્ર દુનિયામાં ડ્રાઇવરલેસ મેટ્રો નેટવર્કનું લગભગ 9 ટકા હશે. આ સેવા પૂરી રીતે સ્વચાલિત હશે.

    આ પણ વાંચો, India Corona Updates: એક દિવસમાં 20,021 નવા કેસ નોંધાયા, 279 દર્દીનાં મોત

    મેટ્રોની તમામ લાઇનો પર 2022 સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆર સી તરફથી હાલમાં 390 કિલોમીટરના દાયરામાં 11 કોરિડોરના 285 સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.
    Published by:Mrunal Bhojak
    First published:December 28, 2020, 10:19 am

    ટૉપ ન્યૂઝ