PM મોદીએ હેમંત સોરેનને અભિનંદ પાઠવ્યા, અમિત શાહે કહ્યું - જનાદેશનું સન્માન કરીએ છીએ

News18 Gujarati
Updated: December 23, 2019, 10:31 PM IST
PM મોદીએ હેમંત સોરેનને અભિનંદ પાઠવ્યા, અમિત શાહે કહ્યું - જનાદેશનું સન્માન કરીએ છીએ
PM મોદીએ હેમંત સોરેનને અભિનંદ પાઠવ્યા, અમિત શાહે કહ્યું - જનાદેશનું સન્માન કરીએ છીએ

ઝારખંડની 81 વિધાનસભા સીટોમાંથી ગઠબંધનને 47 સીટો મળી

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સોમવારે ઝારખંડ મુક્તિ મોરચાના (Jharkhand Mukti Morcha) નેતા હેમંત સોરેનને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે અને વિજયી ગઠબંધનને રાજ્યની સેવા માટે શુભકામના પાઠવી છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે તેમની પાર્ટી રાજ્યની સેવા કરતી રહેશે અને જનકેન્દ્રીત મુદ્દા ઉઠાવતી રહેશે. પીએમે મોદીએ ભાજપાને રાજ્યની સેવા કરવાની તક આપવા માટે ઝારખડ (Jharkhand)ના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાર્ટીના કાર્યકર્તાઓની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો - ઝારખંડ ચૂંટણી પરિણામ :ગઠબંધનને સ્પષ્ટ બહુમતી, મુખ્યમંત્રી રઘુવર દાસનો પરાજય





ગૃહ મંત્રી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહે (Amit Shah)કહ્યું હતું કે તેમની પાર્ટી ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Elections)ના જનાદેશનું સન્માન કરતા પાર્ટીના હરિફ ગઠબંધન સામે મળેલા પરાજયનો સ્વિકાર કરે છે. આ પહેલા વલણ જાહેર થયા ત્યારે અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે અમે ઝારખંડની જનતા દ્વારા આપેલા જનાદેશનું સન્માન કરીએ છીએ. ભાજપાને 5 વર્ષો સુધી પ્રદેશની સેવા કરવાની જે તક આપી છે તેના માટે જનતાનો હ્યદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ભાજપા નિરંતર પ્રદેશના વિકાસ માટે કટિબદ્ધ રહેશે. અમિત શાહે ભાજપા કાર્યકર્તાઓના પરિશ્રમની પ્રશંસા કરતા કહ્યું હતું કે બધા કાર્યકર્તાઓને તેમના અથાક પરિશ્રમ માટે અભિનંદન.



ઉલ્લેખનીય છે કે 81 વિધાનસભા સીટોમાંથી ગઠબંધનને 47 સીટો મળી છે. જેમાં જેએમએમને 30 સીટો મળી છે. કોંગ્રેસને 16 અને આરજેડીને 1 સીટ મળી છે. બીજેપીના ખાતામાં 25 સીટો આવી છે. ઝારખંડ વિકાસ મોરચાના ખાતામાં 3 અને આજસુના ખાતામાં 2 સીટો આવી છે.
First published: December 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading