કોરોના વેક્સીનને મંજૂરી ગર્વની વાત, વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો આત્મનિર્ભર ભારતનો જુસ્સો- PM નરેન્દ્ર મોદી

પીએમ મોદીની ફાઇલ તસવીર

Corona Vaccineના ઉપયોગને મંજૂરી મળતા PM મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને આપી શુભેચ્છા, વૈજ્ઞાનિકોનો માન્યો આભાર

 • Share this:
  નવી દિલ્હીઃ ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ ભારત (India)માં કોરોના વેક્સીન (Corona Vaccine)ની ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વીટ કરીને કોરોના વેક્સીનના ઉપયોગને મંજૂરી મળવા પર શુભેચ્છાઓ પાઠવી છે. PM મોદીએ કહ્યું કે આ પગલું કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. વડાપ્રધાને વેક્સીન તૈયાર કરવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોનો પણ આભાર વ્યક્ત કર્યો.

  ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેક (Bharat Biotech)ની કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. PM મોદીેઅ સતત ત્રણ ટ્વીટ કરીને દેશને કોવિડ મુક્ત થવાની આશા વ્યક્ત કરી છે.

  આ પણ વાંચો, DCGIની મોટી જાહેરાત, કોવિશીલ્ડ અને કોવેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી

  PM મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, DCGIનું પગલું ભારતની કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ખૂબ જ અગત્યનું સાબિત થશે. કોવિશીલ્ડ અને કોવેક્સીનના માધ્યમથી દેશને કોરોના મુક્ત બનાવવામાં મદદ મળશે. વેક્સીન બનાવવામાં લાગેલા તમામ વૈજ્ઞાનિકોને ધન્યવાદ.  PM મોદીએ DCGIના એલાનને આત્મનિર્ભર ભારતની સાથે પણ જોડ્યું છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, દેશના નાગરિકો માટે ગર્વની વાત છે કે જે બંને વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે તેનું નિર્માણ ભારતમાં જ થયું છે. આ દર્શાવે છે કે આત્મનિર્ભર ભારત બનાવવાની મુહિમમાં દેશના વૈજ્ઞાનિકો કેટલી મહેનત કરી રહ્યા છે.

  આ પણ વાંચો, કોરોના વેક્સીન લેવા માટે Co-WIN એપ પર કરવું પડશે રજિસ્ટ્રેશન, જાણો સમગ્ર પ્રોસેસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ વોરિયર્સનો આભાર વ્યક્ત કરવાનું ભૂલ્યા નહીં. તેઓએ ટ્વીટ કરીને લખ્યું કે, આપણે ડૉક્ટર્સ, મેડિકલ સ્ટાફ, વૈજ્ઞાનિક, પોલીસ, સફાઈ કર્મચારી અને તમામ કોવિડ વોરિયર્સના આભારી છીએ. કોવિડ વોરિયર્સે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં શાનદાર કામ કર્યું છે. લોકોના જીવ બચાવવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું.
  Published by:Mrunal Bhojak
  First published: